TEST : તમારા દૂધમાં કયું કેમિકલ મિક્સ કરાયું છે, ઘરે જ કરો ચેક

દરેક ગ્રાહકની ફરિયાદ હોય છે કે તેના દૂધમાં પાણી મિક્સ કરાયું છે. પેક્ડ દૂધમાં કેમિકલ હોય છે. લોકો આશા રાખે છે કે તંત્ર તેની તપાસ કરે. તમે ઇચ્છો તો ફક્ત 20-25 રૂપિયાનો ખર્ચ કરીને જાતે જ જાણી શકો છો. જો તમે તમારી હેલ્થને માટે સજાગ છો અને એક જાગૃત ગ્રાહક છો તો તમે તેને ચેક કરી શકો છો. દૂધમાં પાણી મિક્સ કરવાની વાત તો વિક્રેતાઓ પણ સ્વીકારે છે. અલગ અલગ ભાવે દૂધ વેચે છે. દૂધને લાંબા સમય સુધી ખરાબ થતું અટકાવવા પેક્ડ દૂધમા કેટલાક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના આધારે દૂધમાં યૂરિયા, અમોનિયા, નાઇટ્રેટ ફર્ટિલાઇઝર, શુગર,મીઠું અને સાથે જ ગ્લૂકોઝની મિલાવટ પણ હોય છે. દૂધના પ્રમાણની સાથે જ એસએનએફ અને ફેટ પણ વધે છે. ન્યૂટ્રલાઇઝર એટલે મિક્સ કરાય છે કે દૂધમાં ખટાશ ન આવે. આ સિવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ફોર્માલિન મિક્સ કરાય છે જેથી દૂધ ખરાબ ન થાય. લોટ અને સ્ટાર્ચ મિક્સ કરવાનું કારણ અમોનિયા અને યૂરિયાના કારણે ખરાબ થયેલો ટેસ્ટ સુધારવાનું હોય છે. ગાયના દૂધમાં ફેટનું પ્રમાણ 3.5 ટકા અને મિલ્ક સોલિડ નોન ફેટનું પ્રમાણ 8.5 ટકા હોવું જોઇએ. ભેંસના દૂધમાં ફેટ 5 ટકા અને મિલ્ક સોલિડ નોન ફેટનું પ્રમાણ 9.5 ટકા હોવું જોઇએ.

જાણો લેક્ટોમીટરથી કઇ રીતે કરી શકાય છે દૂધને ચેક અને અન્ય ટિપ્સ…

image source

ક્યાંક તમે પણ નથી પી રહ્યાને મિલાવટી દૂધ

આ રીતે ચેક કરો દૂધના કેમિકલ

આ રીતે કરો ચેક

દૂધમાં પાણીની મિલાવટની ખાતરી લેક્ટોમીટરથી કરી શકાય છે. લેક્ટોમીટરને દૂધમાં નાંખો અને સાથે તે 28 ડિગ્રી સુધી તેમાં ડૂબે છે તો તેમાં પાણી મિક્સ કરાયું છે. લેક્ટોમીટર 20-25 રૂપિયામાં ખરીદી શકાય છે.

આ રીતે કરો ચેક

યૂરિયા

image source

બીકરમાં બે મિલિલિટર દૂધ અને બે મિલિલિટર યૂરિયા રિએજંટ નાંખો. પીળો રંગ દેખાય તો તેમાં યૂરિયા મિક્સ છે.

આ રીતે કરો ચેક

અમોનિયા

image source

બે મિલિલિટર દૂધ લો. તેમાં બે મિલિલિટર અમોનિયા રિએજંટ મિક્સ કરો. જો રંગ ભૂરો થાય તો દૂધમાં અમોનિયા ફર્ટિલાઇઝર મિક્સ છે.

આ રીતે કરો ચેક

નાઇટ્રેટ ફર્ટિલાઇઝર

image source

બીકરમાં બે મિલિલિટર દૂધ લો. ટ્યૂબના કિનારે એક મિલિલિટર નાઇટ્રેટ પરીક્ષણ નાંખો. નાઇટ્રેટ ફર્ટિલાઇઝર હશે તો તેનો રંગ ભૂરો થશે.

આ રીતે કરો ચેક</p.

સ્ટાર્ચ

image source

5 મિલિ દૂધ ઉકાળો. ઠંડુ થાય ત્યારે સ્ટાર્ચ પરિક્ષણ રસાયણના કેટલાક ટીપાં નાંખો. ભૂરો રંગ થાય તો તેમાં સ્ટાર્ચ છે.

——–

આ રીતે કરો ચેક

શુગર

image source

એક મિલિલિટર દૂધમાં એક મિલિલિટર ખાંડ પરીક્ષણ રસાયણ નાંખો. 3-5 મિનિટ સુધી તેને ઉકળતા પાણીમાં નાંખો. લાલ રંગ થાય તો દૂધમાં ખાંડ મિક્સ છે.

આ રીતે કરો ચેક

ન્યૂટ્રલાઇઝર

પાંચ મિલિલિટર દૂધમાં પાંચ મિલિલિટર ન્યૂટ્રલાઇઝર રિએજંટ -1 અને રિએજંટ -2 મિક્સ કરો. ગુલાબી રંગ થાય તો ન્યૂટ્રલાઇઝર મિક્સ છે.

કિડની ખરાબ થાય છે

પાણી મિક્સ કરેલું દૂધ બેસ્વાદ લાગે છે અને સાથે હેલ્થને પણ નુકશાન કરે છે. કેમિકલ વાળા દૂધથી કિડની, લિવર અને પેટને નુકશાન થાય છે.

આ રીતે ચેક કરો દૂધ

કાચના ગ્લાસમાં દૂધ ભરો, મીણબત્તી સળગાવીને એક ફીટની ઉંચાઇ પર ગ્લાસ રાખો.

ગ્લાસની અંદર જ્યોત દેખાય તો તે દૂધ અસલી છે. જ્યોત ફેલાયેલી દેખાય તો દૂધમાં મિલાવટ છે.

અડધા કપ દૂધમાં ઝડપથી પાણી મિક્સ કરો. તેમાં ફીણ થાય તો સમજો કે દૂધમાં ડિર્ટજન્ટની મિલાવટ છે.

થોડું દૂધ હથેળી પર લઇને ઘસો. તે વધારે ચિકણું થઇ જાય તો સમજો કે તેમાં મિલાવટ છે.

દૂધ ગરમ કર્યા બાદ પીળું દેખાય તો સમજો કે તેમાં યૂરિયા મિક્સ કરાયું છે.

દૂધના કેટલાક ટીપાંને વાટકીમાં નાંખીને હળદર મિક્સ કરો. હળદર તરત ઘટ્ટ ન થાય તો તેનો અર્થ છે તેમાં મિલાવટ છે.

દૂધને સામાન્યથી વધારે સમય સુધી ઉકાળો. મલાઇ પીળા રંગની જામે તો તેમાં યૂરિયા કે અન્ય કેમિકલ મિક્સ છે.

image source

અંગૂઠા પર દૂધના કેટલાક ટીપાં નાંખો. જો તે વહે છે અને કોઇ નિશાન છોડતા નથી તો સમજો કે દૂધમાં પાણી મિક્સ છે.

5 ML કાચા દૂધમાં 5 ML આલ્કોહોલ મિક્સ કરો. તેમાં 5 ટીપાં રોજેલિક એસિડ નાંખો. જો 30 સેકંડમાં કલર લાલ થાય તો દૂધ મિલાવટી છે.

5 ML કાચા દૂધમાં 2 ટીપાં બ્રોમોક્રિસોલ પરપલ સોલ્યુશન નાંથો. રંગ ભૂરો થાય તો તેમાં મિલાવટ છે.

5 ML કાચા દૂધમાં 4 ટીપાં એસિડિક એસિડ નાંખીને હલાવો. જો તે બ્લૂ થાય છે તો તેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ મિક્સ છે.

5 ML કાચા દૂધમાં 5 ML પારો ડાઇમિથાઇલ અમીનો બેન્જલડિહાઇડ મિક્સ કરો. જો તે ડાર્ક યલો થાય છે તો સમજો કે તેમાં યૂરિયા મિક્સ છે.

image source

ટેસ્ટ ટ્યૂબમાં દૂધ લઇને 10 ટીપાં હાઇડ્રોક્લોરિક એસિડ અને એક ચમચી ખાંડ મિક્સ કરો. પાંચ મિનિટ બાદ આ કલર લાલ થાય તો તેમાં વનસ્પતિ ઓઇલ મિક્સ કરાયું છે.

10 ML દૂધ અને 5 ML સલ્ફ્યુરિક એસિડ મિક્સ કરો. તેમાં વાયોલેટ કે બ્લૂ રિંગ્સ થાય તો તેમાં ફોર્માલિન મિક્સ છે.

દૂધમાં થોડા ટીપાં આયોડિન કે આયોડિન સોલ્યુશન મિક્સ કરો. થોડા સમય બાદ તેનો કલર બ્લૂ થાય તો તેમાં સ્ટાર્ચ મિક્સ છે.

ટેસ્ટ ટ્યૂબ બેબીમાં એક ટી સ્પૂન દૂધ, અડધી ટીસ્પૂન સોયાબિન, અરહર પાવડર મિક્સ કરો. પાંચ મિનિટ બાદ તેમાં રેડ લિટમસ પેપર ડિપ કરો. થોડી વાર બાદ પેપર બ્લૂ થાય તો તેમાં યૂરિયા મિક્સ છે.

image source

દૂધમાં ગ્લૂકોઝ/ઇનવર્ટ શુગર હોતી નથી. તેમાં મિલાવટ છે કે નહીં તે ચેક કરવા યૂ-રીઝ સ્ટ્રિપ યૂઝ કરો. આ મેડિકલ સ્ટોર્સમાં સરળતાથી મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત