ગરમીના વાતાવરણમાં બાળકોને તંદુરસ્ત રાખવા અજમાવો આ ખાસ ઉપાયો

ઉનાળાની ઋતુ તેજ સૂર્યપ્રકાશ, ગરમ પવન, ભેજ (Humidity), ચેપ (Infection) અને અન્ય ઘણા રોગો સાથે સંકળાયેલી છે. આવી સ્થિતિમાં, ઉનાળાની ઋતુ બાળકો માટે કેવી રીતે તંદુરસ્ત રીતે પસાર કરવી તે સમજવું આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.

image source

આમ પણ ઉનાળાની ઋતુ બદલાતા જ માતાપિતાને બાળકોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા સતાવા લાગે છે. તેમાં પણ ઉનાળાની ઋતુ એક અલગ જ પ્રકારની ચિંતા ઉભી કરે છે. તેમજ ઉનાળાની ઋતુ તેજ સૂર્યપ્રકાશ, ગરમ પવન, ભેજ, ચેપ અને અન્ય ઘણા રોગો સાથે સંકળાયેલી હોય છે. આવી સ્થિતિમાં, ઉનાળાની ઋતુમાં બાળકો કેવી રીતે તંદુરસ્ત પસાર કરે તે સમજવું આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અહીં આવી 7 ટિપ્સ અમે તમને જણાવી રહ્યા છે જે ઉનાળાની ઋતુમાં બાળકોને સ્વસ્થ રાખવામાં તમારી મદદ કરશે.

હાઇડ્રેશન:-

image source

કેટલાક જાણીતા ડૉક્ટરોનું કહેવું છે કે ઉનાળાના દિવસો એટલે વધારે પડતો પરસેવો થવો. જો તે દિવસ દરમિયાન પૂરતું પ્રવાહી પીતો નથી, તો પરસેવાના કારણે બાળક સરળતાથી ડિહાઇડ્રેટેડ થઈ શકે છે. રમતા સમયે વધુ પડતો પરસેવો આવતા અથવા વારંવાર પેશાબ થવાના કારણે પણ બાળકોના શરીરમાં પાણીનો અભાવ જોવા મળે છે. માત્ર એકલું પાણી જ પીવું હંમેશાં પૂરતું હોતું નથી. તેથી, દિવસ ખૂબ જ ગરમ થવા પહેલાં, બાળકના આહારમાં પ્રવાહી, જેમ કે દૂધ, સ્મૂધી, ફળોના રસ વગેરેનો સમાવેશ કરો. ગરમીના દિવસની શરૂઆતમાં જ, તેઓ હાઇડ્રેટેડ રહેશે તો તેઓ અગાઉથી જ રોગો સામે લડી શકશે.

સારી ઊંઘ:-

image source

રાતની સારી ઊંઘ ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે અને બાળકને સ્વસ્થ, શક્તિશાળી (Energetic) અને સક્રિય (Active) બનાવવામાં મદદ કરે છે. જો કે, ઉનાળા દરમિયાન બાળકો ઘણીવાર રાત્રે સારી ઊંઘ લઈ શકતા નથી. આ ઊંચા તાપમાન, ભેજ, અયોગ્ય પથારી અને અન્ય બીજા કોઈ કારણે થઈ શકે છે. રાતની ઓછી ઊંઘ બાળકની પ્રતિરક્ષાને (Immunity) અસર કરે છે અને ગરમી અને ઊંચા તાપમાનની અસરને લીધે તેને વધુ સંવેદનશીલ (Sensitive) બનાવી શકે છે. એટલા માટે તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે દરરોજ રાત્રે બાળકને પૂરતી ઊંઘ આવે છે કે નહીં. આ માટે, તેમનો સુવાનો સમય સુનિશ્ચિત કરો, ઓરડામાં ઓછો પ્રકાશ રાખો, સૂતા પહેલા તેમને ટીવી ન જોવા દો. તેલની માલિશ કરવાથી પણ સારી ઊંઘ આવે છે.

યોગ્ય આહાર:-

image source

જો બાળકો વધુ તેલયુક્ત અને તળેલું ખોરાક ખાતા હોય, તો તે બદલવાનો હવે સમય આવી ગયો છે. તેલયુક્ત અને તળેલા ખોરાક ઉનાળામાં આરોગવા યોગ્ય નથી. કેટલાક જાણીતા ડૉક્ટર્સનું કહેવું છે કે ઉનાળામાં એવા ખોરાકનું સેવન કરવું જોઈએ કે જે પચવામાં સરળ હોય અને ખૂબ વધારે ન હોય અને તેલયુક્ત ન હોય. આવા ખોરાકને લીલા શાકભાજી અને સલાડથી બદલી શકાય. તમે એવા આહારને પણ ઉમેરી શકો છો જે પેટને શાંત કરી શકે અને શરીરની પ્રતિરક્ષા વધારી શકતા હોય. ઉનાળાની ઋતુ દરમિયાન ફળોનું સેવન પણ કરવું જોઈએ, કારણ કે તે શરીરમાં પ્રવાહી પ્રદાર્થની સાથે સાથે મહત્વપૂર્ણ પોષક તત્વો પણ પ્રદાન કરે છે.

આરામદાયક કપડા:-

image source

બીજું કારણ એ પણ છે કે ઉનાળા દરમિયાન બાળકો ઘણીવાર પરેશાન રહેતા હોય છે અને તે તેમના પહેરેલા કપડાના કારણે હોય છે. કારણ કે, આ સમય દરમિયાન પરસેવો થવો સામાન્ય છે, તેથી બાળકનાં કપડાં એવા હોવા જોઈએ કે જે પરસેવો ઝડપથી શોષી લઈ શકે. ઉનાળા દરમિયાન કોટનના કપડાં સારા હોય છે, તે ત્વચા માટે હળવા અને શ્વાસ લેવા યોગ્ય પણ હોય છે. બાળકો જે કપડાં પહેરે છે તેનો રંગ પણ કયો છે તે મહત્વનું હોય છે. ઉનાળાના દિવસોમાં હળવા રંગના કપડાં પહેરવા જોઈએ. તેનાથી હાનિકારક યુવી કિરણો દૂર રહે છે અને બાળકને સ્વસ્થ રાખે છે.

દિવસમાં 2-3 વખત સ્નાન કરાવો:-

image source

જો બાળક આખા વર્ષ દરમિયાન તીવ્ર ઉધરસ અને શરદીથી પીડાતો નથી, તો પછી તેને દિવસમાં 2 અથવા 3 વખત સ્નાન કરાવવું સારું રહેશે. જો કે, આ સ્નાન આખા દિવસના અંતરાલથી થવું જોઈએ, 2-3 કલાકના ટૂંકા અંતરાલમાં નહીં. બાળકને વહેલી સવારે, દિવસના સમયે અને સાંજે અથવા સૂવાનો સમય પહેલાં સ્નાન કરાવવાનું શ્રેષ્ઠ છે. આ તેમના શરીરમાં રહેલી ગરમીને નિયંત્રિત કરશે અને તેમને શાંત રાખશે અને ઠંડક પણ આપશે. તેનાથી અતિરિક્ત ગરમીની આડઅસરો વિશે ચિંતા રહેશે નહીં.

સક્રિય રાખો (Active):-

ઉનાળામાં શાળાઓની રજાઓ હોય છે, તો તેનો અર્થ એ નથી કે બાળકો બધાં સમયે ઘરે આળસુ બની બેસી રહે અથવા ટીવી અથવા મોબાઇલ પર કાર્ટૂન જોયા કરે. બાળકોના શેડ્યૂલને વ્યસ્ત રાખવું મહત્વપૂર્ણ છે. જો તેઓ બહાર જઈ શકતા નથી, તો તેઓ ઘણી ઇન્ડોર રમતો રમી શકે છે. ઘરના કામકાજમાં મદદ કરાવતા શીખવો. નહિંતર, પ્રવૃત્તિ વર્ગ (Activity Class) પણ સારો વિચાર છે.

સનસ્ક્રીન લોશન લગાવો:-

image source

સનસ્ક્રીન ફક્ત પુખ્ત વયના લોકો માટે જ નથી હોતા. બાળકો પણ તેનો ઉપયોગ કરી શકે છે. સનસ્ક્રીન બાળકોની સંવેદનશીલ ત્વચાને સૂર્યના નુકસાનકારક કિરણો સામે રક્ષણ આપે છે. ઘરની બહાર નીકળતા અથવા ઘરે હોવ ત્યારે પણ, સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. જેથી તેમની ત્વચા પર કોઈ અસર ન પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત