રોજ પીવો આ જ્યૂસ, આપોઆપ જ વાળ અને ત્વચામાં આવવા લાગશે ચમક અને લોકો કરતા થઇ જશે તમારા વખાણ

 

દુધીના જ્યુસમાં કેટલાક એવા પોષક તત્વો મળી આવે છે, જે આપની ત્વચા અને વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદગાર સાબિત થાય છે, તો આજે અમે આપને જણાવીશું કે, દુધીનું જ્યુસ કેવી રીતે આપની ત્વચા અને વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે.

મોટાભાગના લોકોને દૂધીનું જ્યુસ બિલકુલ પણ પસંદ હોતું નથી. પરંતુ સ્વાસ્થ્યને જાળવી રાખનાર મોટાભાગની વસ્તુઓ કડવી જ હોય છે. આમ તો દુધીનો સ્વાદ કડવો તો બિલકુલ પણ નથી હોતો, તો પણ દુધી કેટલાક લોકોને ખાવામાં બિલકુલ પણ સારી લાગતી નથી.

image source

પરંતુ દુધીમાં કેટલાક એવા પોષક તત્વો મળી આવે છે જે ના ફક્ત આપની ત્વચાને અને વાળને, ઉપરાંત આપને કેટલાક પ્રકારના સ્વાસ્થ્ય લાભ પણ પ્રદાન કરે છે. દુધીના જ્યુસનું સેવન કરવાથી આપને વજનમાં ઘટાડો કરવામાં મદદગાર સાબિત થાય છે, તો આજે અમે આપને જણાવીશું કે, દૂધીનું જ્યુસ કેવી રીતે આપની ત્વચા અને વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે.

-કરચલીઓને ઘટાડો કરવામાં મદદગાર સાબિત થાય છે.

દૂધીનું જ્યુસ જસત અને વિટામીન સીથી ભરપુર હોય છે, જે આપની ત્વચાને સમય કરતા પહેલા ઘરડા થવાથી બચવામાં મદદ કરે છે. વિટામીન સી સ્કિનની કોશિકાઓની ઉમર વધતા અટકાવે છે, જે ચહેરા પરની કરચલીઓમાં ઘટાડો કરવામાં મદદગાર સાબિત થાય છે. એના માટે આપ દુધીનું જ્યુસ પી શકો છો કે પછી એની પેસ્ટને પોતાના ચહેરા અને ગરદન પર પણ લગાવી શકો છો.

-ચહેરાને ચમકદાર બનાવે છે.:

image source

દુધી વિટામીન, ખનિજ અને એંટીઓક્સિડન્ટથી ભરપુર હોય છે. આ આપના ચહેરા પર કુદરતી ચમકને પાછી લાવવામાં મદદગાર સાબિત થાય છે. એટલા માટે આપે દુધીના જ્યુસનું રોજ સેવન કરીને ચહેરાને કુદરતી રીતે ગ્લોઈંગ બનાવે છે.

-આંખોના સોજાને ઓછો કરે છે.:

image source

જો આપની સોજી ગયેલ કે પછી પફી આંખોથી હેરાન થઈ રહ્યા છો, તો આપે પોતાની આંખો પર દૂધીનું જ્યુસ લગાવો. દુધી આપની આંખોને શીતળતા પ્રદાન કરે છે. પફી આંખો માટે આપે તાજી દુધીની બે સ્લાઈસ કાપીને પોતાની આંખો પર લગાવો અને તેને ૧૦થી ૧૫ મિનીટ સુધી રાખો અને આપે પોતાની આંખોને ધોઈ લેવી.

-વાળને સફેદ થતા અને ખરતા રોકો:

image source

દુધીનો રસ આપના વાળને સમય કરતા પહેલા થતા સફેદ અને ખરતા વાળને રોકવામાં મદદગાર સાબિત થાય છે. દુધીના જ્યુસમાં વિટામીન બી મળી આવે છે, જે આપના વાળ માટે સારું માનવામાં આવે છે એટલા માટે આપે દુધીના રસથી પોતાની સ્કૈલ્પ પર માલીશ કરો. એનાથી આપના વાળ ઓછા ખરશે.

-ખીલને દુર કરો.:

image source

દુધી એક ક્લીન્જીંગના રૂપમાં કામ કરે છે. આ આપની ત્વચા પરની ગંદકી અને ધૂળને દુર કરીને ત્વચાને ડીટોક્સિફાઈ કરે છે. આની સાથે જ આ સીબમ ઉત્પાદનને નિયંત્રિત કરે છે, જે બ્રેકઆઉટને ઘટાડો કરવામાં મદદગાર સાબિત થાય છે. જે લોકો ઓઈલી સ્કિનથી હેરાન થઈ રહ્યા છે, તેમણે દુધીના જ્યુસનું સેવન જરૂરથી કરવું જોઈએ.

-કોમળ અને સાફ ત્વચા માટે.:

image source

દૂધીનું જ્યુસ આપના શરીરના લોહીને સાફ કરવાનું કામ કરે છે, જેનાથી આપની ત્વચાને સાફ કરવામાં મદદ મળે છે. આ આપના શરીર અને ત્વચાની આંતરિક સફાઈ અને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓને દુર કરવામાં મદદગાર સાબિત થાય છે. જો આપ દુધીના જ્યુસનું સેવન નથી કરવા ઈચ્છતા, તો આપે બેસન અને દહીને ભેળવીને દુધીનો ફેસપેક બનાવીને અઠવાડિયામાં તેને બે વાર લગાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત