મચ્છરથી ફેલાતી બીમારીઓમાંથી હવે મળશે છૂટકારો, જાણો કેવી રીતે તમારા શરીરની ગંધથી મરી જશે મચ્છર

વર્ષોથી જ મચ્છરને માનવોનો દુશ્મન માનવામાં આવ્યો છો,મચ્છરોના આતંકથી આખું વિશ્વ પરેશાન છે.દર વર્ષે મચ્છરોથી અનેક પ્રકારના રોગો થાય છે,જેમ કે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો.આ જીવલેણ રોગોથી વિશ્વમાં લાખો લોકો મરે છે.

વૈજ્ઞાનિકોના તમામ આધુનિક સંશોધન પણ આ પ્રાણીના સંપૂર્ણ વિનાશમાં નિષ્ફળ ગયા છે,પરંતુ હવે જીવલેણ મચ્છરોને મારી નાખવાની એક અનોખી રીત મળી છે.

image source

તાજેતરના એક અધ્યયન મુજબ કેન્યાના મેલેરિયાથી પ્રભાવિત ટાપુમાં સોલાર પેનલ દ્વારા મચ્છરને મારનાર એક યંત્ર દ્વારા મચ્છરોની વસ્તીમાં 70% ઘટાડો થયો છે.વિશેષ વાત એ છે કે આ મચ્છરની હત્યા કરનાર યંત્ર માનવ શરીરમાંથી નીકળતી ગંધ સાથે કામ કરે છે અને તેના બળ પર મચ્છર દૂર થાય છે.તો ચાલો અમે તમને જણાવીએ કે કઈ રીતે તમારા શરીરમાંથી આવતી ગંધથી મચ્છરો દૂર થઈ શકે છે.

મચ્છર માનવ શરીરની ગંધને કારણે મરી જશે

image source

આ પૃથ્વી પર જેટલું સત્ય મચ્છરો રહેતા હોય એવું છે,તેટલું જ સત્ય માનવ શરીરમાંથી નીકળતી ગંધ પણ છે.થોડા સમય પેહલા થયેલા એક અભ્યાસ મુજબ,કેન્યા અને સ્વિસના વૈજ્ઞાનિકો અને નેધરલેન્ડ્સના વેગનજેન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે આ નવા પ્રકારના મચ્છર હત્યાના યંત્રમાં કેન્યાના મેલેરિયાગ્રસ્ત વિસ્તારોમાં 70% મચ્છરોની વસ્તી ઘટી છે અને આ યંત્રનો ઉપયોગ ઘરોમાં કરવાથી મચ્છરોનો ત્રાસ ઘરોમાં 30% ઘટ્યો છે.

પરંતુ આ યંત્રમાં કેટલીક ખામીઓ પણ છે

image source

આ યંત્રને મચ્છરોની વસ્તીને દૂર કરવામાં એક મોટી સફળતા મળી છે,પરંતુ આ યંત્રમાં હજી પણ થોડી ખામીઓ છે.ઉદાહરણ તરીકે છત પર લાગેલા સોલાર પેનલ્સના ચાર્જને લીધે તે ખૂબ ખર્ચાળ છે.પરંતુ તો પણ લોકો હજી આ યંત્ર તરફ આકર્ષિત થઈ રહ્યાં છે કારણ કે તેઓ લાઇટ બલ્બનો ઉપયોગ કરવા અથવા તેમના ફોનને ચાર્જ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકે છે.

image source

ઉપરાંત આ ઉપકરણ કેન્યાના રોસિંગા આઇલેન્ડ માટે વધુ અસરકારક સાબિત થયું,પરંતુ મલેરિયાથી સૌથી વધુ અસર આફ્રિકામાં તેની અસર થઈ નહીં.લેક વિક્ટોરિયામાં આવેલું રુશીન્ગા આઇલેન્ડમાં પણ આ યંત્ર સફળ રહ્યું,જે આ ક્ષેત્રમાં મેલેરિયાના ફેલાવા માટેનું સૌથી મોટું પરિબળ છે.પરંતુ તે આફ્રિકાના મોટાભાગના ભાગોમાં મેલેરિયા કેરિયર્સ એનોફિલ્સ ગેમ્બીઆ અથવા એનોફિલ્સ અરેબિયનને આકર્ષવામાં નિષ્ફળ ગયું. આફ્રિકાના વિશાળ ભાગોમાં રહેલા મચ્છરો દર વર્ષે 4 લાખ બાળકોને મારી નાખે છે.

image source

તે જ સમયે આ યંત્રને માનવ શરીરમાંથી સતત નીકળતી ગંધમાં શામેલ પાંચ રસાયણોની સાથે કાર્બન ડાયોક્સાઇડની લાકડીની પણ જરૂર હોય છે.મચ્છરની હત્યા કરનાર કાર્બન ડાયોક્સાઇડ લાકડીઓ યુ.એસ. માં મળી આવે છે પરંતુ તેની કિંમત હજારો ડોલરની છે.પ્રોપેન ટાંકી,વીજળી અને શુષ્ક બરફ પણ કેટલીકવાર આ માટે જરૂરી હોય છે અને કેટલીકવાર તેની અસર પણ નથી થતી.

તાજેતરમાં રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ મચ્છરોને મારવા માટે એક ખાસ ડોલ બનાવી છે.આ ડોલમાં ઈંડા પાડતી માદા મચ્છરોને ફસાવવા માટે પાણી અને ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે.જ્યારે તેમને મારવા માટે તેની અંદર ચોટાડવાવાળો કાગળ લગાવવામાં આવે છે.

image source

પ્યુર્ટો રિકોના ચાર શહેરો જ્યાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું,તેમાં ચિકનગુનિયા ચેપમાં 50 ટકા ઘટાડો થયો હતો.આ યંત્રોમાં ખામીઓ હોવાના કારણે પણ વૈજ્ઞાનિકો મચ્છરોને મારવા માટેના આ યંત્રને શ્રેષ્ઠ ગણાવી રહ્યા છે અને આવનારા સમયમાં આપણને મચ્છરોથી હંમેશા માટે મુક્તિ મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત