મખાના સ્કિનને કરે છે સુંવાળી અને વ્હાઇટ, બનાવો આ ફેસ પેક ઘરે અને પછી લો ઉપયોગમાં

મખાના ફેસ પેક સુંદરતા માટે ફાયદાકારક છે- તમે જાણો છો કે મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે શરીરની નબળાઇ અને અનિદ્રાની સમસ્યા દૂર કરે છે અને ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. આ સાથે શરીરમાં હાજર મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર, આયરન અને ઝીંક જેવા પોષક તત્વો પણ શરીરને ઘણાં વધુ ફાયદાઓ આપે છે. મખાના તમારા સ્વાસ્થ્યને સુધારવામાં તો ફાયદાકારક છે જ, સાથે તે તમારી સુંદરતામાં પણ વધારો કરે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા યુવાન અને ચમકદાર બને છે. તેના ઉપયોગથી ત્વચા ગ્લોઈંગ થવાની સાથે ત્વચામાં હાજર ખીલ અને કરચલીઓ પણ દૂર થાય છે. કોરોનાના કારણે દરેક લોકો પાર્લરોમાં જવાથી અને મોંઘી ટ્રીટમેન્ટ કરાવતા ડરે છે. કારણ કે ક્યારે અને કઈ વ્યક્તિને કેવી સમસ્યા છે એ બાબતની દરેક અજાણ છે. તેથી આજે અમે તમને મખાનાના ફેસ-પેક વિશે જણાવીશું. મખાનામાં અમુક ચીજો ઉમેરીને તેનું ફેસ-પેક બનાવવાની તમારી ત્વચાની દરેક સમસ્યા દૂર થશે અને તમને કોઈપણ ટ્રીટમેન્ટની જરૂર નહીં પડે. તો ચાલો અમે તમને મખાનાનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે જણાવીએ.

મખાના અને દૂધનું ફેસ-પેક

image source

ચહેરાની કરચલીઓથી છુટકારો મેળવવા માટે તમે આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આ માટે, પંદર-વીસ મખાનાને અડધો કપ દૂધમાં થોડા કલાકો સુધી પલાળી રાખો. જ્યારે મખાના નરમ થઈ જાય ત્યારે તેને દૂધ સાથે બારીક પીસી લો અને જાડી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટમાં એક ચમચી લીંબુનો રસ નાખો અને તેને ચહેરા અને ગળા પર સારી રીતે લગાવો. ત્યારબાદ હળવા હાથથી ચહેરાના ગોળાકારમાં મસાજ કરો અને પંદર મિનિટ પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો. આ ફેસ-પેકનો ઉપયોગ અઠવાડિયામાં એક વાર કરવાથી તમને ઘણો ફાયદો થશે.

મખાના અને મધ ફેસ પેક

image source

ચહેરા પર ગ્લો લાવવા અને ત્વચાને યુવાન રાખવા માટે તમે દૂધમાં પલાળેલા માખાનાની બે ચમચી પેસ્ટ લો. તેમાં એક ચમચી મધ અને એક ચમચી ગુલાબજળ ઉમેરો. ત્યારબાદ આ બધી ચીજોને એક સાથે મિક્સ કરી દો. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવો. જ્યારે આ પેક થોડું સુકાવા લાગે છે, ત્યારે સાદા પાણીથી ચહેરો સાફ કરો. આ ફેસ-પેકનો ઉપયોગ અઠવાડિયામાં એકવાર કરી શકાય છે.

મખાના અને એલોવેરા ફેસ પેક

image source

ખીલથી છુટકારો મેળવવા માટે તમે મખાના અને એલોવેરા ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આ માટે પંદરથી વીસ મખાનાને પીસીને બારીક પાવડર બનાવો. ત્યારબાદ તેમાં બે ચમચી મખાના પાવડરમાં બે ચમચી એલોવેરા જેલ નાખીને પેસ્ટ બનાવો. તેને આ રીતે દસ મિનિટ રહેવા દો. ત્યારબાદ આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો. ત્યારબાદ આ પેસ્ટને તમારા ચેહરા પર વીસ મિનિટ સુધી રહેવા દો, પછી તમારા ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં બે વાર પુનરાવર્તિત કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત