આજ પછી ક્યારે પણ ભૂલથી ખાલી પેટે દવા ના લેતા, જાણી લો તેનાથી થતા આ નુકસાન વિશે

કેટલીક દવાઓ ખોરાક પેહલા અથવા ખોરાક પછી લેવાની હોય છે.આ પાછળ કેટલાક કારણો હોય શકે છે.તેથી જ આપણે ડોક્ટરની સલાહ અનુસાર દવાઓ ખાવી જોઈએ.

image source

એસ્પિરિન જેવી દવાઓ પેટમાં બળતરા પેદા કરી શકે છે અને તેમને ખોરાક પેહલા લેવાથી આ અસર ઓછી થાય છે.બિસ્કિટ,સેન્ડવીચ અથવા દૂધનો ગ્લાસ જેવી ચીજો ખોરાક તરીકે લેવું યોગ્ય મનાય છે.

image source

એન્ટાસિડ્સ નામની દવાઓ છાતીમાં બળતરા અને ખાટા ઓડકારો રોકવા માટે લેવામાં આવે છે,આ દવા ફક્ત પેટમાં રહેલા એસિડ પર કામ કરે છે.આ એસિડ સામાન્ય રીતે તમારા ખોરાક માટે ઉત્પન્ન થાય છે.તેથી,આ દવા જયારે આપણે તેને ખોરાકની સાથે લઈએ અથવા ખોરાક પછી લઈએ ત્યારે જ અસર કરે છે.

ખાલી પેટની દવાઓ આપણા શરીરને ખોટી રીતે અસર કરે છે,તેથી ડોકટરો આપણને ખોરાક ખાધા પછી જ દવા લેવાની સલાહ આપે છે.અમુક દવાઓ ખાવાથી ઉબકા અથવા ઉલટી જેવી આડઅસર થવાની સંભાવના રહે છે,તેથી તે દવાઓ ખાધા પછી જ લેવી યોગ્ય છે જેથી આડઅસરો ઘટાડવામાં મદદ મળશે.

image source

કેટલીક દવાઓને પેટ અને આંતરડામાં ખોરાકની જરૂર હોય છે,તેની ખાતરી કરવા માટે કે દવા લોહીના પ્રવાહમાં યોગ્ય રીતે સમાઈ રહી છે.

આપણા દેશમાં ઘણા લોકો ડોક્ટરની સલાહ લીધા વિના દવાઓ લેવાના જોખમો વિશે જાગૃત નથી.જો તેમને તાવ આવે છે,તો તેઓ ફાર્મસીમાં જાય છે અને પેરાસીટામોલ ખરીદે છે.જો તેમને દુખાવો થાય છે,તો તેઓ કોઈપણ ક્લિનિકલ ટ્રાયલ અથવા પ્રિસ્ક્રિપ્શનો વિના પેઇનકિલર્સ ખરીદે લે છે.આપણા દેશમાં આ પ્રથા ખૂબ સામાન્ય થઈ ગઈ છે.

image source

ડોક્ટરની સલાહ વિના દવા લેવી જોખમી હોઈ શકે છે.લોકોની શક્તિ અને શારીરિક સ્થિતિ એક વ્યક્તિથી બીજામાં બદલાય છે.જે એક માટે અસરકારક છે તે બીજા માટે ઘણી સમસ્યાઓ પેદા કરી શકે છે.કેટલાક લોકો તેમના ડોકટરોની સલાહ લીધા વિના સારું લાગ્યા પછી તરત જ દવા લેવાનું બંધ કરે છે.જેથી તે બીમારી થોડા સમય પછી તેમને તકલીફ દેવાનું ચાલુ કરી દે છે.તેથી જળમૂળમાંથી આ બીમારીઓને દૂર કરવા માટે ડોક્ટરોની સલાહ લેવી ખુબ જ જરૂરી છે.

ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ લેવાના મહત્ત્વ અંગે લોકોમાં જાગૃતતા લાવવા પગલાં લેવા આવશ્યક છે.

તેથી તમારે હંમેશાં ડોક્ટર અથવા કેમિસ્ટને પૂછવું જોઈએ કે તમારે તમારી દવા કેવી રીતે લેવી અને ક્યારે લેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત