જમ્યા પછી ખાસ ખાઓ મુખવાસમાં વરિયાળી, કોલેસ્ટ્રોલ રહેશે કંટ્રોલમાં અને સાથે થશે આ ફાયદાઓ પણ

તમે તો જાણો જ છો કે થોડા દિવસોમાં જ દિવાળી આવી રહી છે,દિવાળીના દિવસોની દરેક લોકો રાહ જોઈને બેઠા હોય છે,કારણ કે આખા વર્ષ દરમિયાન દિવાળીના જ એવા દિવસો હોય છે,જેમાં પરિવારના દરેક લોકોને લાંબી રાજાઓ મળે છે અને આ દિવસોમાં લોકો વધારે ફરવા જાય છે,પરંતુ અત્યારે ચાલતા કોરોનાના સમય દરમિયાન ફરવાના નામ પરથી જ લોકોને ડર લાગે છે.તો આ વર્ષ દરમિયાન 90% લોકો દિવાળી ઘરે જ ઉજવશે,એવું લાગે છે.દિવાળી જેવા તહેવારોમાં જો આપણે ઘરે રહીએ તો એ પણ એક મજાની વાત જ છે,કારણ કે દિવાળીના દિવસોમાં સ્વાદિષ્ટ ભોજન કોને ના ગમે.પરંતુ આ સ્વાદિષ્ટ ભોજન પછી ઘણા લોકોને કબજિયાત,એસીડીટી અથવા તો અપચાની સમસ્યાઓ થાય છે,શું તમે જાણો છો કે આ સમસ્યાઓ દૂર કરવા માટે તમારે શું કરવું જોઈએ ? આ દરેક સમસ્યાઓ દૂર કરવા માટે તમારે ભોજન કર્યા પછી વરિયાળીનું સેવન કરવું જોઈએ.વરિયાળી તમારા પેટની દરેક સમસ્યા દૂર કરશે.તો ચાલો અમે તમને જણાવીએ વરિયાળી ખાવાના ફાયદાઓ વિશે.

image source

1 ભોજન કર્યા પછી 30 મિનિટ બાદ વરિયાળી ખાવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.

2 બે-પાંચ ગ્રામ વરિયાળીનું સેવન કરવાથી લીવર અને આંખોની સમસ્યા દૂર થાય છે.અપચા જેવી સમસ્યામાં વરિયાળી ખૂબ ઉપયોગી છે.સેકેલી વરિયાળી અને કાચી વરિયાળીનું સાથે સેવન કરવાથી અપચાની સમસ્યા હંમેશ માટે દૂર થાય છે.

3 એક ચમચી વરિયાળીને બે કપ પાણીમાં ઉકાળો.ત્યારબાદ દિવસમાં બે થી ત્રણવાર તે પાણી પીવું જોઈએ.આ કરવાથી અપચો અને કફની સમસ્યા દૂર થાય છે.

image soucre

4 અસ્થમા અને કફની સમસ્યા દૂર કરવા માટે પણ વરિયાળી ફાયદાકારક છે.

5 કફ અને ઉધરસની સમસ્યા દૂર કરવા માટે પણ વરિયાળી ફાયદાકારક છે.

6 ગોળ સાથે વરિયાળી ખાવાથી પીરિયડ્સ નિયમિત થાય છે.

image source

7 વરિયાળીનું સેવન કરવાથી શિશુઓના પેટની પણ દરેક સમસ્યાઓ દૂર થાય છે.

8 એક ચમચી વરિયાળીને એક કપ પાણીમાં ઉકાળો,ત્યારબાદ 20 મિનિટ સુધી તા પાણીને ઠંડુ થવા દો.આ બાળકની કોલિકની સારવાર કરવામાં મદદ કરે છે.આ ઉકાળો બાળકને એક અથવા બે ચમચી કરતા વધારે આપવું જોઈએ નહીં.

9 વરિયાળીના પાવડરને ખાંડની સાથે મિક્સ કરીને ખાવાથી હાથ-પગમાં થતી બળતરાઓ દૂર થાય છે.

image source

10 દરરોજ ભોજન કર્યા પછી 10 ગ્રામ વરિયાળી ખાવી જ જોઈએ.

11 ફાઈબરથી ભરપૂર વરિયાળી જાડાપણાને દૂર કરવામાં પણ ફાયદાકારક હોઈ શકે છે.વરિયાળી જાડાપણું તો દૂર કરે જ છે,પરંતુ સાથે શરીરમાં વધારે ચરબી બનતા પણ અટકાવે છે.કોરિયામાં કરાયેલા એક સંશોધન અનુસાર એક કપ વરિયાળીની ચા પીવાથી વધતા વજનને રોકી શકાય છે.

image soucre

12 વરિયાળીનો ઉપયોગ મોમાં તાજગી જાળવવા માટે થાય છે.વરિયાળીનાં થોડા દાણા ચાવવાથી મોમાં આવતી દુર્ગંધ દૂર થાય છે.વરિયાળી ચાવવાથી મોમાં વધુ પડતી લાળ બને છે,જે બેક્ટેરિયાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.આ સિવાય વરિયાળીનું સેવન કરવાથી મોમાં થતો કોઈ ચેપ પણ દૂર થાય છે.

13 અનિયમિત દિનચર્યા અને ખાવાની ખોટી ટેવને લીધે કબજિયાતની સમસ્યા સામાન્ય છે.વરિયાળી એન્ટીઓકિસડન્ટથી ભરપુર છે,તેથી વરિયાળીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.વરિયાળીનો ઉકાળો પીવાથી કબજિયાતની સમસ્યામાં હદ સુધી રાહત મળે છે.

image source

14 વરિયાળીના ગુણધર્મોમાં એક ગુણધર્મ એ પણ છે,કે વરિયાળી સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે. વરિયાળીમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ જોવા મળે છે.એવું પણ કહેવામાં આવે છે કે મેગ્નેશિયમ અનિદ્રાને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

15 એક સંશોધન મુજબ વરિયાળીમાં જોવા મળતું તેલ ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.તે લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડીને ડાયાબિટીસના જોખમને પણ ઘટાડી શકે છે વરિયાળીમાં મળી રહેલ એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો પણ કોલેસ્ટરોલનું સ્તર ઘટાડી શકે છે.

image soucre

16 વરિયાળીના ગુણધર્મોમાં ત્વચાની સંભાળનો પણ સમાવેશ થાય છે.તેમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટીએલર્જિક ગુણધર્મો ત્વચાની સુંદરતા જાળવવામાં મદદગાર સાબિત થઈ શકે છે ઉદાહરણ તરીકે,વરિયાળીની વરાળ લેવાથી ત્વચાનો ગ્લો વધે છે.આ માટે એક લિટર ઉકળતા પાણીમાં એક ચમચી વરિયાળી નાખો.પછી તમારા માથાને ટુવાલથી ઢાંકીને તમારી ત્વચા પર પાંચ મિનિટ સુધી વરાળ લો.અઠવાડિયામાં બે વાર આવું કરવાથી ત્વચાનો ગ્લો વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત