મેંદા કરતા પણ છે આ વસ્તુ વધારે પૌષ્ટિક, જાણો તેના લાભ અને નુકશાન વિશે

આપણે સૌ રસોડામાં સોજીનો ઉપયોગ કરતાં હોઈએ છીએ તેનાથી બનેલી વાનગીઓ જેવી કે શીરો, ઇડલી વગેરે જેવી વસ્તુ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેનાથી આપના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી છે તેના વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે. આ ઉપરાંત આનો ઉપયોગ બ્રેડ અને પાસ્તા જેવી વસ્તુ બનાવવા માટે પણ કરવામાં આવે છે.

આમાં પ્રોટીન, વિટામિન, થાઇમીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, ફોલેટ બી ૯ જેવા ઘણા પોષક તત્વો રહેલા હોય છે. તેનાથી આપના સ્વાસ્થ્યમાં ઘણા લાભ થાય છે. સાદા લોટ કરતાં આમાં સ્વાસ્થ્યને લગતા વધારે લાભ મળે છે. આ એક ખૂબ સારો વિકલ્પ છે. આજ આપણે જાણીએ કે આનાથી આપના સ્વાસ્થ્યને કેટલા અને ક્યાં ક્યાં લાભ મળી શકે છે.

આને કેવી રીતે બનાવાય :

આને બનાવવા માટે આપણે ઘઉં લઈ તેને સારી રીતે સાફ કરવા જોઈએ ત્યારબાદ મશીનની મદદથી તેની છાલ કાઢીને તમારે દાણાદાર સ્વરૂપમાં પાવડર બનાવી લેવો જોઈએ. આમાં ઘઉં કરતાં ઓછા પોષકતત્વો મળી રહે છે. આને બનાવટી વખતે ઘણા ઘટકો નષ્ટ થઈ જાય છે.

મેંદાથી વધારે લાભદાયક છે સોજી ? :

ઘણા સંશોધનો પ્રમાણે શુદ્ધિકરણ પ્રક્રિયામાં અંદર સૂક્ષ્મજંતુ સાથે ઘઉનો ઉપરના ભાગ માથી મેંદો બનાવાય છે. જ્યારે સોજી બનાવાય ત્યારે આપણે ઘઉનો ઉપરનો ભાગ કાઢી નાખીએ છીએ. તેમાથી મેંદો બનાવાય છે. આનાથી જ મેંદા કરતાં સોજી વધારે વધારે લાભદાયી છે તેમાં ઘણા પોષક તત્વો મળી રહે છે.

લાભ :

ડાયાબિટીસ નિયંત્રણમાં રાખે છે :

આમાં તમારે ઓછું પ્રમાણમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ રહેલું હોય છે. તે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે રહે છે અને તેનાથી શુગર નિયંત્રણમાં રાખવામા મદદ કરે છે.

પેટ માટે લાભદાયી :

જીણા લોટ કરતાં આ ખૂબ લાભદાયી છે તેનાથી પેટને ઘણા લાભ થાય છે. તેનાથી ખાધેલો ખોરાક પચવામાં મદદ મળે છે. તેનાથી તમારી પાચક સિસ્ટમ પણ સારી બને છે. તેનાથી પેટને લગતી સમસ્યા જેવી કે કબજિયાત, એસિડિટી જેવી અને તકલીફથી બચી શકાય છે.

વજન ઓછું કરવા માટે :

અત્યારે બેઠાડું જીવનને કારણે મોટાભાગના લોકોને વજન વધવાની સમસ્યા વધી જાય છે. તેના માટે આ ખૂબ સારો વિકલ્પ છે. આનાથી બનેલી વાનગી લાંબા સમય સુધી પેટમાં રહે છે તેનું પાચન ધીમે ધીમે થવાથી પેટ વધારે સમય સુધી ભરેલું રહે છે. તેથી તમારે વધારે પડતું ખોરાક લેવાની જરૂર નહીં પડે. આનાથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળી શકે છે.

એનીમિયા ને નિયંત્રણમાં રાખે છે :

આમાં આર્યન વધારે માત્રામાં રહે છે. તે શરીરમાં લોહી બનાવામા મદદ કરે છે. આ સિવાય શરીરમાં રક્ત કણો પણ રચાય છે. તેનાથી એનીમિયાની તકલીફ રહેતી નથી.

કબજિયાત દૂર કરે છે :

આમાં ફાઈબર વધારે રહે છે તેનાથી આનાથી પાચન તંત્ર સારી રીતે જળવાય રહે છે. તેનાથી પાચન સારી રીતે થાય છે તેનાથી પેટને લગતી સમસ્યા અને કબજિયાત દૂર થાય છે.

ઉર્જામાં વધારો કરે છે :

આનો શીરો અથવા નાસ્તો બનાવીને તેને લેવાથી શરીરમાં ઉર્જામાં વધારો થશે. તેમાં કાર્બોહાઈડ્રેટ વધારે છે તે નબળાઈ દૂર કરે છે અને શરીરમાં ઉર્જા પ્રદાન કરે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે :

તેનાથી શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે તેનાથી ખૂબ લાભ થાય છે. તેમાં તમારે ટ્રાન્સ ફેટી એસિડ રહેલી હોય છે. તેનાથી ચરબી ઓછી થાય છે અને તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.

ગેરફાયદા :

આનાથી તમને એલર્જી હોય તો આને સેવન ન કરવું જોઈએ તેનાથી તમારી તકલીફ વધી શકે છે. તેનાથી નાક વહેવું, છીંક આવવી, પેટમાં ખેંચાણ થવું, ઊલટી અને ઊબકા થવા જેવી સમસ્યા થાય ત્યારે આનું સેવન ન કરવું. આને વધારે સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઈ શકે છે. કોઈપણ પ્રકારની દવા લો ત્યારે આનું સેવન ન કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત