Site icon Health Gujarat

જગત મંદિર દ્વારકા અને સોમનાથ મંદિરની સુરક્ષામાં કરાયો મોટો વધારો, મળી છે ઉડાડી દેવાની આતંકવાદી ધમકી, કારણ છે કંઈક આવું

દેશમા હાલમા જ એક ટિપ્પણી વિવાદના લીધે ઘણા શહેરોમા પરિસ્થિતિ કાબૂ બહાર છે. ઘણી જગ્યાઓ પર હિંસક પ્રદર્શન પણ થઈ રહ્યા છે ત્યારે દેશની સુરક્ષા એજન્સીઓને બે મોરચે કામ કરવાનું ચાલુ કરી દીધું છે, એક બાજુ દેશની આંતરિક સુરક્ષા અને બીજી બાજુ આતંકવાદી હુમલાથી દેશને બચાવવામાં લાગી ગયા છે.

રાજ્યના સૌથી મોટા બે મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો : 
ગુજરાતની સાથે સાથે દિલ્હી અને મુંબઈ પણ આતંકીઓના નિશાન પર જ છે ત્યારે ગુજરાત સુરક્ષા એજન્સીઓ ભારે ઍલર્ટ થઈ ગઈ છે, સૌરાષ્ટ્રના બે મુખ્ય મંદિર ગણાતા એવા જગત મંદિર દ્વારકા અને સોમનાથ મંદિરની સુરક્ષામા પણ મોટો વધારો કરાયો છે. ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા અને પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર સોમનાથમા બારે માસ શ્રદ્ધાળુ ભક્તોની ભારે ભીડ રહે છે એવામા આતંકવાદી હુમલાને લઈને અહીં સૌથી મોટો ખતરો છે.

Advertisement
image sours

જાહેર સ્થળો પર સઘન ચેકિંગ થઈ રહી છે :
આ મંદિરોની સુરક્ષાની સાથે સાથે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ કડક ચેકિંગ કરાય રહ્યું છે. આ સિવાય બીજું એક મોટું મંદિર શામળાજી મંદિરની સુરક્ષાને વધારવાનો પણ આદેશ આપવામા આવ્યો છે, મંદિર દ્વારા તેની પ્રાઇવેટ સુરક્ષા પણ વધારાય છે.

આવતા સમયમા અમદાવાદમા ભવ્ય રથયાત્રા પણ યોજાશે : 
આવતા સમયમા અમદાવાદમા લાખો ભક્તોની ભીડ વચ્ચે રથયાત્રાનુ આયોજન પણ કરાશે છે ત્યારે પોલીસે તેની સુરક્ષા માટે પણ ભારે તૈયારી કરી લીધી છે અને અત્યાધુનિક ડિવાઇસની મદદથી અને હજારો જવાનોની કડક સુરક્ષા સાથે આ રથયાત્રાની સુરક્ષા કરવાનુ આયોજન કરાય રહ્યું છે.

Advertisement
image sours
Advertisement
Exit mobile version