જાણો શું છે દૂધ પીવાનો યોગ્ય સમય અને કયા સમયે દૂધ પીવાથી થાય છે નુકસાન, જાણીને કરો સેવન

દૂધ હેલ્થ માટે ફાયદારૂપ માનવામાં આવે છે. તેને પીવાનો યોગ્ય સમય જાણી લેવો જરૂરી છે. દૂધ પીવાના સમયને લઈને અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. જે લોકોને દૂધ પીવાનું પસંદ છે તેમને માટે કોઈ ચોક્કસ સમય હોતો નથી. પણ હેલ્થની વાત કરીએ તો આયુર્વેદમાં માનવામાં આવે છે કે ગાયના દૂધને પીવાનો યોગ્ય સમય રાતનો છે. આયુર્વેદના અનુસાર દૂધમાં સ્લીપ ઈડ્યૂસિંગ ગુણ હોય છે અને આ સાથે તે સુપાચ્ય હોતું નથી અને તેના કારણે તેને પીવાથી સવારે પીવાની સલાહ આપવામાં આવતી નથી. જો તમે સાયન્ટિફિક રિસર્ચની વાત કરો છો તો તમે ખાસ શોધ જોઈ શકતા નથી. વિજ્ઞાનના આધારે આ તમારી હેલ્થ અને ડાઈજેશન સિસ્ટમ પર નિર્ભર કરે છે જેથી તમે દૂધ ક્યારે પીશો અને કેવી રીતે પીશો તે જાણીને સેવન કરો છો તો લાભદાયી રહે છે.

સવારે દૂધ પીવાના ફાયદા

image source

દૂધમાં અનેક પોષક તત્વો હોય છે જેને જો સવારે નાસ્તામાં સામેલ કરાય છે તો અનેક રીતે સ્વાસ્થ્યના લાભ આપે છે. ઉદાહરણને માટે તે તમારા બોન્સને મજબૂત કરે છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન્સ જેવા પોષક તત્વો તમને દિવસભર એક્ટિવ રહેવામાં મદદ કરે છે.

સવારે દૂધ પીવાથી થાય છે આ મોટું નુકસાન

દૂધ સુપાચ્ય હોતુ નથી અને તેને પચવામાં સમય લાગે છે. એવામાં તેનું પાચન તંત્ર નબળું હોય છે તેઓએ સવારે દૂધ પીવું દિવસભર પેટને ભારે લાગવાની ફરિયાદ કરી શકે છે. એટલુ નહીં અનેક લોકોને પેટમાં દર્દ અને ઈનડાઈજેશનની સમસ્યા પણ થઈ શકે છે.

રાતે દૂધ પીવાથી થાય છે આ ફાયદા

image source

જો તમે રાતે સૂતા પહેલા દૂધ પીઓ છો તો તમારું પેટ રાતભર ભરેલું રહે છે તો તમને ભૂખ લાગતી નથી. તેના કારણે રાતે ભૂખ લાગવાથી ઊંઘ ઉડતી નથી અને સાથે તમે આરામથી સૂઈ શકો છો. આયુર્વેદ અનુસાર રાતે ગરમ દૂધ પીવાથી માઈન્ડ રીલેક્સ રહે છે અને શરીરની માંસપેશીઓમાં આરામ મળે છે. તેના કારણે ઊંધ સારી આવે છે.

રાતે દૂધ પીવાથી થાય છે શું નુકસાન

image source

જે લોકોને લૈક્ટો ઈનટોલરેન્સની સમસ્યા છે તેમને રાતે દૂધ પીવાથી બચવું જરૂરી છે. એટલું નહીં જે લોકોને ઈન્સ્યુલિનની સમસ્યા છે તેઓએ પણ ડોક્ટરની સલાહ અનુસાર દૂધને રાતના સમયે પીવું યોગ્ય છે. જેથી જો તમે રાતના સમયે દૂધ પીઓ છો તો તમે ઇન્સ્યુલિનનું લેવલ વધારી શકો છો.

ક્યારે પીવું જોઈએ દૂધ

image source

એક રિપોર્ટ અનુસાર દૂધને કયા સમયે પીવું યોગ્ય છે તેનું રિકમંડેશન પણ નથી મળ્યું પણ તમે વજન ઓછું કરવા ઈચ્છો છો તો મસલ્સ મજબૂત બનાવવા ઈચ્છો છો તો તમે વર્કઆઉટ બાદ દૂધ પીવાનો સમય બેસ્ટ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત