શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહુડા એ મનુષ્ય માટે એક જીવન સમાન ઔષધિ છે ? વાંચો આ લેખ અને જાણો…

મહુડાનાં વૃક્ષ બધી જ જગ્યાએ જોવા મળે છે. મહુડાના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકાતવાળા હોય છે. આ ફૂલોથી શરીરને ઘણા બધા લાભ મળે છે, આ વૃક્ષના ફૂલનો રંગ આછો પીળો હોય છે. આ ફૂલમાં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષની છાલ, પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે. આજે અમે તમને મહુડાના ફાયદાઓ વિશે જણાવીશું.

image source

મહુડાનાં ફૂલ નો ઉકાળો બનાવી સવાર-સાંજ પીવાથી શરદી દૂર થાય છે. તથા તેની અસર લાંબા સમય સુધી જોવા મળે છે. તેના ફૂલ ને દૂધ માં ઉકાળીને પીવાથી શરદી તાવ મટે છે. તથા તેના ફૂલ નેહરદાર નાખી ઉકાળો બનાવી પીવાથી તાવ અને શરદી મટે છે.

image soucre

વાત, પિત્ત અને કફ માટે મીઠું,અજમો મહુડાનાં ફૂલ તથા હરદર નો ઉકાળો બનાવી નાસ લેવાથી કફ ,પિત્ત દૂર થાય છે. શરીર ના કોઈ પણ ભાગ માં થતા દુખાવામાં જેવા કે માંસપેશીઓ, સાંધાના દુખાવા વગેરે માં મહુડાનાં તેલ ની માલિશ કરવાથી દુખાવા દૂર થાય છે. મહુડાનાં ફૂલ ને દૂધ માં ઉકાળી દસ થી વીસ દિવસ સુધી લેવાથી ખાંસી માટે છે. તથા નાના બાળકો ને તેલ ની માલિશ કરવાથી આરામ મળે છે.

image soucre

ખરજવું એ એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો અવારનવાર આવે છે. તેનાથી છુટકારો મેળવવા માટે મહુડાના પાન પર તલ નું તેલ પેસ્ટ તરીકે લગાવો અને ચેપગ્રસ્ત વિસ્તારમાં ગરમ કરો. જલ્દી આરામ મળશે. મહુડા ના ફૂલ ને પીસી ને તે જગ્યા પર લેપ કરવાથી વિષ ફેલાતું નથી અને તેમાં રાહત થાય છે.

image soucre

મહુડાનાં છાલનો ઉકાળો પીવાથી ઘૂંટણના દુખાવા અને સોજામાં રાહત મળે છે. ઉકાળો ના પીવો હોય તો એનો લેપ પણ લગાવી શકો છો એનો લેપ બનાવવા માટે એની છાલને પીસીને તેમાં ગરમ સરસો નું તેલ ભેળવો પછી આ લેપને લગાવી દો આ લેપ લગાવવાથી સોજામાં રાહત મળે છે.

image soucre

મહુડામાં એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મો હોય છે જે ચેપથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. મહુડાના ઝાડની છાલમાંથી તૈયાર કરેલો ઉકાળો આંતરડાના રોગો અને ઝાડામાં રાહત આપે છે. કાકડા નો સોજો અને ફેરીન્જાઇટિસમાં પણ છાલના અર્ક સાથે કોગળા કરવા અસરકારક છે. ઝાડા મટાડવા માટે, એક કપ છાલનો અર્ક રાહત આપે છે. તેની છાલમાં ટેનીન નામનું કેમિકલ ઘાને સુકા કરવામાં મદદ કરે છે.

image source

મહુડાનાં ફૂલ ખૂબ ઠંડા હોય છે. એક કાચની બરણી લઈ તેમાં એક થર ખડીસાકર નો અને એક થર ફૂલ નો તેવી રીતે ભરવું. આ બરણી બરાબર બંધ કરીને તડકામાં મૂકી દેવી. આ ગુલકંદ ગરમીની તકલીફ માટે ખૂબ સારો માનવામાં આવે છે. નાના બાળકને ભૂખ લાગતી ન હોય અને થોડા કૃમિ થયાં હોય એવું લાગતું હોય તો પાંચ ગ્રામ છાલનો દોઢ-બે કપ પાણીમાં રસ કાઢી અને એમાં મધ નાખીને પીવું. આથી કૃમિ નીકળી જઈને ભૂખ લાગશે.