સેનિટાઈઝરનો વધુ પડતા ઉપયોગથી આ રીતે ફોનમાં થઇ શકે છે શોર્ટ સર્કિટ, શું તમે જાણો છો આ વાત?

માર્કેટમાં હેન્ડી સેનીટાઈઝર નો ઉપયોગ વધી ગયો છે. ત્યારે સંભવિત કોરોના વાઇરસ સામે નાગરિકોને વ્યાજબી ભાવે માસ્ક-હેન્ડ સેનીટાઇઝર ઉપલબ્ધ કરાવવા ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. સાથે જ સ્વસ્થ નાગરિકોને સેનીટાઇઝરનો બિન જરૂરી ઉપયોગ ટાળવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. તેમજ કોરોના વાયરસ સંબંધિત માહિતી માટે ૧૦૪ ફિવર હેલ્પ લાઇન ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ સંકટ વધી જ રહ્યો છે. તમામ દેશમાં સાબુથી કે અથવા આલ્કોહોલ યુક્ત સેનિટાઈઝરથી હાથ સાફ કરવા માટે લોકોને સમજાવવામાં આવી રહ્યાં છે. સંક્રમણનો ડર એ હદે ડરી ગયા છે કે પોતાના ફોન પર હેન્ડ સેનિટાઈઝરથી સાફ કરી રહ્યાં છે. અમુક લોકો ફોનને વાઈરસ રહિત બનાવવા માટે એન્ટી બેક્ટેરિયલ વેટ-વાઈપ્સ વાપરી રહ્યાં છે. પરંતુ અમુક લોકો એવા છે જેઓ આલ્કોહોલ યુક્ત સેનેટાઈઝરને પોતાના ફોનથી સેનિટાઈઝ કરી રહ્યાં છે. આ લોકોને ફોનને સેનિટાઈઝરથી થતા નુકસાન અંગે માહિતી નથી.

શું હેન્ડ સેનિટાઇઝર ખરેખર કામ કરે છે?

IMAGE SOURCE

તે લાંબા સમય સુધી કામ કરતું નથી અને તેથી સાબુ અને પાણીથી હાથ ધોવાનું વધુ સારું છે. જો કે, હેન્ડ સેનિટાઇઝર એ એક અનુકૂળ વિકલ્પ છે. જ્યારે તમે સાબુ અને પાણીથી હાથ ધોશો, ત્યારે તમામ પ્રકારના સૂક્ષ્મજીવાણુઓ ધોવાઇ જાય છે જ્યારે હાથ સેનિટાઇઝર તે જ સમયે તમારા હાથ પરના બધા જંતુઓનો નાશ કરે છે. પરંતુ જલદી તમે બીજી દૂષિત સપાટીના સંપર્કમાં આવશો, તમારા હાથ ફરીથી ગંદા થઈ જશે. તેથી, તમારા હાથ કેટલા સમય સુરક્ષિત રહેશે તેના પર નિર્ભર છે કે તમે કોઈપણ ચેપગ્રસ્ત વસ્તુને કેવી રીતે સ્પર્શશો.

IMAGE SOURCE

એક મોબાઈર રિપેરિંગ સેન્ટરના વ્યક્તિએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સંક્રમણ ફેલાયા બાદ ફોન રિપેરિંગ માટે આવનારા મોટાભાગના લોકો એવા છે જેમણે ફોનને હેન્ડ સેનિટાઈઝર વડે સાફ કર્યા હતા. ઘણા લોકો એવા છે જેમણે મોબાઈલને એવી રીતે સેનિટાઈઝ કર્યા છે કે હેડફોન જેકમાં સેનિટાઈઝર જઈ રહ્યું છે. જેના કારણે ફોનમાં શૉર્ટ સર્કિટ થઈ રહ્યું છે. આ ઉપરાંત લોકોની ડિસ્પ્લે તથા કેમેરા લેન્સ પણ તેના કારણે ખરાબ થઈ રહ્યાં છે. સેનિટાઈઝરથી ડિસ્પ્લે પીળી થઈ રહી છે.

મેડિકલ વાઈપ્સનો ઉપયોગ

IMAGE SOURCE

તમે મોબાઈલની સફાઈ માટે માર્કેટમાં મળતા ૭૦ ટકા આલ્કોહોલવાળા મેડિકલ વાઈપ્સનો ઉપયોગ કરી શકો છે. આ વાઈપ્સ થકી ફોનને યોગ્ય રીતે સાફ કરી શકશો. આ ઉપરાંત બેક્ટેરિયાનો પણ નાશ થશે. તમારે સૌપ્રથમ ફોન બંધ કરવાનો રહેશે, જે પછી રૂને રબિંગ અલ્કોહોલમાં નાખી ફોનની સ્ક્રિનને ડાયરેક્ટ સાફ કરી શકો છો. તમે કંપનીના કસ્ટમર કેર સેન્ટર પાસેથી માહિતી મેળવી શકો છો કે ફોનને કઈ રીતે સાફ કરી શકાય, કારણ કે તમામ કંપનીઓના ફોન મટિરીયલ અને ડિસ્પ્લે ટાઈપ જુદા હોય છે.

એન્ટી બેક્ટેરિયલ પેપર

IMAGE SOURCE

લૉકડાઉનમાં અમુક સિલેક્ટડ સ્ટોર્સ ઓપન થયા છે, જેમાં કેમિસ્ટ સ્ટોર પણ સામેલ છે. અહીંથી તમે એન્ટી બેક્ટેરિયલ ટિશ્યૂ પેપર ખરીદી શકો છો, જેના વડે તમે પોતાનો ફોન સાફ કરી શકો છો. વાસ્તવમાં હેન્ટ સેનિટાઈઝરથી ફોન સાફ કરવા પર ફોનની સ્ક્રિનની સાથે હેડફોન જેક તથા સ્પીકર પણ ખરાબ થઈ રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત