શું તમે પણ લગાવો છો મુલતાની માટી? તો જાણી લો પહેલા એનાથી થતા આ નુકસાન વિશે…

ત્વચાની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે મુલતાની માટી ખૂબ અસરકારક માનવામાં આવે છે. ત્વચાને ચમકદાર બનાવવા અને ચહેરાને બેદાગ રાખવા માટે લોકો ચહેરા પર મુલતાની માટી સાથે ગુલાબજળ મિક્સ કરીને આ પેસ્ટ લગાવે છે. જો કે, કેટલાક લોકો માટે મુલતાની માટીનો ઉપયોગ કરવો હાનિકારક પણ હોઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે કયા લોકોએ મુલતાની માટીનો ઉપયોગ ન કરવો જોઇએ.

– જો તમારી ત્વચા ખૂબ સંવેદનશીલ હોય તો તમારે ક્યારેક જ મુલતાની માટીનો ઉપયોગ કરવો જોઈએ. તેનો વધારે ઉપયોગ કરવાથી તમારા ચહેરા પર ફોલ્લીઓ થઈ શકે છે અને ત્વચા ખૂબ નિસ્તેજ બને છે.

image soucre

– જેની ત્વચા શુષ્ક હોય છે, તેઓએ મુલતાની માટીનો ઉપયોગ ન કરવો જોઇએ. મુલતાની માટી ત્વચાને ખૂબ કડક બનાવે છે. જેના કારણે ત્વચા નિર્જીવ દેખાવા લાગે છે.

image soucre

– જે લોકોને શરદી અથવા ઉધરસ હોય છે, તેઓએ પણ મુલતાની માટીથી અંતર રાખવું જોઈએ. મુલતાની માટીની માટી ઠંડી હોય છે, જે શરદી અને ઉધરસની સમસ્યામાં વધારો કરે છે.

image soucre

– મુલતાની માટીના નિયમિત ઉપયોગથી ત્વચાને નુકસાન થાય છે. તેના નિયમિત ઉપયોગથી ત્વચામાં કરચલીઓ આવે છે. તેથી મુલતાની માટીનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ.

– અહીં જણાવેલી સમસ્યા ધરાવતા લોકોએ મુલતાની માટીનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમને આમાંથી કોઈ સમસ્યા ના હોય તો તમે મુલતાની માટીનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરી શકો છો.

image soucre

– મુલતાની માટી ત્વચા માટે ઉત્તમ છે. ઘણા લોકોની ત્વચા એટલી તૈલી હોય છે કે ચહેરો જોતાં જ એવું લાગે છે કે ચેહરા પર ક્રીમના બદલે તેલ લગાડ્યું છે. તેલયુક્ત ત્વચા પર પિમ્પલ્સ આવવા પણ સૌથી સામાન્ય સમસ્યા છે. જો તમે તમારા ચહેરા પર મુલતાની માટી લગાવશો તો તે ત્વચાને કુદરતી રીતે સાફ કરશે, સાથે ચેહરાને ગ્લોઈંગ પણ બનાવશે.

image soucre

– જે લોકોને પિમ્પલ્સની સમસ્યા છે તેઓએ લીંબુ અને મુલતાની માટીની પેસ્ટ લગાવવી જોઈએ. લીંબુમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, તેનો ઉપયોગ કરવાથી તમને કોઈ તકલીફ થશે નહીં. પેસ્ટ બનાવવા માટે, મુલતાની માટીમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટ ચેહરા પર લગાવો અને 2 થી 3 મિનિટ સુધી રહેવા દો. તે પછી તમારા ચેહરાને પાણીથી સાફ કરો. આ પેસ્ટ અઠવાડિયામાં 2 વાર લગાવવાથી, તમને ઘણો ફાયદો થશે.

image source

– મુલતાની માટી તમારા ચેહરાની દરેક સમસ્યા દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે અને તેમાં ગુલાબજળ ઉમેરવાથી તે ત્વચાને ગ્લોઈંગ બનાવે છે. આ માટે તમે મુલતાની માટી અને ગુલાબજળ બંને વસ્તુને એક સાથે મિક્સ કરો અને એક સરળ પેસ્ટ બનાવો. હવે તેને તમારા ચહેરા પર લગાવો અને તેને 15 મિનિટ માટે સુકાવા દો. જયારે આ પેસ્ટ સુકાઈ જાય પછી તમારા ચહેરાને હળવા પાણીથી સારી રીતે ધોઈ લો અને ત્યારબાદ તમારા ચેહરા પર મોઇશ્ચરાઇઝર લગાવો. આ ફેસ-પેકથી તમારા બ્લેકહેડ્સ તો દૂર થશે જ સાથે તમારો ચેહરો પણ ગ્લોઈંગ બનશે.

image source

– તમારી નિસ્તેજ ત્વચાને ગ્લોઈંગ બનાવવા માટે બે ચમચી મુલતાની માટી, એક ચમચી હળદર, એક ચમચી દહીં અને એક ચમચી મધ લો. સૌથી પેહલા એક બાઉલમાં આ બધી જ સામગ્રીને મિક્સ કરો. ત્યારબાદ તમારી ત્વચાને પાણીથી સાફ કરો અને આ ફેસ-પેક લગાવો. તમારા ચેહરા પર આ ફેસ-પેક 20 મિનિટ માટે રહેવા દો. પછી આ પેકને ઘસવું અને સાબુવાળા પાણીથી સાફ કરવું. આ ફેસ-પેક તમે તમારા ચહેરા, ગળા અને હાથ પર અઠવાડિયામાં એક વાર લગાવી શકો છો. હળદર એક અત્યંત શક્તિશાળી એન્ટી-ઓક્સિડેન્ટ છે. તેના બળતરા વિરોધી ગુણધર્મોને લીધે તે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરશે. તે નિસ્તેજ દેખાતી ત્વચાને પણ એકદમ ગ્લોઈંગ કરે છે. મુલતાની માટી ત્વચાને શુદ્ધ કરવામાં મદદ કરે છે. મુલતાની માટી તમારી ત્વચામાં કુદરતી તેલ ઉમેરી દે છે અને કુદરતી રીતે ત્વચાને પોષણ આપે છે, જેથી ત્વચા ગ્લોઈંગ બને છે. દહીંમાં જોવા મળતા લોરિક એસિડથી મૃત કોષો અદૃશ્ય થઈ જાય છે. તે ત્વચા પરના બેક્ટેરિયાને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને એન્ટિસેપ્ટીકનું કામ કરે છે. આ ઉપરાંત ત્વચા પરના કુદરતી બેક્ટેરિયાને જાળવી રાખે છે, જે ત્વચાને વધુ મજબૂત રીતે સુરક્ષિત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત