Site icon Health Gujarat

જો તમે જમ્યા પછી કરો છો આ કામ તો થઇ જાવ સાવધાન નહિ તો થઇ શકે છે…

શરીરને ફિટ રાખવા દરેક જીવને ખાવું તો પડે જ છે. પછી તે માણસ હોય કે જાનવર. આપણે દિવસમાં ત્રણ વાર પૂરતો ખોરાક લઈએ છીએ. અને તેમાંય ગુજરાતી એટલે ખાવા-પીવામાં ભારે પાવધરા.


ગરમા ગરમ ઊંધિયું, પુરી , છાશ, પાપડ, સલાડ અને ઠંડા પાણીનો ગ્લાસ.. આટલું માત્ર વાંચ્યા પછી મોં માં મમ્મ.. મમ્મ.. થવા લાગે તેનું નામ ગુજરાતી.

Advertisement


અને જો આવી થાળી નજર સામે હોય અને કકડતી ભૂખનો પણ સંગ હોય તો ગુજરાતી બે પેટ કરીને જમે અને એ પણ સફાચટ થાય ત્યાં સુધી. ખેર, ગુજરાતીની ખોરાક આદતની વાતને બાજુ પર મૂકી મૂળ મુદ્દા પર આવીએ.

ઘણા ખરા લોકો એવા છે જેઓ પોતાના ખોરાક બાબતે બહુ સજાગ હોય છે. જેમકે ઋતુ પ્રમાણે , સમયસર, પૂરતો ખોરાક. એ સિવાય ડાયટ અને એક્સરસાઇઝ પર પણ એમનુ ફોકસ રહેતું હોય છે. પરંતુ આવા લોકો મોટેભાગે જમ્યા પછીની પોતાની આદતો પ્રત્યે ધ્યાન નથી આપતા.

Advertisement


જ્યારે દૈનિક ખોરાકમાં ઓછું કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન વધારે, ફેટ પર કંટ્રોલ જેવી સાવચેતી રાખવાથી પણ વધુ જરૂરી છે કે જમ્યા પછીની આપણી રૂટિન આદતો શું છે ? કરણ કે તેનો સીધે સીધો પ્રભાવ આપણી પાચનક્રીયા પર પડે છે. અને તેના પરિણામ સ્વરૂપ ધ્યાન રાખવા છતાં આપણા શરીરમાં અપેક્ષિત ફેરફાર નથી મેળવી શકતા.

પ્રસ્તુત લેખમાં આપણે થોડી એવી આદતો વિશે ચર્ચા કરીશું જે સામાન્ય રીતે મોટાભાગના લોકોમાં રૂટિન તરીકે ઘર કરી ગઈ છે. તેવી કઈ કઈ આદતો છે જે આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકર્તા બની શકે છે ? આવો જોઈએ..

Advertisement

જમ્યા પછી તરત સુઈ જવું


આ લગભગ દરેક લોકોની આદત હશે. ભરપેટ જમ્યા પછી એય… ને લાંબા થઈને સુઈ જવું. તેમાંય જ્યારે જમવામાં ભાત હોય એટલે એવું ઘેંન ચડે કે ન પૂછો વાત. પરંતુ શરીરના આરોગ્ય માટે આ બાબત સારી નથી. બપોરનું અથવા રાત્રિનું જમ્યા પછી સીધા સુઈ જવાથી આપણી પાચનક્રિયા મંદ પડી જાય છે જેના કારણે પેટ ફુલવા અને ગેસ જેવી સમસ્યા ઉભી થાય છે.

Advertisement

જમ્યા પછી ફ્રુટ/ફળ ખાવા


ઘણાં લોકોની એવી આદત હોય છે કે તેઓને જમ્યા પછી ફ્રુટની ચીરીઓ ખાવી જ જોઈએ. માન્યતા એવી છે કે ફ્રુટ ખાધેલા ખોરાકને પચાવવામાં ઉપયોગી નીવડે છે પરંતુ એ સંપૂર્ણ હકીકત નથી. મોટાભાગના ફ્રુટમાં ઓછા-વત્તા પ્રમાણમાં સુગરની માત્રા હોય છે જે પચવામાં ઉપયોગ થાય છે. પરંતુ બપોરનું કે રાત્રિનું ભોજન એટલું હેવી હોય છે કે તેને પચતા સમય લાગે છે. તેવામાં જમવું અને જમ્યા પછી ફ્રુટ ખાઈ પાચનશક્તિની કસોટી કરવા કરતાં જમ્યા પછી તરત જ ફ્રુટ ખાવાની આદત છોડવી જ સારી બાબત છે. ફ્રુટ ખાવા માટે જમ્યાનાં અમુક સમય પહેલા અથવા અમુક સમય પછીનો સમય યોગ્ય રહે.

Advertisement

જમ્યા પછી તરત નહાવું


જો કે આ આદત લગભગ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. પરંતુ જમ્યા પછી તરત નહાવું આરોગ્ય માટે સારું નથી. એનું કારણ એ છે કે જ્યારે આપણે ભરપેટ જમી લઈએ ત્યારબાદ તેને પચાવવા આવશ્યક રક્તસંચાર માટે શરીરને બહુ બધી ઉર્જાની જરૂર પડે છે. તેવા સમયે એટલે કે જમ્યા પછી તરત નહાવાથી શરીરનું તાપમાન ઠંડુ પડી જાય છે જેથી શરીરનું તાપમાન સામાન્ય કરવામાં શરીરની એ ઉર્જા ખર્ચાઈ જાય જે રક્તભ્રમણ માટે જરૂરી હતી.

Advertisement

જમ્યા પછી તરત ચા અથવા કોફી


ખાસ કરીને રાત્રિનું ભોજન જમ્યા પછી અમુક લોકોને ચા અથવા કોફી પીવાની આદત હોય છે જે આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક છે. ચા માં પોલીફેનોલ અને ટેનિન નામક તત્વ રહેલું હોય છે જે શરીરને ખોરાકમાંથી આયરન શોષવાથી રોકે છે. જે લોકોને શરીરમાં આયરનની ઉણપ હોય તેવા લોકોએ આ આદત ખાસ ત્યજી દેવી જોઈએ.

Advertisement

જમ્યા પછી તરત ચાલવું


તમને થશે ચાલવું તો શરીર માટે ફાયદાકારક છે તેનાથી વળી શું નુકશાન ? વાત સાચી પણ જમ્યા બાદ તરત જ ચાલવા જવું હિતાવહ નથી. જમી લીધા બાદ ઓછામાં ઓછું 20 મિનિટ પછી જ ચાલવા જવું જોઈએ. આ રીતે કરવાથી શરીરની પાચન શક્તિ તો સુધરે જ છે સાથે ગેસ / પેટમાં દુખાવા જેવી સમસ્યા આપોઆપ જ દૂર થઈ જાય છે.

Advertisement

જમ્યા પછી ધુમ્રપાન


આ આદત તો એકડે એકથી જ નુકશાનકર્તા છે. ધુમ્રપાન એટલે શરીરનું સ્પષ્ટ કચ્ચરઘાણ. જે લોકોને જમ્યા પછી બીડી / સિગારેટ ફૂંકવાની આદત હોય તેમણે જાણી લેવું જોઈએ કે સિગારેટમાં નિકોટીન / ટાર તથા એવાં જ અન્ય ઘાતક તત્વો રહેલા છે જે શરીરમાં જવાથી અલ્સર જેવી બીમારી થવાનો ભય રહેલો છે.

Advertisement

બેલ્ટ ઢીલો કરવો


ઘણા લોકોનું જમ્યા પછી એટલું વધી જાય છે કે તેમને પોતાનો બેલ્ટ ઢીલો કરવો પડે છે. અને એવાય કેટલાય બહાદુરો હોય છે જેઓ જમ્યા પહેલા જ બેલ્ટ ઢીલો કરી જમવા પર તૂટી પડવાની તૈયારી સાથે જ પાથરણા પર બેસે છે. અસલમાં બેલ્ટ ઢીલો રાખવો કે ટાઈટ એ ખરાબ આદત નથી પણ જો જમ્યા પછી તમારે બેલ્ટ ઢીલો કરવાની જરૂર પડતી હોય તો એ દર્શાવે છે કે તમે ઓવરઇટિંગ કર્યું છે. અને ઓવરઇટિંગ પેટ / વજન વધવાનું બારણું છે.

Advertisement

જમ્યા પછી ઠંડુ પાણી પીવું


જમ્યા પછી ફ્રીજનું અથવા બરફથી ઠંડુ કરાયેલું પાણી પીવા કરતા સહેજ ગરમ કરેલું એટલે કે નવશેકું પાણી પીવું શરીરની પાચન શક્તિ વધારવા માટે લાભદાયી છે. જો કે આવું પાણી જમ્યા પછીની અડધી કલાક બાદ પ્રયોગમાં લેવું વધુ હિતાવહ છે.

Advertisement

દરરોજ આવી ઉપયોગી ટીપ્સ અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

Advertisement
Advertisement
Exit mobile version