Site icon Health Gujarat

જાણો મંગળવારના દિવસે ક્યાં કામ કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે, સાથે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે

અઠવાડિયાના તમામ દિવસોમાં મંગળવારનો સ્વભાવ ઉગ્ર માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસ મંગળ ગ્રહનો છે, જ્યારે ધાર્મિક માન્યતા અનુસાર મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાથી મંગળ દોષ દૂર થાય છે અને આર્થિક અને અન્ય સમસ્યાઓથી મુક્તિ મળે છે. આ દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યાં તમે આ દિવસે કેટલાક કામ કરીને સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

image source

મંગળવારે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને ચઢાવો. ધાર્મિક માન્યતા અનુસાર આ કામ ફક્ત પુરુષોએ જ કરવું જોઈએ. તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ તકલીફો દૂર કરે છે.

Advertisement

મંગળવાર મંગળ ગ્રહનો દિવસ છે અને જ્યોતિષશાસ્ત્રમાં મંગળને મકાન-ભૂમિ, પરાક્રમ, શૌર્ય અને હિંમતનું પ્રતિક માનવામાં આવે છે, તેથી આ દિવસે શસ્ત્ર વ્યવહાર, બહાદુરીના કાર્યો, સ્થાવર મિલકત, લગ્ન કાર્ય અથવા મુકદ્દમાની શરૂઆત કરવું યોગ્ય માનવામાં આવે છે.

લોન ચૂકવવા માટે મંગળવાર ખૂબ જ સારો દિવસ છે. જો તમને કોઈ કારણસર લોન મળી હોય તો તે મંગળવારે ચૂકવવી જોઈએ. તેનાથી લોન ઝડપથી ચૂકવાય છે.

Advertisement
image source

મંગળવારે દક્ષિણ, પૂર્વ, અગ્નિ દિશામાં યાત્રા કરી શકાય છે. આ સિવાય આ દિવસે વીજળી, અગ્નિ કે ધાતુઓથી સંબંધિત વસ્તુઓનું ખરીદ-વેચાણ કરવું યોગ્ય છે.

Advertisement
Advertisement
Exit mobile version