કરિનાની રૂપાળી સ્કિન પાછળ છુપાયેલુ છે આ રહસ્ય, જાણો અને તમે પણ અજમાવો

બોલિવૂડ એક્ટ્રેસ બેબો એટલે કે કરીના કપૂરનો જન્મ-દિવસ 21 સપ્ટેમ્બરના દિવસે હતો.આ જન્મ-દિવસ પર તે 40 વર્ષની થઈ છે.શું તમે ક્યારેય વિચાર્યું છે કે 40 વર્ષની ઉંમરે પણ તેની ચમકતી અને બેદાગ ત્વચાનું રહસ્ય શું છે ? તો ચાલો અમે તમને જણાવીએ કે કરીનાના તે 5 બ્યુટી સિક્રેટ્સ …

image source

કરીના કપૂરને તેમના જન્મ-દિવસ પર સોશ્યલ મીડિયા પર તેમને ચાહકો તરફથી ઘણી શુભેચ્છાઓ મળી હતી. કરીના કપૂરે તેના જન્મદિવસ પર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ ખાસ અને ભાવનાત્મક પોસ્ટ પણ લખી છે.કરીનાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે,’જેમ હું મારા 40 માં વર્ષમાં જતાંની સાથે જ,હું બેસવાની ઇચ્છા રાખું છું.મારે સમજવું છે.હું પ્રેમ કરવા,હસવા,બધું ભૂલી જવા તથા માફ કરવા માંગુ છું.મને તાકાત આપવા બદલ હું તેમનો આભાર માનું છું કે જેણે મને મજબૂત બનાવી છે.”તેમણે આગળ લખ્યું,” કેટલાક સાચા, કટલાક ખોટા કેટલાક ખૂબ સારા,કેટલાક ખુબ ખરાબ,પણ તેમ છતાં આભાર.”

image source

અહીં તેમના જન્મદિવસ પર ભાવનાત્મક પોસ્ટની વાત કરવામાં આવી છે.હવે,તેમના સુંદરતાના રહસ્યો વિશે વાત કરીએ.40 વર્ષની ઉંમરે પણ કરીના કપૂરની ત્વચા કેવી ઝગમગતી,ગ્લોઇંગ,કરચલીઓ મુક્ત તથા બેદાગ દેખાય છે ? શું તમે તેમની સુંદર ત્વચાના રહસ્યને જાણવા માંગો છો ? અમે તમને કરીના કપૂરના 5 બ્યુટી સિક્રેટ્સ જણાવી રહ્યા છીએ,જે કરવાનું કરીના કપૂર ક્યારેય ચૂકતી નથી…

કરીના કપૂર તેની ત્વચા પર બદામનું તેલ લગાવે છે

image source

કરીના તેની ત્વચાની વિશેષ કાળજી લે છે.કરીનાને તેની ત્વચા પર બદામનું તેલ લગાવવાનું પસંદ છે.તેની માતા બબીતાએ પણ આ તેલનો ઉપયોગ કર્યો હતો.બદામનું તેલ વિટામિન ઇથી ભરપુર હોય છે,જે ત્વચાને પોષણ આપે છે.ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ અને કોમળ રાખે છે.બદામનું તેલ સૂર્યના યુવી કિરણોના નુકસાનથી પણ આપણી ત્વચાને રક્ષણ આપે છે.

મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો

image source

સારી ગુણવતા ધરાવતું મોઇશ્ચરાઇઝર ત્વચાને શુષ્કતાથી સુરક્ષિત રાખે છે,મોઇશ્ચરાઇઝર આપણી ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે.કરીના પોતાની ત્વચાને સ્વસ્થ રાખવા માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવાનું ક્યારેય ભૂલતી નથી.તે દિવસમાં ઓછામાં ઓછા બે વાર તેના ચેહરા પર મોઇશ્ચરાઇઝ જરૂરથી લગાવે છે.
ઘરે બનાવેલા ફેસમાસ્કનો ઉપયોગ કરે છે

image source

કરીનાને ચહેરા પર મધ લગાવવાનું પસંદ છે અને કરીના તેના ચેહરાની ખુબ જ કાળજી લે છે,તેથી તેમના ચેહરાને સુરક્ષિત રાખવા માટે તે ઘરે બનાવેલા ફેસમાસ્કનો જ ઉપયોગ કરે છે.ફેસમાસ્ક બનાવવા માટે તે મધમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવે છે.લોકડાઉનના સમય પર તમે ડીઆઇવાય ફેસમાસ્કનો ઉપયોગ કરીને પણ કરીના જેવી ગ્લોઈંગ ત્વચા મેળવી શકો છો.આ સિવાય કરીના કપૂર ચેહરા પર ગ્લો જાળવવા માટે ચણાના લોટ,દહીં અને હળદરનું પણ ફેસમાસ્કનો ઉપયોગ કરે છે.આ માટે આ ત્રણેય ઘટકોને એક સાથે મિક્સ કરીને ચેહરા પર લગાવો અને તેને થોડા સમય રહેવા દો,ત્યારબાદ તમારો ચેહરો ઠંડા પાણીથી ધોઈ લો.આ ઉપાયથી પણ ત્વચામાં ગ્લો જળવાઈ રહે છે.

કરીના ખૂબ પાણી પીવે છે

image source

મોટેભાગે લોકો પાણી ઓછું પીવે છે,પરંતુ ચહેરાને સ્વસ્થ રાખવા માટે પાણી પીવું ખૂબ મહત્વનું છે.સેલિબ્રિટી તેમની સુંદરતાની ટીપ્સમાં પાણીને ખૂબ મહત્વ આપે છે.પાણી પીવું એ ત્વચા માટે શ્રેષ્ઠ ઉપાય છે.તમે જેટલું વધારે પાણી પીશો તેટલું વધુ તમારું શરીર હાઇડ્રેટેડ રહેશે.આ સિવાય વધુ પાણી પીવાથી શરીરમાંથી ઝેર દૂર થાય છે.પાણી સિવાય તમે નાળિયેર પાણી પણ પી શકો છો.નાળિયેર પાણી વિટામિન અને ખનિજોથી ભરપુર હોય છે.તેથી નાળિયેર પાણી ત્વચા અને શરીર બંને માટે ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત