જો આ કામ કરશો તો ફટાફટ ફૂલથી ભરાઈ જશે મોગરાનો છોડ

જો તમારા ઘરમાં લગાવેલા મોગરાના છોડ પર ફૂલ નથી આવી રહ્યા કે પછી ઓછા ફૂલ આવી રહ્યા છે તો તમારે હેરાન થવાની જરૂર નથી. તમે આ નાની ટિપ્સની મદદથી મોગરાના ફૂલની સુગંદથી ઘરને મહેકાવી શકો છો.

image source

કેટલાક લોકો ઘરમાં નાના છોડ લગાવવાનું પસંદ કરે છે. ખાસ કરીને તે ફૂલમાં સુગંધ આવે તે જરૂરી છે. અનેક વાર લોકો શોખથી છોડ વાવે છે અને સાથે ફૂલ ન આવે તો માયુસ થાય છે. જો તમારા ઘરમાં મોગરાના છોડ પર ફૂલ આવી રહ્યા નથી કે ઓછા આવી રહ્યા છે તો તમે માયુસ ન થાઓ. આ ટિપ્સ ફોલો કરી લો અને તેની મદદથી તમે મોગરાના ફૂલની સુગંધ આખા ઘરમાં ફેલાવી શકો છો.

માટી કે સિમેન્ટના કુંડામાં લગાવો મોગરો

image source

મોગરાને પ્લાસ્ટિકના કુંડા, ડોલ કે ટીનના ડબ્બામાં કેટલાક લોકો લગાવે છે. આ કારણે પણ મોગરાના છોડ યોગ્ય રીતે વિકાસ પામતા નથી, આ છોડને લગાવવા માટે માટી કે સીમેન્ટનું કુંડું યૂઝ કરો. તેને કાચી જમીન પર પણ લગાવી શકાય છે. મોગરાના છોડને સ્વસ્થ રાખશો તો તેની પર વધારે ફૂલ આવી શકે છે.

તડકો પણ છે જરૂરી

image source

કેટલાક લોકો મોગરાને કુંડામાં લગાવીને તેની જગ્યા પર રાખે છે. અહીં પૂરતો તડકો મળતો નથી, મોગરાના છોડને તડકાની પણ જરૂર રહે છે. જો તમે મોગરાના ફૂલની સુગંધ ઈચ્છો છો તો છોડને એવી જગ્યાએ રાખો કે તેની પર તડકો આવે.

છોડને આપો પૂરતા ન્યૂટ્રિએન્ટ્સ અને એપ્સમ સોલ્ટ

મોગરાના છોડને લગાવવા માટે વધારે પોષણ આપવાની જરૂર રહે છે. આ માટે જ્યારે પણ છોડ લગાવો તો માટીમાં ગોબરનું ખાતર કે વર્મી કમ્પોસ્ટ, રેતી અને કોકોપીટને મિક્સ સરો. આ સાથે એક વાર તેમાં ખાતર મિક્સ કરો અને માટીનું ખોદકામ કરો. છોડમાં અપ્સમ સોલ્ટ જરૂરી છે. એક લિટરની સ્પ્રે બોટલમાં એક ચમચી એપ્સમ સોલ્ટ લો. આ પાણીને દિવસમાં એક વાર સ્પ્રે કરો. તેનાથી છોડ સ્વસ્થ રહેશે અને તેમાં વધારે ફૂલ આવશે.

પાણી આપવું પણ જરૂરી

image source

અન્ય છોડની જેમ મોગરાના છોડને પણ પાણીની જરૂર રહે છે. તેમાં વરસાદના સિવાય દરેક સીઝનમાં એક વાર અને ગરમીની સીઝનમાં રોજ 2 વાર પાણી આપવું. પાણીનું પ્રમાણ ધ્યાન રાખવાની જરૂર છે. કુંડામાં એટલું પાણી ન ભરો કે તે પાણીથી છલોછલ રહે. ન ઓછું પાણી ભરો. પાણી એટલું રાખો કે માટી ભીની રહે. છોડ હર્યો ભર્યો રહે અને તેમાં વધારે ફૂલ આવે તો પાણી નાંખતા રહો. તેનાથી માટીમાં ભરપૂર ભેજ બની રહે છે.

ટ્રિમિંગ પણ કરો

image source

મહિનામાં ઓછામાં ઓછું એક વાર છોડનું ટ્રિમિંગ કરવાનું જરૂરી છે. છોડમાં પીળા અને સૂકા પાનની સાથે સૂકી ડંડીઓ અને પ્લાન્ટ કટર કે કાતરની મદદથી અલગ કરતા રહો. આ સાથે ફૂલ ખીલ્યા બાદ સૂકાઈને પડે છે તો તેને પણ હટાવતા રહો. આ રીતે નવી ડાંડી સાથે છોડ ખીલશે અને ફૂલ વધારે આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત