મોતી જેવા સફેદ દાંત માટે આ ઘરેલૂ ઉપાય કરે છે કમાલ, તમે પણ આજે જ અજમાવી લો

તમારા દાંતમાં પીળાશ આવી ગઈ છે અને તમારા પેઢામાં પણ તકલીફ રહે છો તો તમે ઘરેલૂ ઉપાયની મદદ લઈ શકો છો. આ ઉપાયમાં મસ્ટર્ડ એટલે કે રાઈનું તેલ તમારી મદદ કરી શકે છે. આ તેલમાં અનેક ચીજોને મિક્સ કરીને તમે તેનાથી દાંત સાફ કરશો તો તેની પીળાશ દૂર થશે અને તે મોતી જેવા ચમકી જશે.

image source

કોઈ પણ ચહેરાની સુંદરતામાં તેના સફેદ અને મોતીની જેમ ચમકતા દાંત મહત્વના રહે છે. જો તમારા દાંત પીળા પડી ગયા છે અને તમારી સુંદરતા પર અસર કરે છે તો તમારે તેની દેખરેખ કરવાનું શરૂ કરી દેવું જોઈઈએ. તમે પીળા દાંતના કારણે શરમ અનુભવો તેવું પણ શક્ય છે. દાંતની સફાઈ સવાર અને સાંજ 2 સમયે કરવી જરૂરી છે. તેનાથી તમારા દાંત ચમકદાર બની જાય છે. રાઈના તેલમાં તમને ઘરમાં મળી જનારી કેટલીક ચીજોને મિક્સ કરી લેશો તો તમે પરફેક્ટ રીઝલ્ટ મેળવી શકો છો.

રાઈનું તેલ અને સિંધવ મીઠું

image source

જો તમે દાંત પર રાઈનું તેલ અને સિંધવ મીઠું લગાવો છો તો તેનાથી દાંતનું પીળાપણું દૂર થાય છે. આ સાથે પાયરિયાની સમસ્યા પણ ઓછી થાય છે. સિંધવ મીઠામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ અને આયર્ન, આયોડિન, ફોસ્ફરસ, પોટેશિયમ, ક્રોમિયમ, લિથિયમ, સોડિયમ, ક્લોરાઈડ જેવા તત્વો હોય છે. તેનો ઉપયોગ તમે માઉથ ફ્રેશનરના રૂપમાં પણ કરી શકો છો.

રાઈનું તેલ અને રાખ

image source

પહેલા તમે જોયું હશે કે લોકો રાઈના તેલની સાથે રાખને મિક્સ કરીને ગામડામાં દાંત સાફ કરતા હતા. તેનાથી દાંતની પીળાશ અને ડાઘ ધબ્બા દૂર થતા હતા. તમે થોડી રાખ લો અને તેમાં રાઈના તેલના કેટલાક ટીપાં નાંખીને તેને મંજનની જેમ ઉપયોગમાં લો. તેનાથી દાંત સાફ કરવાથી પણ તેની પીળાશ ઓછી થશે.

રાઈનું તેલ અને હળદર

image source

હળદરમાં સોજા રોકવાના અને સાથે અનેક કીટાણુની સાથે બેડ બેક્ટેરિયા પણ ખતમ કરવાનો ગુણ છે. તમે હળદરને રાઈના તેલમાં મિક્સ કરો અને તેનાથી દાંતને સાફ કરો. તમને એક પ્રાકૃતિક પેસ્ટની મદદ મળશે. તેનાથી દાંતને સાફ કરવાથી તેની પીળાશ દૂર થશે અને પેઢા મજબૂત થશે.

રાઈનું તેલ અને હૂંફાળું પાણી

image source

તમે રાઈના શુદ્ધ તેલમાં થોડા ટીપા પાણીના મિક્સ કરો અને દાંત પર લગાવીને રાખી શકો છો. થોડી વાર તેને રાખશો તો તમારી અનેક સમસ્યાઓ દૂર થશે. રાઈના તેલમાં 2-3 ટીપા ગરમ પાણી મિક્સ કરી લો. હવે તેને દાંત અને પેઢા પર લગાવો. તેની 2-3 મિનિટ બાદ હૂંફાળા પાણીથી કોગળા કરી લો. તેનાથી પેઢાના સોજા, દાંતનું દર્દ, પીળાશ અને નબળાઈ પણ દૂર થશે.

રાઈનું તેલ અને બેકિંગ સોડા

image source

રાઈના તેલમાં બેકિંગ સોડા મિક્સ કરી લો અને તેને દાંત પર લગાવો. તેનાથી દાંતના ડાઘ દૂર થશે. બેકિંગ સોડાને સોડિયમ કાર્બોનેટના રૂપમાં માનવામાં આવે છે. જે દાંતને મોટો ફાયદો આપે છે. બેકિંગ સોડા અને રાઈના તેલના કોગળા કરવાથી ઓરલ હેલ્થમાં સુધારો આવે છે અને દાંત સફેદ થાય છે. વધારે સમય સુધી તેનો ઉપયોગ કરવાથી દાંત ખરાબ પણ થઈ શકે છે. આ માટે અઠવાડિયામા 1-2 વાર તેનો ઉપયોગ કરવો સારું માનવામાં આવે છે.