શું તમે માસ્ક પહેરો તો આંખમાં કે સ્કિન પર થાય છે બળતરા? તો આજથી જ આ પ્રકારના માસ્કનો કરો ઉપયોગ

લાંબા સમય સુધી માસ્ક લગાવવાથી કેટલાક લોકોને આંખમાં બળતરા કે પછી કંઈક ખૂંચતું હોય તેમજ થાક વિગેરેની સમસ્યા રહેતી હોય છે. તેમજ પ્રકાશ પ્રત્યે તેઓ થોડા વધારે સંવેદનશીલ બને છે અને તેના કારણે તેમને થોડું ઝાંખું દેખાવા લાગે છે અન તેમને આંખો બંધ કરવાની ઇચ્છા થયા કરે છે, આ ઉપરાંત આંખમાં દુઃખાવો, માથાનો દુખાવો વિગેરે પણ થતું હોય છે.

image source

આ લક્ષણોને માસના એસોસિએટેડ ડ્રાઈ આઇ મેડ કહે છે. તેનુ જોખમ તે લોકોને વધારે હોય છે જે લોકો લાંબા સમય સુધી ખોટી રીતે માસ્ક લગાવી રાખતા હોય છે. માસ્ક લગાવવાથી નાક તેમજ મોઢામાંતી નીકળથી ગરમ હવા આંખમાં પહોંચી જાય છે અને તેના કારણે આ સમસ્યા થતી હોય છે.

image soucre

આ સમસ્યાથી બચવા માટે માસ્કના ઉપરના ભાગને નાક સાથે યોગ્ય રીતે બેસાડી દેવું જેથી કરીને નાક તેમજ મોઢામાંથી નીકળેલી હવા તમારી આંખોને ન અડે અને તમારી આંખો ડ્રાઈ ન થાય. વધારે સારું એ રહેશે કે તમે યોગ્ય ફિટિંગવાળા માસ્ક પહેરો જે તમારા નાક અને મોઢાને યોગ્ય રીતે ઢાંકે. અને થોડા સમયના અંતરે તમારે માસ્કને ખોલી દેવું જોઈએ અને જો તમને આ પ્રકારની સમસ્યા વધારે લાંબો સમય રહે તો તમારે ડોક્ટરની સલાહ લેવામાં મોડું ન કરવું જોઈએ.

લાંબો સમય માસ્ક પહેરી રાખવાથી થતી તકલીફથી આ રીતે રહો દૂર

image source

કોરોના વાયરસનું વધતું સંક્રમણ આખીએ દુનિયામાં ચિંતાનો વિષય બન્યું છે. દેશ અને દુનિયામાં એકધારા સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે અને તેન સાથે સાથે જ કોરોનાના કારણે મૃત્યુ પામનારાઓનો આંકડો ફણ વધી રહ્યો છે. કોરોના સંક્રમણથી બચવા માટે ભારત સહિત આખી દુનિયાના મોટા ભાગના દેશોમાં વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે અને ઘણી બધી વેક્સીનોની ક્લિનિકલ ટ્રાયલ પણ ચાલી રહી છે. પણ હજુ સુધી સામાન્ય લોકો માટે કોઈ જ વેક્સિન નથી આવી અને ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા જાળવી રાખવા ઉપરાંત માસ્કનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી માનવામાં આવે છે.પણ ઘણા બધા લોકો હજુ પણ માસ્ક પહેરવા નથી માગતા. સામાન્ય રીતે ટેવ નહીં હોવાના કારણે લોકોને એકધારું માસ્ક પહેરી રાખવાથી અસુવિધા થતી હોય છે. તેવામાં નિષ્ણાતોએ કેટલીક ટીપ્સ આપી છે જે ખૂબ કામની છે.

image source

બધા જ જાણે છે કે હાલના સમયમાં કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું કેટલુ જરૂરી છે. જો કે ઘણા લોકો માટે માસ્ક પહેરવું અસગવડભર્યું છે. કેટલાક લોકો માસ્ક પહેરવાથી કાનની પાછળ દુઃખાવાની ફરિયાદ રહે છે. ખાસ કરીને ચશ્મા પહરેરનારા લોકોને તેના કારણે ચશ્મા પર વારંવાર વરાળ જામી જવાની ફરિયાદ થયા કરે છે. આવી જ ફરિયાદોને ધ્યાનમાં રાખીને કેટલાક નિષ્ણાતોએ ખાસ ટીપ્સ શેર કરી છે.

image source

નિષ્ણાતો સલાહ આપે છે કે માસ્ક પહેરવાથી થતી મુશ્કેલીને દૂર કરી શકાય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ચશ્માને માસ્કની ઉપરથી પહેરવું જોઈએ, જેનાથી શ્વાસ છોડવા દરમિયાન ચશ્માના ગ્લાસ પર વરાળ નથી જામતી.

જ્યારે બીજા ઘણા બધા લોકો એવા છે જેમને માસ્કની દોરીના કારણે કાન પર દુઃખાવાની સમસ્યા રહેતી હોય છે. લોકો ઇચ્છે તો તે બન્ને દોરીને ક્લિપની મદદથી વાળમાં ફસાવી શકે છે.

કેટલાક લોકોના ચહેરા નાના હોય છે જેના કારણે માસ્ક ઢીલું હોય છે. આવા લોક માસ્કમાં લાગેલા ઇલાસ્ટિકની દોરીઓને બન્ને તરફથી પાછળ ખેંચીને ક્લિપ જોડી શકે છે આમ કરવાથી તેમના માસ્ક ફીટ પણ બેસશે અને કાન પર ભાર પણ નહીં આવે.

image source

નિષ્ણાતોએ માસ્ક પહેરવા દરમિયાન ગ્લોસ વાળી લિપસ્ટિક ન લગાવવાની સલાહ આપી છે. તેનાથી માસ્ક અને ચહેરા બન્ને ખરાબ થવાનું જોખમ છે.
નિષ્ણાતો કહે છે કે માસ્ક લગાવવાથી ગરમીથી પરસેવો થવા પર ખીલની સમસ્યા વધી શકે છે. તેવામાં ઘર કે પછી તમારા સ્થળે પહોંચો ત્યાર બાદ માસ્ક કાઢીને તમારો ચહેરો સાબુ કે ફેસ વોશથી ધોઈ લેવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત