Site icon Health Gujarat

કાશ્મીરમાં ચોથા ધોરણની છોકરીએ તિલક કર્યું હતુ, બીજી હિજાબ પહેરીને શાળામાં આવી હતી; શાળાના શિક્ષકે લાતો અને મુક્કાથી માર માર્યો

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એક શિક્ષક દ્વારા બે છોકરીઓને માર મારવામાં આવ્યો હતો. કારણ કે તેઓ તિલક કરીને અને હિજાબ પહેરીને શાળામાં આવી હતી. ચોથા ધોરણમાં ભણતીઆ છોકરીઓ જ્યારે દ્રામણ ગામની સરકારી મિડલ સ્કૂલમાં પહોંચી ત્યારે નિસાર અહેમદ નામના શિક્ષકે તેમને ખરાબ માર માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ નિસારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પોલીસે નિસારની ધરપકડ કરી છે, પરંતુ પોલીસે હજુ સુધી આ કેસમાં સાંપ્રદાયિક વાતાવરણ ડહોળવાનો કેસ નોંધ્યો નથી.

રાજૌરીના પીડિત પરિવારનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં નિસાર અહેમદ પર છોકરીઓ સાથે મારપીટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વીડિયોમાં પિતા અંગ્રેજ સિંહ કહી રહ્યા છે- જે રીતે મારી અને શકૂરની દીકરીને માર મારવામાં આવ્યો છે, કાલે કોઈ અન્ય શિક્ષક પણ તિલક અને નકાબ પહેરવા બદલ દીકરીને માર મારી શકે છે. હું સરકારને અપીલ કરું છું કે આની તપાસ થવી જોઈએ. મને ન્યાય જોઈએ છે આ કોમી એકતાને ખલેલ પહોંચાડવાનું ષડયંત્ર છે. અમે આ જગ્યાને યુપી, બિહાર કે કર્ણાટક નહીં બનવા દઈએ.

Advertisement

કોટરાંકાના ADMએ આ મામલે તે તપાસ કરવાનું કહ્યું હતુ કે શું તે વાત સાચી છે કે તેમને માર મારવામાં આવ્યો હતો કે પછી કોઈ અન્ય કારણ છે.

તંત્રમા જણાવ્યા મુજબ શિક્ષક પર બાળકને માર મારવાના આરોપ લાગ્યા છે. આ એક ગુનો છે, જેમાં તેને IPCની કલમ 323, 325, 352 અને 506 હેઠળ સજા થઈ શકે છે. જ્યારે, કલમ 23JJ અધિનિયમ, 2000 મુજબ, તેને છ મહિના સુધીની સજા અથવા દંડ સાથે અથવા બંને થઈ શકે છે. અધિકારીઓનું કહેવું છે કે જો નિસાર દોષિત મળી આવશે તો તેની સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

Advertisement
Advertisement
Exit mobile version