ખાધા વગર નહિં પણ ફુલ પેટ જમીને આ રીતે સડસડાટ ઉતારી દો વધેલું વજન, જાણો આ રીત તમે પણ

જાડાપણાની સમસ્યાથી પરેશાન લોકોને જીમમાં જવા માટે સમય મળી શકતો નથી, આજે અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક ડાયટ ટિપ્સ વિશે જેના દ્વારા તમે તમારી જાતને સંપૂર્ણ આકાર આપી શકો છો. જાડાપણાની સમસ્યા દૂર કરવા માટે તંદુરસ્તીના નિયમની સાથે સાથે ડાયટિંગ કરવી પણ જરૂરી છે, જો તમે પણ આવું વિચારી રહ્યા છો કે ડાયટિંગ વજન ઘટાડવામાં મદદ કરશે, તો આ વિચાર એકદમ ખોટો છે. કલાકો સુધી ભૂખ્યા રહેવાના બદલે, જો તમે તંદુરસ્ત આહાર લો અને તમારી કેટલીક આદતોમાં ફેરફાર કરો, તો પણ તમે વજન ઘટાડી શકો છો.

image source

હા, જો તમે દૈનિક આહારમાં કેલરી વધારતી ખાદ્ય ચીજો ઓછી કરો અને તમારા આહારમાં આરોગ્યપ્રદ ચીજો શામેલ હશે, તો લાઈફ-ટાઈમ તમારું શરીર એક જ આકારમાં રહેશે. અહીં અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીશું. આ ટિપ્સ અપનાવવાથી ડાયટિંગ વગર અને જીમમાં ગયા વગર જ તમે તમારું વજન ઘરે રહીને જ સરળતાથી ઘટાડી શકો છો. તો ચાલો જાણીએ એ સરળ ટિપ્સ વિશે.

રસને બદલે આખા ફળો ખાઓ

image source

ફળોનો રસ આપણા માટે ફાયદાકારક જ છે, પરંતુ જો તમે આખા ફળો ખાશો તો તે વધુ સારું રહેશે. સુગર ફ્રૂટ જ્યૂસના બદલે આખા ફળો ખાવાનું વધારે ફાયદાકારક માનવામાં આવે છે. તે કેલરીનું સેવન પણ ઘટાડે છે અને બિનજરૂરી વજનમાં વધારો કરતું નથી.
આ સિવાય એક અધ્યક્ષે દાવો કર્યો છે કે ફળો ખાવાથી ટાઇપ -2 ડાયાબિટીઝનું જોખમ પણ ઓછું થાય છે. મશીન બનાવતા જ્યુસ કરતા ફળો ખાવા એ વધુ હેલ્ધી છે.

આહારનું સંચાલન કરો

image source

ઘણીવાર ભોજન સ્વાદિષ્ટ હોવાના કારણે આપણે દરરોજ કરતા વધુ ખોરાકનું સેવન કરીએ છીએ. વધુ પડતો આહાર વધુ કેલરી અને બિનજરૂરી વજનમાં પણ વધારો કરે છે. જ્યારે પૂરતા પ્રમાણમાં ખોરાકનું સેવન કરવાથી તમારું વજન વધતું નથી અને કેલરી પણ નિયંત્રણમાં હોય છે. આ ટેવ અપનાવીને તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો.

વેઈટલોસ અથવા યોગ્ય વજન મેળવવા માટે, આપણે વધારે આહાર ખાવાને બદલે આહાર પણ જાળવવો જોઈએ. કારણ કે વધારે ખોરાક ખાવાથી, આપનો વજન તો વધે જ છે, સાથે આપણું શરીર ઘણા રોગોનું ઘર પણ બને છે. તેથી હંમેશા ખોરાક યોગ્ય માત્રામાં જ લો.

બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાનું ટાળો

image source

જ્યારે આપણે ભોજનના થોડા સમય પછી અથવા ટીવી પર આપનો પ્રિય શો જોતા હોઈએ ત્યારે વધુ કેલરી ખાઈએ છીએ, તેથી આપણે વધુ વર્કઆઉટ કરવાની જરૂર પડે છે. જો તમારે વજન ઓછું કરવું છે તો વધુ પાણી પીવો. પાણી પીવાથી તરસ તો શાંત થાય જ છે, સાથે ભૂખ પણ શાંત થાય છે.
ખાવામાં તજનો ઉપયોગ કરો

image source

એક અભ્યાસ મુજબ, બ્રેડ, અનાજ અને અન્ય સ્ટાર્ચ જેવી ખાદ્ય ચીજોમાં એક ચમચી તજ ઉમેરીને ખાવાથી શુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે, સાથે જ તમને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી.

ભૂખ્યા રહેવાના બદલે સમય-સમય પર ખાઓ

image source

વજન ઓછું કરવા માટે લાંબા સમય સુધી પોતાને ભૂખ્યા ન રાખો, આ કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે અને સાથે તમે બીમાર પણ થઈ શકો છો. આ માટે તમને જયારે ભૂખ લાગે છે, ત્યારે થોડું-થોડું ખાઓ. આ માટે તમે એક ટાઈમ-ટેબલ પણ બનાવી શકો છો. આનાથી બિનજરૂરી ભૂખ નહીં લાગે અને વજન પણ નિયંત્રણમાં રહેશે. સાથે કેલરી પણ નિયંત્રિત થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત