કાનમાં થતી પીડાને અવગણવાની ભૂલ ન કરશો – નહીંતર થઈ શકો છો બહેરા – આ કૂદરતી ઉપચારો દ્વારા કરો પીડાને દૂર

કાનની પીડા એ એક સામાન્ય સમસ્યા છે. પણ સાથે સાથે જ ખૂબ જ સતાવે પણ છે. કાનની પીડા ઉદ્ભવવા માટે કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી. તે નાના છોકરાને પણ થઈ શકે છે અને વૃદ્ધને પણ થઈ શકે છે. અને ક્યારેક તો આ પીડાને આપણે સાવ અવગણી જ દઈએ છે. પણ શું તમે જાણો છો કે વારંવાર આવી રીતે કાનની પીડાને ઇગ્નોર કરવી તે તમને ભવિષ્યમાં બહેરા પણ બનાવી શકે છે. અને માટે જ જો આ સમસ્યા તમને લાંબા સમય માટે અથવા અવારનવાર સતાવ્યા કરતી હોય તો તેની સારવાર જરૂર કરાવી લેવી જોઈએ.

image source

આજે અમે તમારા માટે કાનની પીડા દૂર કરવાના કેટલાક ઘરગથ્થુ ઉપાયો લઈને આવ્યા છીએ. જે તમને તે પીડાથી રાહતઆપી શકે છે. પણ તે માટે સૌ પ્રથમ તો તમારે કાનમાં ઉદ્ભવતી પીડા પાછળનું કારણ જાણવું જરૂરી છે. તે વિવિધ કારણોસર થઈ શકે છે જે નીચે પ્રમાણે છે.

– મસાઇનસની સમસ્યા હોવી

– કાનમાં એર વેક્સ જામી જવી

– નાહતી વખતે કાનમાં પાણી અથવા સાબુ જતો રહેવો.

– કાનની કેનાલમાં એક્ઝિમા હોવું

– દાતમાં કોઈ પ્રકારનું સંક્રમણ થવું

image source

– જડબામાં દુખાવો થવો કે સંધિવા થવું

– જડબામાં કોઈ પ્રકારનું સંક્રમણ થવું

– લાંબા સમય સુધી ફોન પર વાતો કરવી.

– ઠંડી લાગી જવી.

– ગળુ ખરાબ થઈ જવું.

– કાનમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવું

કાનની પીડાને દૂર કરવાના કૂદરતી અને ઘરગથ્થુ ઉપાયો

image source

તુલસી

તુલસી એક આયુર્વેદિક ઔષધિ છે અને તેના ઘણા બધા ઔષધિય ઉપયોગો છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે કાનની પીડાને ઓછી કરવામાં મદદ કરી શકે છે. તુલસીના 6-7 તાજા પાનને પીસીને તેમાંથી રસ કાઢી લેવો. તે રસના 2-3 ટીપાં જે કાનમાં પીડા થઈ રહી છે તેમાં નાખવાથી પીડામાં ઘટાડો થશે.

image source

લસણ

કાનની પીડાને ઓછી કરવા માટે લસણનો ઉપયોગ એક સારો વિકલ્પ છે. તેમાં જીવાણુનાશક અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણો સમાયેલા છે, જે પીડા અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. 3 લસણની કળીઓને વાટીને તેમાં ત્રણ મોટા ચમચા સરસિયાનું તેલ ભેળવી લેવું, હવે તેને ગરમ કરવું. અને લસણની કળિયો જ્યાં સુધી કાળી ન થાય ત્યાં સુધી તેને ગરમ કરવું. હવે તેલને ઠંડુ પાડી તે તેલના 2-3 ટીપાં પીડાગ્રસ્ત કાનમાં નાખવા.

image source

આદુ

આદુમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે કોઈ પણ પીડા કે સોજાને ઘટાડવામાં લાભપ્રદ સાબિત થાય છે. આદુના એક ટુકડાને વાટીને તેમાંથી રસ કાઢી લેવો, હવે તે રસના 2 ટીપાં તમારા કાનમાં નાખવા, કાનની પીડા દૂર કરવા માટે આ ઉપાય ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

image source

ગરમ શેક

ગરમ પાણીમાં એક સ્વચ્છ નેપ્કીન કે રૂમાલ પલાળી તેને નીચોવી લેવો. હવે તમને જ્યાં પીડા થઈ રહી હોય તેના પર ગરમ રૂમાલથી સારી રીતે શેક કરી લેવો. જ્યાં સુધી તમને પીડા ઓછી થતી ન જણાય ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવો

image source

લવીંગ

લવીંગ એક કુદરતી દર્દનાશક ઔષધી છે. અરધી ચમચી લવિંગનું તેલ અને તલનું તેલ હળવું ગરમ કરીને મિક્સ કરી લેવું. તે તેલમાં એક કોટન બોલ પલાળવો, હવે તેને કાનની કેનાલ પર રાખવું. તે પીડામાં તુરત જ રાહત આપવાનું કામ કરશે.

image source

સરસિયાનું તેલ

ઘણીવાર કાનમાં ગંદકી વધી જવાથી પણ પીડા થતી હોય છે. તેવા સંજોગોમાં સરસિયાના તેલનો ઉપયોગ ખુબ જ લાબપ્રદ સાબિત થાય છે. એક કાનમાં 2-3 ટીપાં સરસિયાનું તેલ નાખી તેને તેમજ રાખી 10-15 મિનિટ સુધી રાહ જોવી. ત્યાર બાદ બીજા કાનમાં પણ આ રીતે પ્રયોગ કરવો. આમ કરવાથી કાનની ગંદકી દૂર થઈ જાય છે અને પીડામાં રાહત મળે છે.

image source

ડુંગળીનો રસ

ડુંગળીનો ઉપયોગ આપણે ખોરાકમાં અનેક રીતે કરીએ છીએ. તેને શાકમાં નાખીએ છીએ તો તેને સલાડ તરીકે પણ ખાઈએ છે. ડુંગળીમાં વિવિધ પ્રકારના ગુણો સમાયેલા છે. તેમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે પીડા અને સોજાને દૂર કરવામાં મદદ કરે છે. એક ડુંગળીને પીસીને તેનો રસ કાઢી, તે રસને હુંફાળો ગરમ કરવો અને તેના બે ટીપાં પીડાગ્રસ્ત કાનમાં નાખવા. તેનાથી પીડામાં ઘણી રાહત થશે.

image source

મીઠુ

મીઠુ પીડા નાશક તરીકે કામ કરે છે. એક વાસણમાં થોડું મીઠુ લઈ તેને ધીમી આંચે ગરમ કરવું. મીઠું ભૂરું થાય ત્યારે તેને વાસણમાંથી ડીશમાં લઈ લેવું. હવે આ મીઠાને એક સ્વચ્છ સુતરાઉ કાપડમાં લઈને તેની પોટલી બનાવી લેવી. હવે તેને તમારા કાનમાં જ્યાં પીડા થઈ રહી છે તેના ઉપર રાખો. આ ઉપાયથી તમારી પીડા તેમજ સોજો દૂર થઈ જશે.

image source

બદામનું તેલ

આપણે બધા જાણીએ છીએ કે બદામનું તેલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે. આ ઉપરાંત તે કાનની પીડાને ઘટાડવામાં પણ ઉત્તમ રીતે મદદ કરે છે. તેના માટે તમારે થોડું બદામનું તેલ ગરમ કરવું. હુંફાળુ ગરમ કરવું અને તેના 2-3 ટીપાં પીડાગ્રસ્ત કાનમાં ઉમેરવા. તમે ઇચ્છો તો પીડામાં રાહત મેળવવા માટે તમે આ તેલનું કાનની આસપાસ માલીશ પણ કરી શકો છો.

image source

લીમડો

લીમડાના ગુણોથી આપણે બધા જ માહિતગાર છીએ. તેનો ઉપયોગ પ્રાચીન સમયથી રોગમુક્તિ માટે કરવામાં આવે છે. લીમડામાં ભરપૂર આયુર્વેદિક ગુણો સમાયેલા છે. તેમાં એન્ટિફંગલ ગુણ છે જે સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે, અને તેના એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણો પીડા તેમજ સોજાને ઘટાડવામાં પણ મદદ કરે છે. લીમડાના તાજા પાનને પીસીને તેનો રસ કાઢી લો, હવે પીડાને દૂર કરવા માટે લીમડાના રસના કેટલાક ટીપાં કાનમાં નાખો.