જો ગળામાં દુખતું હોય તો ભૂલથી પણ ના કરશો ઇગ્નોર, આ બીમારી તરફનો છે પહેલો ઈશારો

બદલાતા વાતાવરણને કારણે હાલ ઘણા લોકો ગળામાં દુઃખવાની ફરિયાદ કરતા દેખાઈ રહ્યા છે. સામાન્ય રીતે ગળામાં અને પછી કાનમાં થતા દુખાવાને શરદી સાથે જોડી દેવામાં આવે છે, પણ એ વધુ ઉચિત રહેશે કે ગળામાં વધારે પડતો દુખાવો થાય તો ઘરેલુ ઉપચાર કે પછી જાતે જ કોઈ દવા લઈ લેવી એના કરતાં ડોકટર પાસે જવું. આવુ એટલા માટે કરવું કારણ કે ગળાનો દુખાવો એ કાકડાના શરૂઆતના લક્ષણો પણ હોઈ શકે. જો તમે સમયસર આની સારવાર નહિ કરો તો તમારે ખૂબ જ વધારે દુખાવા સાથે તાવ જેવી તકલીફનો સામનો કરવો પડી શકે છે.

image source

શુ છે કાકડા.
ગળાની બંને બાજુ ઓવલ આકારના અંગ છે જેને કાકડા કહેવામાં આવે છે. અમુક પ્રકારના બેક્ટેરિયા કે ઈંફેશનના કારણે ત્યાં સોજો આવી જાય છે અને બળતરા થવા લાગે છે. સામાન્ય રીતે એનો રંગ આપણી જીભ જેવો જ હોય છે પણ ઇન્ફેક્શન થતા એનો રંગ લાલ જેવો થઈ જાય છે અને એના પર સફેદ સ્પોટ દેખાવા લાગે છે. કાકડામાં સોજો પણ આવી જાય છે જેના કારણે ખાવા પીવાની સાથે સાથે થુંક ગળવામાં પણ તકલીફ થાય છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે કાકડા તમારા શરીર તરફ એ પહેલો ઈશારો છે કે તમે બીમારીની ઝપેટમાં આવવા લાગ્યા છો.

કાકડાના લક્ષણો.

image source

થુંક ગળવામાં તકલીફ પડવી.

અવાજને અસર થવી. જેમ કે અવાજ બેસી જવો.ગળાથી લઈને કાન સુધી દુખાવો થવો

કાકડામાં દુખાવો થવો તેમજ ગળા પર સોજો આવવો.

તાવ આવવો.

image source

દુખાવાના લીધે ગરદન અકળાઈ જવી.

નાના બાળકોને પેટમાં પણ દુખાવો થાય છે.

કાકડાની તકલીફથી બચવું હોય તો ના કરશો આ ભૂલ.

ડૉક્ટરને ક્યારે બતાવશો.

image source

સામાન્ય રીતે કાકડામાં થતું ઇન્ફેક્શન આપમેળે જ મટી જાય છે પણ દુખાવો ત્રણ દિવસથી વધુ દિવસ રહે તો તમારે તરત ડોકટર પાસે જવું જોઈએ. જો તમે ડોકટર પાસે નહિ જાવ તો કાકડામાં થતી તકલીફો વધવાની સાથે સાથે ઇન્ફેક્શન પણ વધી જશે. કાકડા થયા હોય ત્યારે ખાટું, તીખું અને મસાલાવાળો જમવાનું ન લો. હુંફાળા પાણીમાં મીઠું નાખીને વારંવાર કોગળા કરતા રહો, જેનાથી તમને થોડી રાહત લાગશે.

કેવી રીતે બચશો.

image source

મોઢા દ્વારા જ્યારે બેક્ટેરિયા તમારા શરીરમાં જાય છે ત્યારે ઇમ્યુન સિસ્ટમ એલર્ટ થઈ જાય છે અને બચાવ રૂપે સૌથી પહેલા કાકડામાં તકલીફ થવાની શરૂઆત થઈ જાય છે. આ સ્થિતિથી બચવા માટે સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખો. હાથ ધોયા વગર કઈ જ ન ખાઓ. બહારનું ખાવાનું પણ ટાળો.
ડોક્ટરોના કહેવા પ્રમાણે ગળાને વધારે ઠંડી કે ગરમીના તાપમાનમાં અચાનક થતા ફેરફારથી બચાવવું જોઈએ. વધારે ઠંડુ કે ગરમ પાણી પણ ન પીવું જોઈએ. જો તમારી આસપાસ કોઈને શરદી કે ખાંસી થઈ હોય તો એનાથી સાવચેત રહેવું. એનું ઇન્ફેક્શન તમને પણ લાગી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત