જો તમે પણ આ રોજિંદી વપરાશમાં લઇ રહ્યા છો આ વસ્તુઓ તો સાવધાન.

કિચનમાં રોજ ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓ આપના માટે વિષ સાબિત થઈ શકે છે.

૧૦૦ વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માટે આપનું યોગ્ય ખાનપાન, એકસરસાઈઝ, માનસિક શાંતિ અને મન પ્રફુલ્લિત રહેવું ખુબ જ જરૂરી છે. આપનું જીવન જેટલું સાદું અને સરળ રાખશો આપને એટલું જ સ્વસ્થ રહેવામાં મદદગાર સાબિત થઈ શકે છે એટલું જ નહી આ આપને ઘણા બધા રોગોને આપનાથી કોસો દુર રાખે છે. આપે આપના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે સારું અને પૌષ્ટિક તત્વોથી ભરપુર આહારનું સેવન કરવું અતિ આવશ્યક છે.

image source

પરંતુ આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં મોટાભાગની વ્યક્તિઓને ખાવાપીવાની ખોટી આદતો પડી ગઈ છે. તેમજ કિચનમાં ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓ પણ એવી છે જેનો ઉપયોગ કરવાથી આપનું સ્વાસ્થ્ય જળવાતું નથી. એટલું જ નહી, આ વસ્તુઓ આપના સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક પણ સાબિત થઈ શકે છે. વર્તમાન સમયમાં ફાસ્ટ કુકિંગ રોજીંદા જીવનનો એક ભાગ બની ગઈ છે ફાસ્ટ કુકિંગ દરમિયાન આપણે એવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જે આપણા શરીરમાં ધીમા ઝેર જેમ કામ કરી શકે છે. ચાલો જાણીએ આ વસ્તુઓ વિષે…

આવી વસ્તુઓનો ઉપયોગ ભૂલથી પણ કરવો નહી.:

image source

આ ભાગદોડ ભરેલી જીંદગીમાં સમય બચાવવા માટે મોટાભાગની વ્યક્તિઓ ભોજન બનાવવા માટેની કેટલીક તૈયારીઓ કરીને તેને લાંબા સમયે ઉપયોગ કરી શકે તે માટે ફ્રીઝમાં મૂકી દેતા હોય છે. ત્યાર પછી જયારે જરૂર પડે ત્યારે એ જ વાસી થઈ ગયેલ વસ્તુને ગરમ કરીને તેનું સેવન કરતા હોય છે પણ શું આપ જાણો છો કે ફ્રીઝમાં રહેલ ફ્લોરો કાર્બન ગેસના લીધે ફ્રીઝમાં મુકવામાં આવેલ ભોજન દુષિત થઈ જાય છે અને ફ્રીઝમાં રાખેલ દુષિત આહારનું સેવન જયારે આપ કરો છો તો તેની સીધી અસર આપના સ્વાસ્થ્ય પર જોવા મળે છે. આ રીતનું ભોજન આપના માટે હાનિકારક સાબિત થાય છે.

પ્રેશર કુકરનો ઉપયોગ:

image source

પ્રેશર કુકરનો ઉપયોગ આજકાલ દરેક ઘરમાં ખુબ જ સામાન્ય બાબત થઈ ગઈ છે. પ્રેશર કુકરમાં જલ્દી ભોજન બની જતું હોવાના લીધે મોટાભાગના ઘરમાં પ્રેશર કુકરમાં ભોજન બનાવવું સામાન્ય થઈ ગયું છે. પરંતુ આપને જણાવી દઈએ કે, વધારે પ્રેશર પર ભોજન બનવાના લીધે આપના ભોજન માંથી મોટાભાગના પોષકતત્વો નાશ પામે છે અને આવા ભોજનનું સેવન કરવાથી આપના શરીરને કોઈ ફાયદા મળી શકતા નથી.

એલ્યુમિનિયમના વાસણ:

image source

એલ્યુમિનિયમના વાસણમાં ભોજન બનાવવું અત્યારના સમયમાં ખુબ જ સામાન્ય થઈ ગયું છે. પણ એલ્યુમિનિયમના વાસણમાં ભોજન બનાવવાથી સામાન્ય રીતે ૮૭% પોષકતત્વોનો નાશ થઈ જાય છે આ સાથે જ એલ્યુમિનિયમના સંપર્કમાં આવવાથી તેમાં રહેલા કેમિકલ આપના ભોજનમાં ભળી જાય છે એનાથી આપને લિવરને સંબંધિત સમસ્યાઓ, કીડનીને સંબંધિત સમસ્યા, કેન્સર થવાનું પણ કારણ બની શકે છે.

પ્લાસ્ટીકનો ઉપયોગ:

image source

ઘણા સમયથી કિચનમાં હોય કે પછી અન્ય કોઈ જગ્યાએ પ્લાસ્ટીકનો ઉપયોગ ખુબ જ વધી ગયો છે. પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ આપના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પ્લાસ્ટીકમાં રહેલ કાર્સિનોજેનિક જે કેન્સરના કારક તત્વ પણ આપના શરીરમાં ઉત્પન્ન થઈ શકે છે.

માઈક્રોવેવ:

image source

માઈક્રોવેવમાં ભોજન બનાવવાથી ભોજનમાં રહેલ મોટાભાગના પોષકતત્વોનો નાશ થઈ જાય છે. તેમજ માઈક્રોવેવ માંથી નીકળતુ રેડીએશન પણ આપના સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

image source

કેટલાક સમયથી મોટાભાગના ઘરોમાં પ્રિઝર્વેટીવ ફૂડ, પેકેઝ્ડ ફૂડ અને રેડી ટુ ઈટ કે પછી રેડી ટુ કુક ફૂડનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે. આ બધા જ ફૂડમાં રહેલ કેમિકલ આપના શરીર પર ખુબ જ ખરાબ અસર કરે છે જેના લીધે આપને ઘણીવાર પેટ સંબંધિત કેટલીક તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેમજ વધારે પડતી મીઠાઈ કે પછી ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે તો આપના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એટલું જ નહી સામાન્ય લોટનો ઉપયોગ કરવાને બદલે જો આપ રીફાઈન્ડ ફ્લોરનો ઉપયોગ કરો છો તો આપ જાડાપણા, હ્રદય રોગ, હાડકાને લગતા રોગ, બ્લડપ્રેશરની સમસ્યા જેવી ઘણી બધી સમસ્યાઓનો શિકાર થઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત