અપનાવો આ ઘરેેલુ ઉપાયો, અનેે બચો ચેસ્ટ ઇન્ફેક્શનથી.

ચેસ્ટ ઇન્ફેકશનથી બચવા માટે કેટલાક ઉપાયો અજમાવી શકો છો. આ સાથે જ ચેસ્ટ ઇન્ફેકશન માટે ઘરેલું ઉપચાર (Chest Infection Home Remedies) પણ ખુબ જ કારગત સાબિત થઈ શકે છે. કેટલાક વ્યક્તિઓને ચેસ્ટ કંજેશન (Chest Congestion) થી તકલીફ ભોગવી રહ્યા હોય છે કેટલાક પ્રકારની દવાઓ લઈ લીધા પછી પણ રાહત નથી મળતી. આવા લોકો માટે પણ કેટલાક ઘરેલું ઉપાય અજમાવવા આપના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

image source

છાતીમાં ઇન્ફેકશન થવાથી આપણા ફેફસામાં સોજો આવી જાય છે. શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગે છે. છાતીમાં સંક્રમણ (Chest Infection) એક પ્રકારનો શ્વાસ સંબંધિત સંક્રમણ છે જેનો પ્રભાવ શ્વસન માર્ગના નીચેના ભાગ પર થાય છે. છાતીમાં સંક્રમણના કેટલાક લક્ષણ (Chest Infection Symptoms) હોય છે. શ્વસન માર્ગના નીચેના ભાગમાં શ્વાસ નળી અને ફેફસા આવે છે. છાતીમાં સંક્રમણના કારણે (Causes Of Chest Infection) આપને કેટલીક તકલીફો શરુ થઈ જાય છે. છાતીમાં સંક્રમણના પ્રકાર (Type Of Chest Infection) આમ તો બે પ્રકારના હોય છે.:

૧. નિમોનિયા અને ૨. બ્રોકાઈટીસ.

છાતીને સંક્રમણથી બચાવવા માટે સંક્રમણના લક્ષણોને ઓળખવા ખુબ જરૂરી બની જાય છે. ચેસ્ટ ઇન્ફેકશનથી બચાવ (Prevention Of Chest Infection) માટે કેટલાક ઉપાયો અજમાવી શકાય છે આ સાથે જ ચેસ્ટ ઇન્ફેકશન માટે ઘરેલું ઉપચાર (Chest Infection Home Remedies) પણ આપના માટે ખુબ કારગત સાબિત થઈ શકે છે. કેટલાક વ્યક્તિઓ ચેસ્ટ કંજેશન (Chest Congestion) ની તકલીફથી હેરાન થઈ રહ્યા છે. કેટલાક પ્રકારની દવાઓ લીધા પછી પણ આવી વ્યક્તિઓને રાહત નથી મળતી. આવી વ્યક્તિઓ માટે પણ કેટલાક ઘરેલું ઉપચાર ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે અમે આપને જણાવીશું કે, ચેસ્ટ ઇન્ફેકશનના લક્ષણો, ચેસ્ટ ઇન્ફેકશન થવાના કારણો, ચેસ્ટ ઇન્ફેકશનના પ્રકાર અને ચેસ્ટ ઇન્ફેકશનથી બચાવના ઉપાયો વિષે જાણીશું.
ચેસ્ટ ઇન્ફેકશનના લક્ષણ (Symptoms Of Chest Infection):

image source

-સુકી ખાંસી કે પછી કફ વાળી ખાંસી.

-ઘરઘરાહટ.

-પીળા કે લીલા રંગનો કફ આવવો.

-શ્વાસ ફૂલવો.

-તાવ અને માથામાં દુઃખાવો.

-શરીરની માંસપેશીઓમાં દુઃખાવો.

-થાક.

-છાતીમાં તકલીફ થતી હોવાનો અનુભવ થવો.

ચેસ્ટ ઇન્ફેકશનના કારણ (Causes Of Chest Infection)

image source

બેક્ટેરીયલ કે પછી વાયરલ ઇન્ફેકશનના કારણે વ્યક્તિને ચેસ્ટ ઇન્ફેકશન થઈ શકે છે. સંક્રમણના પ્રકાર પર જ તેના કારણનો આધાર રાખે છે. ઉદાહરણ તરીકે બ્રોકાઈટીસ ચેસ્ટ ઇન્ફેકશન વાયરસના કારણે થાય છે જયારે નિમોનિયા ઇન્ફેકશન મોટાભાગે બેક્ટેરિયાના કારણે થાય છે.

શું ચેસ્ટ ઇન્ફેકશનથી સંક્રમિત વ્યક્તિના છીક ખાવાથી સંક્રમણનો ફેલાવો થઈ શકે છે.?

ચેસ્ટ ઇન્ફેકશનથી પીડિત વ્યક્તિના ખાંસી ખાવાથી કે પછી છીક આવવાથી નીકળતા સંક્રમિત રજકણોના સંપર્કમાં આવવાથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે આના સિવાય વાયરસ કે પછી બેક્ટેરિયાથી સંક્રમિત જગ્યાઓ પર ગયા પછી મો કે ચહેરાને અડવાથી સંક્રમણ ફેલાઈ શકે છે. કેટલીક બીમારીઓ જેવી કે ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓમાં ચેસ્ટ ઇન્ફેકશનનો થવાનો ખતરો વધારે રહે છે.
​ચેસ્ટ ઇન્ફેકશનના ઘરેલું ઉપચાર.(Home Remedies For Chest Infection):

image source

-આપના શરીરને હાઈડ્રેટ રાખવા અને કફને બહાર કાઢવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.

-આપે સીધા સુવાથી બચવું જોઈએ. આમ કરવાથી કફ છાતીમાં એકઠો થઈ શકે છે. પીઠને તકિયાનો ટેકો આપીને માથું થોડું ઉપર રાખીને સુવું જોઈએ.

-વધારે ખાંસી આવતી હોય તો ખાંસીથી રાહત મેળવવા માટે સ્ટીમ કે પછી ઈનહેલરનો ઉપયોગ કરી શકો છો.

-માથાના દુઃખાવામાં રાહત મેળવવા માટે આપ તુલસીના પાનનું સેવન પણ કરી શકો છો.

-જો આપને અત્યંત ખાંસી આવતી હોય અને તેના કારણે ગળામાં ખારાશ થઈ ગઈ છે તો તેના નિવારણ માટે આપે ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ નાખીને સેવન કરવું જોઈએ.

-ખાંસીને દબાવવા માટે સેવન કરવામાં આવતી દવાઓનું સેવન બિલકુલ કરવું જોઈએ નહી.

-જો આપ ચેસ્ટ ઇન્ફેકશનનો શિકાર થયા છો તો આપે ધુમ્રપાનનું સેવન કરવું જોઈએ નહી અને ધુમ્રપાનનું સેવન કરનાર વ્યક્તિઓથી પણ દુર રહેવું જોઈએ.

ચેસ્ટ ઇન્ફેકશનથી બચવાના ઉપાયો (Ways To Avoid Chest Infection):

-ધુમ્રપાન કરવાથી બચવું જોઈએ અને મદ્યપાન કરવાથી પણ બચવું જોઈએ.

image source

-જો આપને ચેસ્ટ ઇન્ફેકશન થઈ ગયું છે તો ખાંસી આવે ત્યારે કે પછી છીક આવે ત્યારે રૂમાલની મદદથી મોને જરૂરથી ઢાંકી લેવું જરૂરી છે.

-હાથને સાબુ અને પાણીથી ધોતા રહેવું જોઈએ. ભોજન કરતા પહેલા હાથ ધોવા ખુબ જરૂરી છે.

-હેલ્ધી ફૂડને આપે આપની ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.

-શરીરની ઈમ્યુનીટી વધારવા પર ધ્યાન આપવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!