કબજીયાતની સમસ્યાથી લઇને રાત્રે સારી ઊંઘ આવે એ માટે એક ગ્લાસ પાણીમાં આ બે વસ્તુઓ એડ કરીને પીવો તમે પણ

રાત્રે પથારીમાં આડા પડ્યા બાદ પણ ઉંઘ ન આવવી અથવા તો ખૂબ મોડે મોડે ઉંઘ આવવી તે તમારા શરીર તેમજ માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. ઉંઘ ન આવવા પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે. ઉંઘ નહીં આવવાની સમસ્યાથી રાહત મેળવવાના ઉપાયો પણ ઘણા બધા છે. તમે તમારા ઘરમાં જ હાજર વસ્તુઓનું સેવન કરીને તમારી ઉંઘને સ્વસ્થ બનાવી શકો છો અને સ્વાસ્થ્યને પણ સ્વસ્થ બનાવી શકો છો. જો તમે રાત્રે સુતા પહેલાં પાણીના એક ગ્લાસમાં આ બે વસ્તુઓ મિક્સ કરીને પીશો તો તેનાથી તમને ખૂબ લાભ થશે.

IMAGE SOURCE

રાત્રે ઉંઘ ન આવવાથી પરેશાન છો તો તેનાથી બેચવા માટે તમારે એક ખાસ ડ્રિંકનું સેવન કરવું જોઈએ. સાથે સાથે જો તમને કબજીયાતની સમસ્યા હોય તો આ ડ્રિંક તમારી તે સમસ્યાને પણ દૂર કરશે અને તમારું પેટ સાફ રાખવામાં તમારી મદદ કરશે.

IMAGE SOURCE

આ અદ્ભુત પીણાને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. આખો દિવસ કામ કરવાથી તેમજ કેટલીક ઘરની સમસ્યાઓના કારણે અથવા તો ટેન્શનના કારણે ઉંઘ ન આવવાની સમસ્યા રહેતી હોય છે. તેવામાં આ ડ્રિંક તમારી ખૂબ મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ આ હેલ્થ ડ્રીંક બનાવવાની સરળ રીતને.
પાણીમાં મિક્સ કરો એપલ સાઇડર વિનેગર અને મધ

IMAGE SOURCE

ઉંઘ નહીં આવવાની સમસ્યા અને પાચનની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે આ ડ્રિંક તમારા માટે કમાલ કરશે. આ ડ્રિંકને એપ્પલ સાઇડર વિનેગરની સાથે તૈયાર કરવામા આવે છે. આ ડ્રિંક માત્ર તમારી અનિંદ્રાની સમસ્યામાં સુધારો નહીં કરે પણ તમારી પાચન ક્રિયાને પણ સ્વસ્થ બનાવવામાં તમારી મદદ કરશે. આ ડ્રિંકને રાત્રે સુતા પહેલાં પીવાનું હોય છે. તેને બનાવવા માટે તમારે બે ચમચી એપલ સાઇડર વિનેગરને એક ગ્લાસ પાણીમાં ઉમેરવું અને તેને પાણીમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવું. ત્યાર બાદ એક ચમચી મધ લેવું અને તેને પણ આ જ પાણીમાં સારી રીતે મિક્સ કરી લેવું. તૈયાર થઈ ગયું તમારું નાઇટ હેલ્થ ડ્રિંક. ચાલો હવે એ જાણીએ કે તે તમારા શરીરને કેવી રીતે મદદ કરીશકે છે.

સારી ઉંઘ લાવવામાં મદદ મળશે

IMAGE SOURCE

એપલ સાઇડર વિનેગર અને મધના પાણીનું નિયમિત સેવન કરવાથી તમને ઉંઘ સારી આવશે. એપ્પલ સાઇડર વિનેગર અને મધ બન્ને જ સ્ટ્રેસને દૂર કરવામાં લાભપ્રદ માનવામાં આવે છે. આ તમારા મગજને તાણ મુક્ત કરીને ઉંઘ લાવવા માટે અસરકારક રીતે કામ કરે છે. જો તમે વજન ઘટાડવા માગતા હોવ તો તમારે ગરમ પણીમાં આ બન્ને વસ્તુઓ મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. તેમ કરવાથી તમારા પેટની ચરબીમાં ઘટાડો થાય છે.
પાચનમાં મળે છે રાહત

IMAGE SOURCE

આ ખાસ ડ્રિંકનું સેવન તમારા પાચનને સ્વસ્થ બનાવવામાં મદદ કરી શકે છે. જો તમે રોજ નિયમતિપણે આ ડ્રિંકનું સેવન કરશો તો તમારી પાચન સંબંધિત સમસ્યાઓથી તમને છૂટકારો મળી શકે છે. જેમાં કબજીયાત, અપચો તેમજ પેટ ફુલવાની સમસ્યાનો સમાવેશ થાય છે. આ ડ્રિંક પાચનને વધારવામાં મદદ કરે છે. રોજ રાત્રે તેને સુતા પહેલાં પીવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત