ઓછા ખર્ચમાં ખીલ, લાલ કે કાળા ડાઘ દૂર કરવા અકસીર છે 11 નુસખા

ચહેરા અથવા બોડી પર મોજૂદ ડાઘ-ધબ્બા ઘણીવાર શરમનું કારણ બને છે. બળતરા, કાપ, વાગ્યાના નિશાન, અકસ્માત અથવા કોઇ બિમારીના કારણે થયેલા ડાઘ સિવાય કેટલાંક લોકોના શરીર પર બાળપણથી જ કેટલાંક રહી જાય છે. તમે ગમે તેટલી મોંઘી ક્રીમનો ઉપયોગ કેમ ના કરી લો, પરંતુ જે અસર ઘરેલુ નુસખામાં હોય છે, તે કોઇ ક્રીમમાં નથી હોતી. સૌથી મોટી વાત એ છે કે, આ ઘરેલુ નુસખામાં કોઇ સાઇડ ઇફેક્ટનો ડર નથી રહેતો. ના તો વધારે પૈસા ખર્ચ થાય છે. તેમાં ઉપયોગમાં લેવાતી મોટાંભાગની ચીજો તમારી રસોઇમાં મળી રહેતી હોય છે.

મધ

image source

મધ એક નેચરલ મોઇશ્ચરાઇઝર છે, જે જૂના સ્કિન સેલ્સને હટાવીને નવા ટિશ્યૂઝ બનાવવામાં મદદ કરે છે. 2 મોટી ચમચી મધ લો અને તેને ડાઘવાળા એરિયા પર 15થી 20 મિનિટ સુધી લગાવીને રાખો અને પછી ધોઇ લો. ઝડપી રિઝલ્ટ માટે તેને દરરોજ સૂતા પહેલાં લગાવો અને સવારે ધોઇ લો.

કાકડીની પેસ્ટ

imag soucre

કાકડી ડાઘ હટાવવાની સાથે સાથે સ્કિનને સોફ્ટ પણ બનાવે છે. એક કાકડી છીણીને તેના બીજ કાઢી લો અને બ્લેન્ડરમાં યોગ્ય રીતે બ્લેન્ડ કરી લો. હવે તેમાં ઇંડાનો સફેદ ભાગ મેળવીને ડાઘવાળા એરિયા પર લગાવો. 20 મિનિટ બાદ તેને ધોઇ લો અને પછી સાફ રૂમાલથી યોગ્ય રીતે લૂછી લો. યોગ્ય રિઝલ્ટ માટે આ પ્રક્રિયાને નિયમિત રીતે કરો.

ચંદનનો પાઉડર

image source

ચંદનમાં સ્કિન-રિજનરેટિંગ પ્રોપર્ટી મોજૂદ હોય છે અને તે ડાઘ-ધબ્બાને ખતમ કરવામાં અસરદાર હોય છે. 1 નાની ચમચી ચંદન પાઉડરમાં ગુલાબજળ અથવા દૂધ મેળવીને પેસ્ટ તૈયાર કરી લો. હવે તેને ડાઘવાળા એરિયા પર હળવા હાથે લગાવો. 1 કલાક બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો. યોગ્ય રિઝલ્ટ માટે રોજ આવું કરો.

બેકિંગ સોડા

image source

બેકિંગ સોડા તેની એક્સફૉલિએટિંગ અને એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટીઝના કારણે સ્કિન માટે ફાયદાકારક ગણાય છે. તે સ્કિન પરના કોઇ પણ પ્રકારના ડાઘ-ધબ્બાને ખતમ કરવામાં પણ અસરદાર હોય છે. 5 મોટી ચમચી બેકિંગ સોડા અને 2 મોટી ચમચી પાણી મેળવીને પેસ્ટ તૈયાર કરી લો. તેને ડાઘવાળી જગ્યા પર લગાવો. સૂકાઇ ગયા બાદ તેને પાણીથી ધોઇ લો. યોગ્ય રિઝલ્ટ માટે અઠવાડિયામાં આવું 3 વાર કરો.

એલોવેરા જેલ

image source

એલોવેરામાં એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટી મોજૂદ હોય છે. સાથે સાથે તે ડેડ સ્કિન હટાવવામાં પણ મદદ કરે છે. એલોવેરાના બહારના ભાગને છીણીને જેલ કાઢી લો. ડાઘવાળા એરિયા પર સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. 30 મિનિટ બાદ તેને ધોઇ લો, તેને ક્યારેય ખુલ્લા ઘા પર ના લગાવો.

નાનકડાં લીંબું કરશે કમાલ

image source

લીંબુંમાં અલ્ફા-હાઇડ્રોક્સી એસિડ મોજૂદ હોય છે, જે ડાઘ-ધબ્બાને ખતમ કરવામાં અસરદાર હોય છે. આ સિવાય તે ડેડ સ્કિન સેલ્સને હટાવીને નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે. સમાન માત્રામાં લીંબુંનો રસ, ગુલાબજળ અથવા વિટામિન E ઓઇલ મેળવીને ડાઘવાળા એરિયા પર લગાવો. 10 મિનિટ બાદ ગરમ પાણીથી ધોઇ લો. આવું કરવાથી થોડાં કલાકો બાદ જ તડકામાં નીકળો.

વિટામિન E કેપ્સ્યૂલ કરશે કમાલ

image source

વિટામિન E સ્કિનને હાઇડ્રેટ કરે છે અને ડેમેજ ટિશ્યૂને રિપેર કરીને ડાઘથી છૂટકારો અપાવે છે. તેના ઉપયોગ પહેલાં ગરમ પાણીની વરાળ લેવાનું ના ભૂલો. તે ચહેરાના પોર્સ ખોલવામાં મદદ કરે છે. વિટામિન E કેપ્સૂલને કાપીને તેના ઓઇલને કાઢી લો. હવે ડાઘવાળા એરિયા પર તેનાથી 10 મિનિટ સુધી મસાજ કરો, ત્યારબાદ 15થી 20 મિનિટ સુધી આમ જ છોડી દો અને ત્યારબાદ હળવા ગરમ પાણીથી ચહેરો ધોઇ લો.

એસ્પ્રિનની મદદ લો

એસ્પ્રિનમાં મોજૂદ એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટી અને સેલિસિલિક એસિડ ડાઘને ખતમ કરવામાં મદદ કરે છે. 2 એસપ્રિન ટેબલેટ્સ લો અને તેને પાણીમાં યોગ્ય રીતે મિશ્રણ કરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટમાં મધ મેળવીને ડાઘવાળી જગ્યા પર લગાવો અને 15 મિનિટ બાદ ધોઇ લો.

આંબળાની પેસ્ટ

image source

આંબળામાં રહેલું વિટામિન C ડાઘથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. આંબળા પાઉડર અથવા પેસ્ટ અને પાણી મેળવીને ડાઘવાળા એરિયા પર લગાવો. તમે ઇચ્છો તો પાણીને બદલે ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો.

ઓટમીલ ફેસ પેક

image source

ઓટમીલ તેની હિલિંગ પ્રોપર્ટીના કારણે ડાઘથી છૂટકારો અપાવશે. એક ચતુર્થાંશ કપ ઓટમીલમાં 2 મોટી ચમચી મધ મેળવીને ડાઘવાળા એરિયા પર 15થી 20 મિનિટ લગાવીને રાખો અને પછી હળવા ગરમ પાણીથી ધોઇ લો.

ટી-ટ્રી ઓઇલ

image source

ટી-ટ્રી ઓઇલ તેની એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી અને હિલિંગ પ્રોપર્ટીઝના કારણે ડાઘને ખતમ કરવામાં અસરદાર હોય છે. 4 ટીપાં ટી-ટ્રી ઓઇલમાં 2 મોટી ચમચી પાણી મેળવીને ડાઘવાળી જગ્યા પર લગાવો. તમે ઇચ્છો તો પાણીને બદલે બદામનું તેલ પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ ક્યારેય ડાયલ્યૂટ કર્યા વગર ટી-ટ્રી ઓઇલનો ઉપયોગ ના કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત