આ રીતે વાળમાં લગાવો મહેંદી, વાળ થશે લાંબા+સિલ્કી, અને ‘હા’ સાથે નહિં થાય ખોડો પણ

લોકો હંમેશાં વાળનો રંગ અલગ કરવા માટે અથવા સફેદ વાળ કાળા કરવા માટે મેંદી લગાવે છે.પરંતુ તમને જણાવી દઈએ કે મહેંદી વાળને કાળા તો બનાવે જ છે,પરંતુ સાથે તે વાળ પર પણ અસર કરે છે.મહેંદી એક ઔષધિ છે,જે ખોડો અને વાળ ખરવા જેવી સમસ્યાઓ દૂર કરે છે.મહેંદીમાં હાજર એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો માથાની ઉપરની ચામડીને ઇન્ફેકશનથી બચાવવામાં મદદ કરે છે,પણ શું તમે જાણો છો કે ખોટી રીતે મહેંદી લગાવવાથી વાળ સુકા અને બે-મોવાળા થઈ શકે છે.તેથી વાળમાં મહેંદી યોગ્ય રીતે લગાવવી ખુબ જ જરૂરી છે.તો ચાલો આજે અમે તમને જણાવીએ મહેંદી લગાવવાની યોગ્ય રીત અને તેના ફાયદાઓ.

તો ચાલો જાણીએ વાળમાં મહેંદી લગાવવાની સાચી રીત

image source

સૌ પ્રથમ 50 ગ્રામ મેંદીને 1/4 કપ પાણીમાં મિક્સ કરી દો,જેથી તેમાં ગાંઠા ન રહે.ત્યારબાદ તેને સામાન્ય તાપમાને 12 કલાક માટે સેટ રાખો.જ્યારે પેસ્ટ ઘટ્ટ થઈ જાય ત્યારે તેનો ઉપયોગ વાળ પર લગાવવા માટે કરો.

image source

મહેંદી લગાવતા પહેલા હળવા શેમ્પૂથી વાળ સારી રીતે ધોઈ લો.તેનાથી વાળ અને માથા પરની ચામડીમાં એકઠી થતી ગંદકી અને તેલ દૂર થશે,જેથી મહેંદી લગાવવાનો પૂરો ફાયદો મળશે.

મહેંદી લગાવતા પહેલા માથાની આજુબાજુની ત્વચા પર વેસેલિન લગાવો,જેથી મહેંદીનો રંગ ત્વચા પર ન લાગે. આ પછી પોહળા કાંસકાથી વાળને વ્યવસ્થિત કરો,જેથી મહેંદી યોગ્ય રીતે લગાડી શકાય.ત્યારબાદ માથાના મધ્ય ભાગથી વાળને અલગ કરો,વાળને બે ભાગમાં વહેંચો અને બાંધી દો.

image source

વાળના ઉપરના ભાગથી મેંદી લગાવવાનું શરૂ કરો.માથાના મધ્યમ ભાગથી જ વાળની લગભગ 2 ઇંચ પોહળી ​​માંગને દૂર કરીને મહેંદી લગાવો.વાળની ​​માંગ દૂર કરવા માટે કાંસકોનો ઉપયોગ કરો.તેવી જ રીતે માંગ દૂર કર્યા પછી ધીમે ધીમે 1-2 ચમચી બ્રશની મદદથી વાળના મૂળમાં મેંદી લગાવો.

image source

વાળના એક ભાગ પર મહેંદી લગાવ્યા પછી તે વાળને ઊંચા કરો અને બરાબર લપેટી લો.તમે ઇચ્છો તો વાળમાં પિન પણ લગાવી શકો છો.એ જ રીતે બીજા ભાગમાં પણ મહેંદી લગાવ્યા પછી તેવી જ રીતે લપેટી લો.જયારે તમે તમારા વાળ કવર કરી લો એ પછી ઉપરથી થોડી થોડી મહેંદી વાળમાં લગાવી લો,કારણ કે જયારે તમે મહેંદી લગાવો છો,ત્યારે જે વાળ ભૂલથી બાકી રહી ગયા હશે તે આ રીતથી કવર થઈ જશે.

image source

અંતે મહેંદી લગાવ્યા પછી વાળને પ્લાસ્ટિકની કેપથી કવર કરો.આ મહેંદીને નરમ અને ગરમ રાખશે.ત્યારબાદ મહેંદીને વાળમાં 2-4 કલાક માટે રહેવા દો અને પછી શેમ્પૂ પાણીથી વાળ ધોઈ લો.આ પછી વાળ કન્ડિશનર કરો.તેની અસર મહેંદી લગાવ્યા પછી 24-48 કલાક પછી જોવા મળશે.
તો ચાલો જાણીએ મહેંદીના ફાયદાઓ વિશે

-ઉનાળામાં માથા પર મહેંદીની પેસ્ટ લગાવવાથી માથુ ઠંડુ થાય છે,જેનાથી તમે તાજગી અનુભવો છો.

image source

-તેમાં હાજર એન્ટિસેપ્ટિક ગુણધર્મ ખોડો,ખંજવાળ વગેરેને દૂર કરવામાં મદદ કરે છે.

– તેમાં હાજર પ્રોટીન અને વિટામિન વાળને બધા પોષક તત્વો આપીને વાળને મજબૂત,ઘાટા અને ચમકદાર બનાવે છે.

-નિયમિત રીતે મહેંદી લગાવવાથી વાળ સફેદ થવાની પ્રક્રિયા ધીમી પડે છે.

-મહેંદીનો ઉપયોગ કરવાથી વાળ ચમકદાર બને છે અને વાળ ​​કન્ડિશનિંગ પણ થાય છે.

image source

-મહેંદી તે લોકો માટે એક ઉપચાર છે જેના વાળ ખૂબ જ તેલયુક્ત રહે છે.કારણ કે મહેંદીના કુદરતી શુષ્ક ગુણધર્મોને લીધ તે માથા પરની ચામડીમાંથી વધારાનું તેલ શોષી લે છે,જેનાથી વાળ તૈલીય રહેતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત