Site icon Health Gujarat

મહિલાએ કોર્ટમાં એવી અપીલ કરી કે બધા ચોકી ગયાં, કહ્યું- મા બનવા માંગુ છું પણ…… આખો મામલો ભારે ગરમાયો

રાજસ્થાન હાઈકોર્ટમાં પેરોલ માટે એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ માતા બનવાની ઈચ્છા દર્શાવીને તેના જેલમાં બંધ પતિના પેરોલ માટે અરજી કરી હતી અને કોર્ટે તેની દલીલને યોગ્ય ઠેરવતા તેના પતિને પેરોલ મંજૂર કર્યો હતો. હવે પતિને 15 દિવસ માટે પેરોલ પર છોડવામાં આવ્યો છે.

image source

સમગ્ર મામલો ભીલવાડા જિલ્લાના રબારી કી ધાણીનો છે. અહીંના રહેવાસી નંદલાલ 6 ફેબ્રુઆરી 2019થી અજમેર જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે. તેને સજા સંભળાવવાના થોડા સમય પહેલા જ તેના લગ્ન થયા હતા. આ ગુના બદલ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. કોરોના અને અન્ય કારણોસર નંદલાલ લગભગ બે વર્ષથી તેની પત્ની અને પરિવારને મળી શક્યા ન હતા.

Advertisement

જણાવવામાં આવી રહ્યું છે કે આજીવન કેદની સજા ભોગવી રહેલા પતિ પાસેથી સંતાનની ઈચ્છામાં તેની પત્નીએ પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરી હતી. તેણીએ તેણીની અરજીમાં જણાવ્યું હતું કે તેના પતિને બાળક માટે થોડા દિવસો માટે પેરોલ પર મુક્ત કરવામાં આવે, પરંતુ કલેક્ટરે તેની અરજીને ગંભીરતાથી લીધી ન હતી. આ પછી મહિલા હાઈકોર્ટ પહોંચી હતી. જ્યાં કોર્ટે તેની અરજી પર સુનાવણી કરતા તેના પતિને 15 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.

image source

હાઈકોર્ટમાં જજ સંદીપ મહેતા અને ફરજંદ અલીની ડિવિઝન બેન્ચે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે પેરોલ પર બાળકના જન્મ માટે કોઈ સ્પષ્ટ નિયમો નથી. પરંતુ વંશની જાળવણીના હેતુથી બાળકો પેદા કરવાની માન્યતા ધાર્મિક દર્શન, ભારતીય સંસ્કૃતિ અને વિવિધ ન્યાયિક ઘોષણાઓ દ્વારા આપવામાં આવી હતી.

Advertisement

ન્યાયાધીશોએ ઋગ્વેદ અને વૈદિક સ્તોત્રોનું ઉદાહરણ આપ્યું અને બાળકના જન્મને મૂળભૂત અધિકાર પણ ગણાવ્યો. પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું- આ દંપતીને તેમના લગ્ન પછી આજ સુધી કોઈ સમસ્યા નથી. હિંદુ દર્શન અનુસાર 16 સંસ્કારોમાં ગર્ભધારણ ટોચ પર છે, આ કારણે તેને મંજૂરી આપી શકાય છે.

Advertisement
Advertisement
Exit mobile version