નાનકડા જાયફળના મસમોટા લાભ…સાંધાનો દુખાવો, મોં પરની કરચલીઓથી લઇને આ તમામ સમસ્યાઓને ચપટીમાં કરી દે છે દૂર

જાયફળ એક નાનકડા આકારનો મસાલો હોય પરંતુ તેના ફાયદા એટલા બધા છે કે તેને જાણીને તમને પણ આશ્ચર્ય થશે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે જાયફળના ઉપયોગથી કઈ કઈ સમસ્યામાં રાહત મેળવી શકીએ છીએ તે જાણીએ.

જાયફળના સ્વાસ્થ્ય લાભ

જાયફળનો ઉપયોગ વિવિધ પ્રકારના ફૂડને વધુ સ્વાદિષ્ટ બનાવવા કરવામાં આવે છે. પરંતુ તે ખાવાનો સ્વાદ વધારવાની સાથે સાથે અનેક નાની મોટી સમસ્યાઓથી પણ છુટકારો આપે છે. આયુર્વેદમાં જયફળનું ઘણું મહત્વ છે. જાયફળ તમારી પેટ સંબંધી અને ત્વચા સંબંધી સમસ્યામાં રાહત આપે છે. ચાલો જાણીએ જાયફળ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કઈ રીતે મહત્વનું છે તે.

image source

કરચલીઓની સમસ્યા

જો તમારા ચહેરા લર કરચલીઓ પડી ગઈ હોય તો તમારે જાયફળનો ઉપયોગ કરવો જોઈએ. ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે જાયફળને પીસી તેનો લેપ બનાવી તેને નિયમિત એક મહિના સુધી પ્રભાવિત સ્થાને લગાવવાથી કરચલીઓ મટવા લાગે છે. એ સિવાય તેનો ઉપયોગ ચેહરા પર ખીલ, અને તેના કારણે થતા ડાઘથી પણ છુટકારો અપાવે છે.

બ્લડ સર્ક્યુલેશન વધારે

જાયફળના તેલનું માલિશ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત રીતે થાય છે. નિયમિત અને પૂરતું બ્લડ સર્ક્યુલેશન સારી ઊંઘ માટે પણ જરૂરી છે અને તેના કારણે દિવસ ભર ચુસ્તી અને સ્ફૂર્તિ રહે છે. એ સિવાય નિયમિત રીતે રાત્રે સૂતી વખતે ગરમ દૂધમાં જાયફળ પાવડર નાખીને પીવાથી પણ સારી ઊંઘ આવે છે.

image source

દાંતનો દુખાવો દૂર કરે

દાંતના દુખાવામાં જાયફળનું તેલ બહુ ઉપયોગી છે. દાંત દુખવા પર રૂ ના પુમડાં વડે જાયફળનું તેલ દાંતના મૂળમાં લગાવવાથી દુખાવામાં રાહત થાય છે. ઘણા ખરા ટૂથપેસ્ટમાં પણ લવિંગ અને જાયફળ મિશ્ર હોય છે.

બાળકો માટે પણ લાભદાયી

ઘણી વખત નાના બાળકોને દૂધ પચતું નથી. આ માટે બાળકોને દૂધમાં અડધું પાણી અને જાયફળ પાવડર નાખી ઉકાળી તે ઠંડુ પડે ત્યારે બાળકને આપવાથી દૂધ હજમ થઈ જાય છે.

image source

આંખની દ્રષ્ટિ વધારવા માટે

જો તમારી આંખોની દ્રષ્ટિ નબળી હોય કે નબળી થઈ રહી હોય તો તમારા માટે જાયફળ બહુ કામની વસ્તુ છે. આ માટે જાયફળને પથ્થર પર ઘસીને લેપ તૈયાર કરી લો. આ લેપને આંખોની પાંપણ પર અને આંખની ચારે બાજુએ લગાવવાથી દ્રષ્ટિ વધે છે.

મગજ માટે ટોનિક

પ્રાચીન સમયમાં રોમન અને ગ્રીક સભ્યતા જાયફળનો ઉપયોગ બ્રેન ટોનિક તરીકે કરતા હતા. એવું એટલા માટે કારણ કે જાયફળ પ્રભાવી રીતે મષ્તિષકને ઉત્તેજિત કરી શકે છે. પરિણામે તે થાક અને તણાવની સ્થિતિ શાંત કરવામાં સહાયક નીવડી શકે છે. જો તમે ચિંતાગ્રસ્ત રહેતા હોય તો જાયફળનું સેવન તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જાયફળના સેવનથી એલઝાઇમર નામક બીમાઈ થવાની શકયતા પણ ઘટી જાય છે.

image source

દુખાવામાં રાહત

જાયફળને દુખાવામાં રાહત આપનાર પણ માનવામાં આવે છે. જાયફળના આ મસાલાનો ઉપયોગ સોજો અને પેટના દુખાવા માટે કરવામાં આવે છે. જો તમને સાંધાના દુખાવા, ગઠિયા, ઘા અને અન્ય દુખાવા સહિતની સમસ્યા હોય તો જાયફળનો પ્રયોગ કરો. દુખાવામાં રાહત મેળવવા માટે પ્રભાવિત જગ્યાએ જાયફળના તેલનું માલિશ કરવું.

પાચન સંબંધી સમસ્યા

જો તમને પાચન સંબંધી સમસ્યા જેમ કે ઝાડા, કબજિયાત, પેટ વધવું કે પેટ ફુલવું વગેરે હોય તો તમારે માટે જાયફળનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાયફળનું તેલ આંતરડામાંથી વધારાનો ગેસ કાઢી પેટના દુખાવામાં રાહત આપે છે. જાયફળના સેવનથી ભૂખ ન લાગવાની સમસ્યામાંથી પણ રાહત મેળવી શકાય છે.

image source

રોગ પ્રતિકારક શક્તિ વધારવા

ભલે જાયફળ રોજિંદા આહારમાં સ્વાદ વધારવા માટે વપરાય પરંતુ તે સાથોસાથ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. જાયફળમાં રહેલ પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ અને મિનરલ શરીર માટે બહુ ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *