Site icon Health Gujarat

જેઠાલાલ જાહેરાત કરી કે દયાબેન આવે છે, તો ફેન્સ ગુસ્સે થયા અને મો પર જ ચોપડાવી દીધું- જેઠાલાલ હવે મૂર્ખ બનાવવાનું બંધ કરો

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયા બેન ક્યારે આવશે. દયા ભાભીની વાપસી ક્યારે થશે તેનાં પર સવાલો છેલ્લાં ચાર વર્ષથી થઇ રહ્યાં છે. ‘જેઠાલાલ ગડા’ એ અપકમિંગ એપિસોડમાં જ જાહેરાત કરશે કે, દયા પાછી આવી રહી છે. દુકાનનાં ઉદ્ધાટન માટે તે આવી રહી છે. શૉની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ ગઇ છે, સાથે જ તેનાં પર ટ્રોલ્સ અને ફેન્સની કમેન્સ આવી ગઇ છે. તેમનું કહેવું છે, આ વખતે જો તમે કોઇ કૌભાંડ કર્યું તો હવે અમે શૉ નહીં જોઇએ.

તમને જણાવી દઇએ કે, દિશા વાકાણીએ હાલમાં જ દીકરાને જન્મ આપ્યો છે અને હવે તેને એક દીકરો અને એક દીકરી છે. તેમજ થોડા દિવસ પહેલાં જ શૉનાં પ્રોડ્યુસર અસિત મોદીએ પણ એક ઇન્ટરવ્યૂમાં જાહેરાત કરી હતી કે, શોમાં દયા ભાભી પરત આવશે. પછી તે દિશા હોય કે નિશા હોય શું ફરક પડે છે.

Advertisement

વર્ષ 2018થી દિશા વાકાણી આ શૉથી દૂર છે. અને હવે ચાર વર્ષ બાદ શૉમાં ‘દયાભાભી’ની એન્ટ્રી થવા જઇ રહી છે. ત્યારે તે દિશા વાકાણી છે કે અન્ય કોઇ તે અંગે હજુસુધી કોઇ ફોડ પાડવામાં આવી નથી.

આખરે એ દિવસ આવી ગયો છે જ્યારે ગોકુલધામ દયાબેનનું પરત જોવા મળશે. અમે નહીં પરંતુ તેના જેઠાલાલા ખુદ શોમાં તેના પરત ફરવાની પુષ્ટિ કરી છે. હા, તમે તે સાચું સાંભળ્યું છે! 20-સેકન્ડની એક લાંબી ક્લિપમાં જેઠાલાલ મોટી જાહેરાત કરતા જોવા મળે છે અને રહેવાસીઓને કહે છે કે ઉદઘાટનના દિવસે દયા પાછા આવી રહ્યા છે. આ સમયે જ કોમલ ભાભી કહે છે કે, આ ઉજવણીનો સમય છે અને તેઓએ બધાએ ગરબા કરવા જોઈએ. સમગ્ર ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ ઉજવણીના માહોલમાં ઊતરી ગયા.

Advertisement
image source

જો કે, સોશિયલ મીડિયા પર લોકો આ વાતથી ખુશ કે આશ્ચર્યચકિત જણાતા નથી. એકે કહ્યું તેમ, “જો આ વખતે પણ તમે છેતરી રહ્યાં છો અને આ કોઇ કૌભાંડ હશેતો અમે હવે શો નહીં જોઇએ. ઘણા લોકો આ શૉ જોવાનું બંધ કરી દેશે. લોકો કહે છે કે અમારી લાગણીઓ સાથે રમત ન કરો.” જ્યારે બીજાએ કહ્યું, “અગર સચ મૈ આના હૈ તો આ વરના પબ્લિક કી ફિલિંગ્સ કે સાથ મત ખેલો”

તો અન્ય એક લખે છે કે, ક્યાં સુધી જનતાને મુરખ બનાવશો, તો અન્ય એક લખે છે કે, આ વખતે તો આવી જ જજે હો.. તો બીજાએ લખ્યુ કે, વેલકમ બેક દયાબેન.. તમને ખબર નથી આ સમાચારથી મારા પરિવારનાં લોકો કેટલાં ખુશ થઇ જશે.

Advertisement
Advertisement
Exit mobile version