વાગવા કે છોલાઈ જવા પર કરી લો રસોઈના આ મસાલાનો ઉપયોગ, નહીં રહે ઈન્ફેક્શનનો ખતરો

કામ કરતા સમયે ક્યારેક હાથમાં કટ લાગી જાય છે કે પછી છોલાઈ જાય છે. કેટલીક વાર તો રમતા સમયે બાળકોને વાગી જાય છે. એવામાં આપ આ ઘરેલું ઉપાયોની મદદથી જખમ અને ઇન્ફેકશનને ઠીક કરી શકો છો.

ઘરકામ કરતા સમયે, કિચનમાં ભોજન બનાવતા સમયે અને બાળકોને રમતા સમયે વાગી જ જતું હોય છે. ભોજન બનાવતા સમયે ઘણી વાર હાથમાં કટ લાગી જાય છે કે પછી છોલાઈ જાય છે. એવામાં કેટલીક વાર આપણે જખમ જોઈને ગભરાઈ જઈએ છીએ અને ડોક્ટરની પાસે ચાલ્યા જઈએ છીએ. જો કે, કિચનમાં કામ કરનાર મહિલાઓ મોટાભાગે આવા જખમને નજરઅંદાજ કરી દે છે. પરંતુ શું આપ જાણો છો કે, એનાથી આપને ઈન્ફેકશન પણ થઈ શકે છે. જો કે, નાના- મોટા જખમ માટે આપને ડોક્ટર પાસે જવાની જરૂરિયાત છે નહી. આપ કેટલાક ઘરેલું ઉપાયો અપનાવીને જખમને જલ્દીથી ઠીક કરી શકો છો. આ ઘરેલું ઉપાયોની મદદથી આપ પોતાને ઈન્ફેક્શનથી બચાવી શકો છો. ખાસ વાત એ છે કે, આ વસ્તુઓ આપના કિચનમાં જ ઉપલબ્ધ હોય છે ચાલો જાણીએ….

-હળદર:

image soucre

હળદરના ગુણો વિષે તો આપણે બધા જાણીએ જ છીએ. હળદર ભોજનમાં જેટલી ફાયદાકારક હોય છે એટલી જ લગાવવામાં પણ અસરદાર છે. જખમ થવાથી કે પછી કપાઈ કે છોલાઈ જવાથી જો લોહી અટકી નથી રહ્યું તો આપે તરત જ હળદર પાઉડર લગાવી શકો છો. હળદર એંટીબાયોટિક અને એંટીસેપ્ટિકની જેમ કામ કરે છે, જેનાથી જખમ જલ્દી જ ભરાઈ જાય છે. જખમ થાય ત્યારે આપ હળદરવાળું દૂધ પણ પી શકો છો.

-નારિયેળનું તેલ:

image soucre

કટ થવા સમયે કે છોલાઈ જાય ત્યારે આપ નારિયેળનું તેલ લગાવી શકો છો. નારિયેળના તેલમાં એંટી બેક્ટેરીયલ અને એંટી ઈન્ફ્લેમેટ્રી ગુણ હોય છે. જેનાથી જખમમાં ઘણી જલ્દી આરામ મળે છે. આપે જખમ થાય ત્યારે પણ નારિયેળનું તેલ લગાવી શકો છો. એનાથી જખમવાળી જગ્યા પર એક સ્તર બની જાય છે અને બેક્ટેરિયા અંદર જઈ શકતા નથી.

-મધ:

image soucre

મધમાં એંટીબેક્ટેરીયલ, એંટીમાઈક્રોબિયલ અને એંટીફંગલ ગુણ ધરાવે છે. એને આપ કટ લાગે કે પછી છોલાઈ જાય ત્યારે પણ લગાવી શકો છો. મધમાં એંટીસેપ્ટિક તત્વ પણ મળી આવે છે જેનાથી ઇન્ફેકશનથી બચવામાં મદદ મળે છે. મધથી જખમ પણ ઝડપથી ભરાઈ જાય છે. મોઢું આવી જાય કે પછી બળતરા થાય ત્યારે પણ મધ લગાવી શકાય છે.

-એલોવેરા:

image soucre

એલોવેરાનો છોડ આપને બધા ઘરોમાં સરળતાથી મળી જશે. આપ વાળ અને સ્કિન પર કે પછી કટ થઈ જાય ત્યારે કે પછી છોલાઈ જાય ત્યારે, જખમ થઈ જાય ત્યારે એલોવેરા જેલ લગાવી શકો છો. આપ ઈચ્છો તો એલોવેરા જેલને જખમ પર પણ લગાવી શકો છો. એલોવેરમાં સાઈટોકેમિકલ્સ પણ હોય છે, જેનાથી જખમ જલ્દી ઠીક થઈ જાય છે અને દુઃખાવો ઓછો થઈ જાય છે.

-ડુંગળી:

image soucre

કિચનમાં ડુંગળી હંમેશા ઉપલબ્ધ હોય છે. ડુંગળીના રસમાં એલિસીન હોય છે જે એંટી- માઈક્રોબિયલ કંપાઉંડ છે. હળવા જખમ પર આપ ડુંગળીનો રસ લગાવી શકો છો. એનાથી જખમ પણ જલ્દી ભરાઈ જશે. ડુંગળીમાં એંટી ઈન્ફ્લેમેટ્રી ગુણ પણ હોય છે જેનાથી ઇન્ફેકશનનો ખતરો ઓછો થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત