કારેલા ખાવાથી પેટ સંબંધિત અનેક સમસ્યાઓ થાય છે દૂર, શું તમે જાણો છો બીજા આ ફાયદાઓ વિશે?

કારેલાનો સ્વાદ જેટલો કડવો છે તે સ્વાસ્થ્ય માટે એટલું જ ફાયદાકારક છે.કડવા કારેલા તમને ઘણી ગંભીર બીમારીઓથી બચાવી શકે છે,કારેલા ખાવાથી તમે અનેક રોગોથી છુટકારો મેળવી શકો છે.તો ચાલો અમે તમને જણાવીએ કારેલા ખાવાના ફાયદાઓ જે જાણીને તમે આજથી જ કારેલા ખાવાનું ચાલુ કરી દેશો.

ઘૂંટણમાં સોજો અથવા દુખાવો

image source

જો તમારા ઘૂંટણમાં સોજો આવે કે વધારે પડતો દુખાવો થાય તો તમારા માટે કડવા કારેલા ખૂબ ફાયદાકારક સાબિત થશે.

માથાનો દુખાવો

સામાન્ય રીતે જો તમને માથાનો દુખાવો હોય,તો તમારે કારેલાના તાજા પાંદડા પીસીને કપાળ પર લગાવવા જોઈએ,આ ઉપાયથી તમારા માથાનો દુખાવો સંપૂર્ણપણે દૂર થશે.

મોમાં થતા છાલા દૂર થશે

image source

કારેલા મોમાં થતા છાલાની સમસ્યા માટે પણ ખૂબ ફાયદાકારક છે.આ સમસ્યા દૂર કરવા માટે તમે કારેલાની છાલ કાઢો અને તેનો રસ બનાવો,ત્યારબાદ તે રસમાં થોડી મુલતાની માંટ્ટી નાખી આ પેસ્ટને તમારા છાલ પર લગાવો.આ ઉપાયથી તમારા છાલાની સમસ્યા દૂર થશે.

પેટને સંબંધિત બીમારી દૂર થાય છે

કારેલામાં ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં મળી આવે છે.તે કફ,કબજિયાત અને પાચનની સમસ્યાઓ દૂર કરે છે. ખોરાકનું પાચન કારેલાના સેવન દ્વારા યોગ્ય રીતે થાય છે અને કારેલાના સેવનથી નિયમિત ભૂખ લાગે છે.

અસ્થમાની સમસ્યા

image source

અસ્થમાની સમસ્યા દૂર કરવા માટે કારેલા ખૂબ ફાયદાકારક છે.અસ્થમાની સમસ્યામાં મસાલા વગરનું કારેલાનું શાક ખાવાથી વધુ ફાયદો થાય છે.

લીવર મજબૂત થાય છે

image source

કારેલાનો રસ પીવાથી લીવર મજબૂત બને છે અને લીવરની બધી સમસ્યાઓ દૂર થાય છે.દરરોજ કારેલાનો રસ પીવાથી લીવરની સમસ્યા માત્ર એક અઠવાડિયામાં જ દૂર થાય છે.કારેલા કમળાની સમસ્યા માટે પણ ફાયદાકારક છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે

કારેલાના પાનને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શકતું વધે છે અને શરીરમાં થતો કોઈ પણ ચેપ દૂર થાય છે.

ઉલ્ટીની સમસ્યા અટકાવે છે

image source

જો તમને ઉલ્ટી અને ડાયરિયાની સમસ્યા છે અથવા તો કોલેરા થયો છે તો કારેલાના રસમાં કાળું મીઠું નાખીને તરત પીવો.આ પીણું પીવાથી ઉલ્ટી અને ડાયરિયા તરત જ બંધ થશે.

લકવાની સમસ્યા

લકવો અથવા પેરાલિસિસની સમસ્યા દૂર કરવા માટે પણ કારેલા ખૂબ અસરકારક ઉપાય છે.લકવાના દર્દીઓએ કાચા કારેલાનું સેવન કરવું જોઈએ.
લોહી શુદ્ધ કરે છે

image source

કારેલા લોહી શુદ્ધ કરવા માટે અમૃત જેવું કામ કરે છે.તે ડાયાબિટીઝમાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. ડાયાબિટીઝમાં એક કપ કારેલાનો રસ સમાન પ્રમાણમાં ગાજરનો રસ પીવાથી ફાયદો થાય છે.

બવાસીર

કારેલા બવાસીરની સમસ્યા દૂર કરવામાં ખૂબ ફાયદાકારક છે.એક ગ્લાસ કારેલાના રસમાં અડધી ચમચી ખાંડ ઉમેરીને પીવાથી બવાસીરની સમસ્યા દૂર થાય છે.

સંધિવા

image source

સંધિવાની સમસ્યા અથવા હાથ-પગમાં થતી બળતરા દૂર કરવા માટે કારેલાના રસથી મસાજ કરવી એ ફાયદાકારક માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત