સીક્રેટઃ આ છે કંગના રનૌતની સુંદરતાનું રહસ્ય, નથી યૂઝ કરતી મોંઘા બ્યૂટી પ્રોડક્ટ્સ

બોલિવૂડમાં અનેક એવી એક્ટ્રેસ છે જેઓએ પોતાની સુંદરતાનો જાદુ દર્શકો પર કાયમ રાખ્યો છે. ઐશ્વર્યા રાય બચ્ચ્ન, માધુરી દીક્ષિત નૈને, કેટરીના કૈફ કે પછી કંગના રનૌત. દરેક પોતાની સુંદરતાને માટે ચર્ચામાં રહે છે. અભિનેત્રી હોવાના કારણે એક એવી પણ માન્યતા છે કે તેઓ રોજ મોંઘા બ્યૂટી પ્રોડક્ટસનો ઉપયોગ કરતી હશે માટે તેઓ સુંદર દેખાય છે. પરંતુ આ વાત સતત ખોટી છે.સુંદર દેખાતી આ અભિનેત્રીઓ ક્યારેય ખાસ મોંઘા બ્યૂટી પ્રોડક્ટ્સ વાપરતી નથી અને ઘરેલૂ ઊપાયોની સાથે સ્કીનની કેર કરવાનું પસંદ કરે છે.

image source

કંગના રનૌત પોતાની સુંદરતાની સાથે ડ્રેસિંગ સેન્સ અને આક્રમક સ્વભાવ માટે પણ જાણીતી છે. હાલમાં કિસાન આંદોલનને લઈને, સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પણ તે ચર્ચામાં જોવા મળી હતી. આ સિવાય તેના ભાઈના લગ્નમાં તો તેનો લૂક ગજબનો જોવા મળ્યો હતો. તો તમે પણ આજે જાણી લો કે કંગના પોતાને સુંદર દેખાડવા માટે કઈ ટ્રિકનો ઉપયોગ કરે છે.

કંગનાએ આજે તમારી સાથે તેના બ્યૂટી સીક્રેટ્સ શેર કર્યા છે.

બેદાગ ત્વચાનું સીક્રેટ

image source

સ્કીનને દરેક સમયે સુંદર અને બેદાગ દેખાડવા માટે કંગના રેગ્યુલર બેસિસ પર ક્લીન્ઝિંગ, ટોનિંગ અને મોશ્ચરાઈઝિંગ કરે છે. ચહેરાને સાફ કરવા સોપ ફ્રી ક્લીંઝર યૂઝ કરે છે. એક સમયે તેણે કીધું છે કે તે ક્યારેય ફેસ પર સાબુનો ઉપયોગ કરતી નથી. તે માને છે કે સાબુથી ચહેરાના એસેન્શિયલ ઓઈલ ખતમ થઈ જાય છે અને સ્કીન ડ્રાય થાય છે.

મધનો કરે છે ઉપયોગ

image source

કંગનાનું કહેવું છે કે તેની સ્કીન સેન્સેટિવ છે. તેના માટે ચહેરા પર વધારે બ્યુટી પ્રોડક્ટ વાપરી શકતી નથી. કંગના ન તો ક્યારેય ફેશિયલ કરાવે છે. તે ચહેરાને ક્લીન કરવાનું પસંદ કરે છે. અને તેના માટે તે મધ લગાવવાનું પસંદ કરે છે.

મેકઅપને યોગ્ય રીતે હટાવવો જરૂરી

image source

કંગનાનું માનવું છે કે સ્કીનને હંમેશા ગ્લોઈંગ બનાવી રાખવા માટે મેકઅપ કરવો જરૂરી છે એટલું મેકઅપને સારી રીતે હટાવવું પણ જરૂરી છે. કંગના રાતના સમયે ક્યારેય મેકઅપ સાથે સૂતી નથી. ચહેરા પરથી મેકઅપ હટાવવા માટે તેને 20 મિનિટ લાગે છે. ફેસ ક્લીન કર્યા બાદ કંગના ચહેરા પર ટોનર અને મોશ્ચરાઈઝર લગાવે છે. આ પછી કંગના આઈ ક્રીમ લગાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત