Site icon Health Gujarat

જો શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો આ ચીજો ખાવાથી મળશે ડબલ ડોઝ

કેલ્શિયમની ઉણપને કારણે લોકોના હાડકા નબળા થવા લાગે છે અને હાડકામાં દુખાવો થવા લાગે છે. સ્નાયુઓમાં ખેંચાણ પણ શરૂ થાય છે. યાદશક્તિમાં ઘટાડો થાય છે. વધતી ઉંમર સાથે કેલ્શિયમની ઉણપને કારણે થતી સમસ્યાઓ વધવા લાગે છે.

image source

જો કે કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે દૂધ, દહીં, ચીઝ, સોયાબીન, તલ વગેરે ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ અન્ય ઘણા ખોરાકમાં પણ કેલ્શિયમ હોય છે. જાણીએ એવી પાંચ વસ્તુઓ વિશે, જેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે.

Advertisement

બીજ પોષણથી ભરપૂર હોય છે. આમાંથી કેટલાક, જેમ કે ખસખસ, તલ અને ચિયા, કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે.

કઠોળને મોટાભાગે પ્રોટીનથી ભરપૂર માનવામાં આવે છે પરંતુ કેટલીક કઠોળમાં કેલ્શિયમ પણ નોંધપાત્ર માત્રામાં હોય છે. ચણાની દાળ અને રાજમા કેલ્શિયમથી ભરપૂર હોય છે.

Advertisement
image source

બદામ શરીર માટે કેટલી હેલ્ધી છે તે દરેક વ્યક્તિ જાણે છે. તે જાણવા જેવું છે કે બદામમાંથી પણ સારી માત્રામાં કેલ્શિયમ લઈ શકાય છે.

પાલકમાં આયર્ન તો હોય જ છે, સાથે તેમાં કેલ્શિયમ પણ જબરદસ્ત હોય છે.

Advertisement
Advertisement
Exit mobile version