જો તમે પણ રાત્રે પગ ધોઇને ઊંઘવાની આદત પાડશો તો મળશે આ 5 જબરજસ્ત ફાયદાઓ, જાણો અને પાડો આ ટેવ

મિત્રો, સામાન્ય રીતે દરેક વ્યક્તિ આખો દિવસ કામ કર્યા પછી થાકી જાય છે. ઓફિસનુ કામ હોય કે ઘરના રોજિંદા કામ સતત તણાવને કારણે શરીર થાકી જાય છે તેમજ મગજ અને હાડકા સહિતના શરીરના બાકીના ભાગો પણ અસર પામે છે. આ કારણોસર શરીર સક્રિય રહેવા માટે સક્ષમ નથી અને સુસ્ત રહે છે.

image source

જો તમે બીજા દિવસે શરીરને ફરીથી ઉર્જાથી ભરપૂર બનાવવા ઈચ્છતા હોવ તો તમારે શરીરના તમામ ભાગોને આરામ આપવાની જરૂર છે. રાત્રે પૂરતી ઊંઘ અને સારુ ભોજન એ આપણને ભરપૂર ઉર્જા આપે છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે રાત્રે સુતા પહેલા પગ ધોવામા આવે તો તમારા સ્વાસ્થ્યને અનેકવિધ લાભ પહોંચી શકે છે.

ઉર્જાનો યોગ્ય પ્રવાહ રહે :

image source

પગને આવશ્યક માત્રામા ઉર્જા અને એરફલો ત્યારે મળી રહે છે જ્યારે આખા દિવસ કામ કર્યા પછી તમે તમારી પથારી પર પગને ખુલ્લા મૂકી દો. આખો દિવસ તમારા પગ જમીન સાથે સંપર્કમા રહે છે તેટલા સમય સુધી તેને આવશ્યક માત્રામા એરફલો મળતો નથી. માટે રાત્રે જ્યારે તમે તમારા પગને પાણીથી વ્યવસ્થિત રીતે સાફ કરો છો અને પછી પથારીમા સુવા માટે જાવ છો તો તમને ભરપૂર પ્રમાણમા ઉર્જા મળી રહે છે અને તમારા શરીરમા પણ એક અલગ જ પ્રકારની રાહત મહેસુસ થાય છે.

સાંધાઓ અને સ્નાયુઓમા રાહત મળે :

image source

તમારા પગ તમારા આખા શરીરનુ વજન ધરાવે છે. ઘણીવાર સાંજના સમયે પગની આસપાસ અકડન જેવુ મહેસુસ થાય છે. આવુ વધારે પડતા ફીટ શૂઝ પહેરવાના કારણે જ નથી થતુ પરંતુ, અન્ય અનેકવિધ પ્રવૃત્તિઓના કારણે પણ થાય છે. આ પાછળનુ કારણ એ પગની યોગ્ય રીતે સાર-સંભાળ ના રાખવી પણ હોય શકે છે. તમે તમારા વાળ, ત્વચા અને શરીરના અન્ય ભાગોની જેટલી કાળજી લો છો તેટલી જ તમારા પગની પણ સાર-સંભાળ રાખો. જો તમે રાત્રે સુતા પહેલા તમારા પગને પાણીથી સાફ કરીને સુવો છો તો તમારા પગને પણ રાહત મળે છે.

શરીરનુ તાપમાન જાળવી રાખવુ :

image source

શરીરનુ તાપમાન નિયંત્રણમા રાખવા માટે આયુર્વેદમા પગની સ્વચ્છતા પર પણ ખુબ જ ભાર આપવામા આવ્યો છે. પગ એ અગ્નિ તત્વો સાથે જોડાયેલ છે. પગમા પગરખા પહેરવાથી આખો દિવસ તે ઢંકાયેલા રહે છે અને તેના કારણે ગરમી ઉત્પન્ન થાય છે પરંતુ, પગરખા ઉતારવાથી પગમા રાહત મળે છે અને તુરંત જ ગરમી દૂર થઇ જાય છે. આ ઉપરાંત જો તમે રાત્રે સુતા પહેલા પગ ધોઈ લો અને પછી સુવા માટે જાવ તો તમને ઊંઘ સારી આવી શકે.

દુર્ગંધ દૂર થશે :

image source

મોજા અને પગરખા આખો દિવસ પહેરી રાખવાથી પગમા પરસેવો વળે છે, આને કારણે તમારા પગમા એક વિચિત્ર દુર્ગંધ આવવા લાગે છે અને તેમાથી સરળતાથી મુક્તિ મેળવી શકાતી નથી. આ દુર્ગંધને દૂર કરવા માટે રાત્રે સુતા પહેલા પગને વ્યવસ્થિત રીતે પાણીથી સાફ કરો અને ત્યારબાદ પથારીમા પગને ખુલ્લા મૂકી દો એટલે તુરંત જ આ દુર્ગંધ દૂર થઇ જશે.

કેવી રીતે ધોવા પગ :

image source

નિયમિત રાત્રે સુતા પહેલા હૂંફાળા પાણીથી પગ ધોવાની આદત કેળવો. ફક્ત તમારા પગ પર જ પાણી રેડશો નહી પરંતુ, આંગળી અને તળિયાના મધ્ય ભાગોને પણ સાફ કરો. તમારા પગને સુકાવો અને પગની ત્વચાને ઘસો. આ રીતે નિયમિત રાત્રે પગ ધોવાથી તેમને ખૂબ જ રાહત મળે છે. તે તમારા થાકને દૂર કરવાથી સાથે-સાથે પગને નરમ બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત