તમારા ગાર્ડનમાં એલોવેરા છે પણ તેનો યોગ્ય ઉપયોગ કરો છો ખરા??

એલોવેરા એટલે કુંવારપાઠું. ઘરઆંગણે ઉગતી આ એક ઉત્તમ ઔષધિ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. મોટાભાગના લોકોના ઘરે એલોવેરાનો છોડ ઉગેલો જ હશે. પણ તેની ઉપર ખાસ કોઈ ધ્યાન આપતું નથી. પણ તેના મહત્વ વિશે જાણીએ તો ખૂબ જ નવાઈ લાગશે. કહેવામાં આવે છે. સામાન્ય રીતે એલોવેરાનો ઉપયોગ આપણે વાળ અને ત્વચા માટે કરતાં હોઈએ છીએ. એલોવેરાને સૌથી મોટી એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક માનવામાં આવે છે. એલોવેરાના રસથી તમે શરીરની વધારાની ચરબી પણ ઓછી કરી શકો છો. તેમજ એલોવેરાની મદદથી તમે ડાયાબિટીસની બીમારીથી છૂટકારો મેળવી શકો છો. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે એલોવેરા સુગરની બીમારીનો રામબાણ ઈલાજ છે. તેથી એલોવેરા ઘણી બધી સમસ્યા માટે એક અકસીર ઔષધિ છે.

-ડાયાબિટીસ માટે છે લાભકારી

image source

તમો એલોવેરાનો ઉપયોગ વાળ અને ચહેરા માટે તો હંમેશા કર્યો જ હશે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે એલોવેરાની મદદથી તમે ડાયાબિટીસની બીમારીથી છૂટકારો મેળવી શકો છો. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે એલોવેરા સુગરની બીમારીનો રામબાણ ઈલાજ છે.
-વજન ઓછું કરવા માટે

image source

એલોવેરામાં ઈમોડિન નામનું તત્વ હોય છે જે શરીરમાં રહેલાં ગ્લુકોઝના લેવલને ઓછું કરી શકે છે. દરરોજ તેનો ઉપયોગ કરવાથી શરીરને 2 પ્રકારના ફાઈબર પ્રાપ્ત થાય છે, જેનું નામ છે મૂસિલેઝ અને ગ્લૂકોમેનન. ભૂખ ઓછી કરીને વજન ઘટાડવામાં પણ તે મદદરુપ સાબિત થાય છે. તેમજ તેનો ઉપયોગ કરવાથી ભૂખ પણ ઓછી લાગે છે. તેમજ ક્રોમિયમ અને મેગ્નીજ જેવા તત્વો પણ હોય છે, જે શરીરમાં ઈન્સ્યુલીનનું લેવલ જાળવી રાખે છે અને ડાયાબિટીસથી બચાવે છે.

-ઘા જલ્દી રુઝાવવા માટે

image source

તેમજ દરરોજ માત્ર 2 ચમચી એલોવેરા જ્યુસ પીવાથી 2 મહિનામાં તમારા શરીરમાં સુગર લેવલ 50 ટકા સુધી ઓછું કરી દેશે. પરંતુ શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ એલોવેરા જ્યુસનો ઉપયોગ કરો. ડાયાબિટીસના દર્દીઓને જો ઈજા થાય તો ઘા રુઝાતા ઘણી વાર લાગે છે. એલોવેરા તેમના માટે પણ રામબાણ સાબિત થઈ શકે છે. એલોવેરાને ઈજા થઈ હોય ત્યાં લગાવવાથી દુ:ખાવો પણ ઓછો થાય છે અને ઘા રુઝાવવામાં પણ મદદ મળે કરે છે. કિચનમાં કામ કરતા સમયે કેટલીકવાર નાના મોટા ઘા થઈ જતાં હોય છે અથવા બળી જતું હોય છે. આવામાં એલોવેરાના જેલમાં વિટામિન ઈ ઓઈલ મિક્ષ કરીને એક બોટલમાં ભરીને રાખી લેવું. જ્યારે પણ આ રીતે કંઈપણ વાગી જાય આ મિશ્રણને તે ભાગ પર લગાવી દેવું, ઘા જલ્દીથી મટી જશે અને રાહત અનુભવશો.

-ડાયટ પર ધ્યાન આપવું

image source

તેમજ ડાયટનું પણ ખાસ ધ્યાન રાખવું જરુરી છે. આ સાથે જ એક્સર્સાઈઝ પણ કરવી જોઈએ. તેમજ એલોવેરા જ્યુસમાં કેલ્શિયમ, સોડિયમ, આર્યન, પોટેશિયમ, ક્રોમિયમ, મેગ્નેશિયમ, મેગેનીઝ, તાંબુ અને જસત વગેરે ખનીજ તત્વો મળે છે. તે સિવાય પાચનશક્તિને સ્વસ્થ રાખવામાં એલોવેરા મદદરૂપ થાય છે સાથે જ તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દુર કરવાની ક્ષમતા ધરાવે છે.

-તે સિવાય અન્ય બીજા પણ ફાયદા છે એલોવેરાનાં

image source

જેમ કે, એલોવેરા જેલ લગાવવાથી સ્ટ્રેચ માર્ક્સને ગાયબ થઈ જાય છે. ત્રિફળા ચૂર્ણ સાથે એલોવેરાનો રસ ખાલી પેટ લેવો તેનાથી પેટની સમસ્યા નથી રહેતી. અડધા ગ્લાસ નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નાખવો અને તેમાં 4 ટી સ્પુન એલોવેરાનો રસ નાખીને આ મિશ્રણ પીવાથી ઘણા ફાયદા થાય છે. તેમજ 4 ચમચી મેથીના પાન સાથે એલોવેરાનો રસ અથવા એક લસણની કળીને 20 ગ્રામ એલોવેરાના રસ સાથે લેવો. અશ્વગંધાનાં પાંદડાં અને 10 ગ્રામના અલોવેરા સાથે લેવાથી લાભ મળે છે. શુદ્ધ ગુગળની 4-5 રતિ માત્રાને રોજ એલોવેરા સાથે લેવાથી શરીર ઉતારવામાં મદદ મળે છે. એક ગ્લાસ હુંફાળાં પાણીમાં લીંબુનો રસ અને એલોવેરાનો રસ મિક્સ કરીને પીવાથી પણ જાડાપણું ઓછું થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત