Site icon Health Gujarat

જબરો કાંડ થયો, શાહરૂખ ખાનના બંગલો મન્નતની 25 લાખની નેમપ્લેટ ગાયબ, જાણો હવે શું મોટો ખુલાસો થયો

સુપરસ્ટાર શાહરૂખ ખાન લગભગ ત્રણ દાયકાથી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યો છે અને કરોડો દિલોના રાજા તરીકે ઉભરી આવ્યો છે. હકીકતમાં, ‘જબ તક હૈ જાન’ ના અભિનેતાનું ઘર મન્નત પણ ચાહકો માટે આકર્ષણનું સ્થળ રહ્યું છે અને લોકો ઘણીવાર શાહરૂખના ઘરની બહાર પોઝ આપતા અને સેલ્ફી ક્લિક કરતા જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે, વર્ષો પછી બંગલાને નવી નેમપ્લેટ મળ્યા બાદ શાહરૂખ અને મન્નત ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા. અને હવે, મન્નત ફરી એકવાર ચર્ચામાં છે કારણ કે નવી નેમપ્લેટ ગુમ થઈ ગઈ છે.

image source

આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે ચાહકો મન્નતની ખોવાયેલી નેમપ્લેટ વિશે ટ્વિટ કરતા જોવા મળ્યા. એક ટ્વિટર યુઝરે મન્નતની બહારનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંગલાની નેમપ્લેટ નથી. વીડિયોમાં કેપ્શન આપવામાં આવ્યું હતું કે, “હું મારા જીવનમાં પહેલીવાર #Mannat ગયો અને જોયું કે ત્યાં કોઈ નેમપ્લેટ નથી. મને લાગ્યું કે કંઈક થઈ રહ્યું છે.” કહેવાની જરૂર નથી કે આનાથી ચાહકો આશ્ચર્ય પામી રહ્યા છે કે મન્નતની નવી નેમપ્લેટ ક્યાં છે.

Advertisement

જો કે, દરેકની રાહત માટે, મન્નતની નેમપ્લેટ ખોવાણી નથી. તેના બદલે, તેને સમારકામ માટે દૂર કરવામાં આવે છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “તેને સમારકામ માટે ઉતારવામાં આવી હતી. તે ઘરની અંદર છે, વાસ્તવમાં બગીચામાં છે.” સૂત્રએ એવી પણ ખાતરી આપી હતી કે સમારકામની કામગીરી બાદ ટૂંક સમયમાં નેમપ્લેટ મૂકવામાં આવશે.

image source

કિંગ ખાનના બંગલાની નેમપ્લેટ કથિત રીતે ઘરની બોસ ગૌરી ખાને ડિઝાઇન કરી છે અને તેની કિંમત લાખોમાં છે. “તે નેમપ્લેટની કિંમત લગભગ 20-25 લાખ છે કારણ કે ગૌરી ખાન ફેમિલી સ્ટાન્ડર્ડ પ્રમાણે કંઈક ક્લાસી ઈચ્છે છે અને આ નેમપ્લેટ શ્રીમતી ખાનની ક્લાસિક પસંદગીને પ્રતિબિંબિત કરે છે.”

Advertisement
Advertisement
Exit mobile version