Site icon Health Gujarat

બ્રેકઅપની ખબરો વચ્ચે સિદ્ધાર્થએ કિયારાની પોસ્ટ પર કરી કમેન્ટ, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેન્સ

બોલિવૂડના ફેમસ કપલ્સમાંથી એક સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તેમના બ્રેકઅપના સમાચારને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતા. બંનેએ આજ સુધી તેમના સંબંધો અંગે કોઈ સત્તાવાર નિવેદન શેર કર્યું નથી, પરંતુ આ બંનેએ આ મહિનાની શરૂઆતમાં અર્પિતા ખાનની ઈદ પાર્ટીમાં એકસાથે હાજરી આપીને તેમના બ્રેકઅપની અફવાઓ પર બ્રેક લગાવી દીધી હતી. કિયારા અને સિદ્ધાર્થને એકસાથે જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે.બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે અને ફરી એકવાર કંઈક આવું જ જોવા મળ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફરી એકવાર કિયારા પ્રત્યેના પ્રેમનો ખુલાસો કર્યો છે

વિડીયો પર સિદ્ધાર્થે કરી કમેન્ટ

Advertisement
image soucre

કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેના ફેન્સ સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં તે તેની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પ્રમોશનલ એક્ટિવિટીને કારણે અભિનેત્રી ફિલ્મના પ્રમોશન માટે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી હતી. હજારો ફેન્સ ઉપરાંત કિયારાનો કથિત બોયફ્રેન્ડ સિદ્ધાર્થ પણ આ લાઈવ વીડિયો જોઈ રહ્યો હતો. અભિનેતાએ માત્ર વિડિયો જોયો જ નહીં પરંતુ કિયારાને પ્રોત્સાહિત કરતી ટિપ્પણી પણ કરી. તેણે લખ્યું હતું કે, કમ ઓન

ફેન્સે આપ્યું આવુ રિએક્શન

Advertisement
image soucre

સિદ્ધાર્થે કિયારાના લાઈવ વીડિયો પર કમેન્ટ કરતાની સાથે જ ફેન્સનું ધ્યાન તેના તરફ ગયું. અભિનેતાની ટિપ્પણી જોઈને ચાહકો ખુશ થઈ ગયા અને બંને વચ્ચેના સંબંધોને લઈને ફરી ચર્ચા શરૂ થઈ ગઈ. એક ટ્વિટર યુઝરે ટ્વિટ કરીને લખ્યું, “તો સિદે કિયારાને લાઈવ જોઈ અને તેના પર કોમેન્ટ પણ કરી. ઓહ માય ગોડ સો ક્યૂટ.” સ્ક્રીનશોટ શેર કરતી વખતે, અન્ય એક ચાહકે ટ્વિટ કર્યું, “સિદ બોયફ્રેન્ડ તરીકે પરફેક્ટ છે અને હું તેના માટે ખૂબ જ ખુશ છું. તેમના લગ્નની રાહ જોઈ રહ્યો છું.”

કામમાં વ્યસ્ત છે બન્ને

Advertisement

કિયારા અને સિદ્ધાર્થની ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન કેમેસ્ટ્રી હંમેશા લોકોને પ્રભાવિત કરે છે. આ કપલ ઘણીવાર પાર્ટીઓ, એરપોર્ટ પર સાથે જોવા મળે છે. જો કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી, તેમના બ્રેકઅપની અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી હતી. વર્ક ફ્રન્ટ પર, જ્યારે કિયારા ભૂલ ભુલૈયા 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે સિદ્ધાર્થ રોહિત શેટ્ટીના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે.

Advertisement
Advertisement
Exit mobile version