કમર અને ખભાના દુખાવાથી કંટાળી ગયા છો? તો આજથી જ બંધ કરી દો આ કામ કરવાનું, થઇ જશે તરત જ રાહત

લોકો સામાન્ય રીતે ભાગ-દોડવાળા જીવનમાં કમર અને ખંભાની પીડાને વધુ ગંભીરતાથી લેતા નથી. પરંતુ ડોકટરોના જણાવ્યા મુજબ, પ્રારંભિક તબક્કામાં આ પીડાને અવગણવું, વધતી ઉંમર સાથે મોટી સમસ્યાઓ પેદા કરી શકે છે. ડોકટરો કહે છે કે કમર અને ખંભાનો દુખાવો કમ્પ્યુટર પર કલાકો બેસીને કામ કરવાથી અને ખરાબ જીવનશૈલીના કારણે થાય છે. ખરાબ મુદ્રામાં બેસવું અને સૂવું પણ કમર અને ખભામાં દુખાવાની સમસ્યામાં વધારો કરે છે. સક્રિય જીવનશૈલીના અભાવને કારણે અને ઓફિસમાં કલાકો સુધી કામ કરવાને કારણે પણ યુવાનોમાં આજકાલ આ સમસ્યા ઝડપથી વધી છે. આ સમસ્યા બને તેટલી વહેલી તકે દૂર કરવી જોઈએ, નહીંતર તમારી સમસ્યા વધી શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ કમર અને ખંભાના દુખાવાના તફાવતને કેવી રીતે સમજવું અને આ સમસ્યાથી બચવા માટે શું કરવું જોઈએ.

કમરના નીચેના ભાગમાં દુખાવો

image source

જો કમરના નીચલા ભાગમાં દુખાવો થાય છે, તો તેને લમ્બર અથવા કોક્સીડિનીયા (ટેલબોન અથવા સેક્રિયલ પેઇન) કહેવામાં આવે છે. તે નિતંબ, ઉપલા જાંઘ જેવા બેકબોન અને આસપાસના વિસ્તારોને અસર કરે છે. અહીં થતી પીડા લોકોને સૌથી વધુ અસર કરે છે.

પીઠની મધ્યમાં દુખાવો

image soucre

તે સર્વાઇકલ અને લમ્બર જેવા ક્ષેત્રમાં થતી એક પીડા છે જે થોરાસિક પીડા તરીકે ઓળખાય છે. આ પણ એક સામાન્ય પીડા છે.

કમરના ઉપરના ભાગમાં દુખાવો

કમરના ઉપલા ભાગમાં એટલે કે સર્વાઇકલ ક્ષેત્રમાં પીડા. સુતા અથવા બેસવા સમયે થતી ખોટી મુદ્રાના કારણે ગળા અને ખભાના વિસ્તારમાં દુખાવો થાય છે. આ સ્થિતિને સામાન્ય ગણીને અવગણવું પછી જીવલેણ બની શકે છે.

કમર અને પીઠમાં થતો દુખાવો દૂર કરવા માટે આ ટિપ્સ અપનાવો

1. સ્ટ્રેચિંગ અને કસરત કરો

image soucre

જો તમને તમારી પીઠ અને ખભામાં સતત દુખાવો થાય છે, તો તમારે તમારી જીવનશૈલીમાં સ્ટ્રેચિંગ અને કસરતનો સમાવેશ કરવો આવશ્યક છે. જો તમને દુખાવો થાય છે, તો તમે કોબ્રા પોઝ, કાઓ પોઝ, ચાઇલ્ડ પોઝ જેવા સ્ટ્રેચિંગ કરી શકો છો. આ સિવાય વોકિંગ, જોગિંગ, પીટી એક્સરસાઇઝને તમારા જીવનમાં શામેલ કરવી જોઇએ. આ તમારી સમસ્યાઓને દૂર કરશે અને તમે થોડા દિવસોમાં રાહત અનુભવશો.

2. પેન રિલીફ ક્રીમનો ઉપયોગ કરો

પેન રિલીફ ક્રીમમાં મેન્થોલ ઘટકો હોય છે જે પીડાદાયક વિસ્તાર પર ઠંડક અસર આપે છે. એટલું જ નહીં, કેપ્સાસીન ઘટક પીડામાં ત્વરિત રાહત આપવામાં મદદ કરે છે.

3. ફૂટવેર બદલો

image soucre

ખોટા ફૂટવેર પહેરવાના કારણે ઘણી વખત ગળા, કમર અને ખભામાં દુખાવો થવાની સમસ્યા થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે તમે ઉનના ફૂટવેરનો ઉપયોગ કરો, તો પહેરવામાં આરામદાયક રહેશે અને તમારી મુદ્રા પણ યોગ્ય રાખે છે. હાઈ હીલ્સ અને એકદમ ફ્લેટ ફૂટવેર તમારી પીઠને અસર કરી શકે છે. તમારા પગ માટે યોગ્ય ફૂટવેર કેવા હોવા જોઈએ તે માટે તમે તમારા ડોક્ટરની સલાહ લઈ શકો છો.

4. કાર્યક્ષેત્રમાં ફેરફાર કરો

જો તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છો અને સતત પથારીમાં બેસીને અથવા સૂઈને અને આરામથી કામ કરી રહ્યા છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. ખોટી મુદ્રામાં કલાકો સુધી કામ કરવાને કારણે, તમે ઘણા ગંભીર રોગોની પકડમાં આવી શકો છો. જ્યારે પણ તમે લેપટોપ પર કામ કરો ત્યારે યોગ્ય ઊંચાઈવાળા ટેબલ ખુરશી પર સીધા બેસીને કાર્ય કરો અને કામ કરતા સમયે વચ્ચે થોડો બ્રેક લો, ત્યારબાદ થોડા સમય પછી ફરીથી કામ કરવા બેસો.

5. ખોરાકમાં વિટામિન ડી અને કેલ્શિયમ શામેલ કરો

image socyure

તમારા આહારમાં વિટામિન ડી અને કેલ્શિયમનો સમાવેશ જરૂરથી કરો. દૂધ, દહીં, ઇંડા વગેરેનું સેવન કરવાથી, તમારા હાડકા તો મજબૂત થાય જ છે, પરંતુ તમને કોઈ આંતરિક સમસ્યા હોય તો પણ તે દૂર થાય છે. ડોકટરના જણાવ્યા મુજબ તમે વિટામિન ડી અને કેલ્શિયમની સપ્લિમેન્ટ્સ પણ લઈ શકો છો. આ તમારા કમર અને ખંભામાં થતો દુખાવો તો દૂર કરશે જ સાથે તમારી શારીરિક સ્વસ્થ પણ બનાવશે.

6. હીટિંગ અને કોલ્ડ પેડ્સનો ઉપયોગ કરો

કમર અને ખંભામાં થતી પીડામાંથી છૂટકારો મેળવવા માટે, તમે હીટિંગ પેડ અને કોલ્ડ પેડથી પીડા વિસ્તાર પર શેક કરી શકો છો. આ ત્યાંના સ્નાયુઓની જડતાને ઘટાડશે અને હાડકાને આરામ આપશે. થોડા સમયમાં જ તમે પહેલા કરતા સારું અનુભવશો.

7. તણાવ દૂર રાખો

image soucre

જો તમે લાંબા સમયથી તણાવમાં છો, તો તે તમારી સમસ્યાઓ પર પણ અસર કરે છે. તણાવથી તમારી પીઠ અને ખંભાના વિસ્તારમાં પીડા થઈ શકે છે. તણાવ દૂર કરવા માટે તમે તાણ રાહત તકનીકોનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે જીવનશૈલીમાં યોગ, ધ્યાન વગેરેનો સમાવેશ કરવો જોઇએ અથવા તમારે કોઈ સારા ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. આ તમારી શારીરિક સમસ્યા ઘટાડવાની સાથે માનસિક સમસ્યા પણ દૂર કરશે.

8. પુરી ઊંઘ લો

image soucre

એક અધ્યયન મુજબ ઉંઘનો અભાવ પણ ક્યારેક માંસપેશીઓમાં ભારે દુખાવો કરે છે. આ માટે, સૂતા પહેલા, ખાતરી કરો કે તમારો પલંગ આરામદાયક છે અને ઓશીકું વધારે કડક અને ઉંચુ ના હોવું જોઈએ. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર મુજબ 7 થી 9 કલાકની ઊંઘ લેવી જરૂરી છે કારણ કે ઊંઘની ઉણપ આપણા શરીરમાં અનેક રોગ લાવે છે, જેના કારણે આપણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

9. યોગ્ય ખોરાક લો

આવશ્યક પોષક તત્વોથી ભરપુર ખોરાક શરીરમાં ઓછા ખનિજોની માત્રાને પૂર્ણ કરે છે, જે કમર અને ખંભાનો દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. તમારે હંમેશા એવા આહારનું સેવન કરવું જોઈએ જેમાં પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ્સ, ફોસ્ફરસ અને રેસા હોય. આ પોષક તત્વો શરીરમાં થતો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે.

10. ઉકાળો

લીમડાનાં પાનનો ઉકાળો બનાવો અને તે ગરમ ગરમ ઉકાળામાં કોટન પલાળો. ત્યારબાદ કમર અને ખંભામાં જે બાજુ દુખાવો થાય છે ત્યાં આ કોટન મુકો અને થોડા સમય રહેવા દો. આ ઉપાયથી કમર અને ખંભામાં થતા દુખાવામાં ઘણી રાહત મળશે.

11. આદુનો ટુકડો

image soucre

આદુના બે નાના ટુકડાને થોડા સમય માટે નવશેકા પાણીમાં પલાળી રાખો, ત્યારબાદ તેમાં મધ ઉમેરીને રોજ ખાશો, દરરોજ આ ખાવાથી કમર અને ખંભાનો દુખાવો દૂર થાય છે અથવા આદુના તેલથી કમર અને ખંભાની માલિશ કરવાથી પણ પીઠના દુખાવામાં રાહત મળે છે

12. તુલસીના પાન

તુલસીના પાંચ પાન ગરમ પાણીમાં પલાળીને તેમાં મધ નાંખી પીવાથી પણ કમર અને ખંભાનો દુખાવો દૂર થાય છે, આ ઉપરાંત તુલસીના તેલથી માલિશ કરવાથી પણ કમર અને ખંભાના દુખાવામાં રાહત મળે છે.

13. હિટ પેચ

image soucre

જો તમે લાંબા સમય સુધી કાર ચલાવો છો અથવા લાંબા સમય ઓફિસમાં કામ કરો છો, તો તમારી ખુરશી પર હીટ પેચ રાખવાનું ભૂલશો નહીં. આ તમારી કમર અને ખંભાને રાહત આપે છે. આ દરમિયાન પેચ પર લખેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચવાનું ભૂલશો નહીં. આ પેચોમાં કેટલીક દવાઓ પણ મેળવેલી હોય છે, જે તમારો દુખાવો દૂર કરવામાં ઘણી અસરકારક હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત