Site icon Health Gujarat

મોંઘવારીનો વધુ એક ઝાટકો! ફરીવાર દૂધના ભાવ વધશે, અમૂલના એમડીએ જણાવ્યું શા માટે આવું

સામાન્ય જનતાને ફરી એકવાર મોટો ઝટકો લાગી શકે છે. અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો થવાની શક્યતા છે. અમૂલ કંપનીના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે ઊર્જા, લોજિસ્ટિક્સ અને પેકેજિંગ ખર્ચમાં વધારાને કારણે અમૂલ દૂધની કિંમતો ફરી એકવાર વધી શકે છે. જોકે, તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે આ વખતે દર કેટલો વધશે. તમને જણાવી દઈએ કે આ પહેલા 1 માર્ચ 2022ના રોજ અમૂલે દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો.

દૂધના ભાવ ફરી વધશે

અમૂલના એમડી આરએસ સોઢીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે અહીંથી કિંમતો ઘટી શકે નહીં પરંતુ વધશે. સોઢીએ જણાવ્યું હતું કે સહકારી સંઘે છેલ્લા બે વર્ષમાં અમૂલ દૂધના ભાવમાં 8 ટકાનો વધારો કર્યો છે. આમાં ગયા મહિને દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો પણ સામેલ છે. સોઢીની વાત પરથી સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં અમૂલ દૂધના ભાવમાં વધારો થઈ શકે છે.

Advertisement
image source

ખેડૂતો માટે લાભ

સોઢીએ વધુમાં જણાવ્યું હતું કે તેમના ઉદ્યોગમાં મોંઘવારી ચિંતાનું કારણ નથી કારણ કે તેનાથી ખેડૂતોને ઉત્પાદનના ઊંચા ભાવનો ફાયદો થઈ રહ્યો છે. સોઢીએ જણાવ્યું હતું કે, “અમુલ અને ડેરી સેક્ટર દ્વારા કરવામાં આવેલ વૃદ્ધિ અન્યની સરખામણીમાં અથવા ઈનપુટ ખર્ચમાં વધારાની સરખામણીમાં ખૂબ જ મર્યાદિત છે. બીજી તરફ એનર્જીના ભાવમાં ત્રીજા ભાગથી વધુનો વધારો થયો છે જે કોલ્ડ સ્ટોરેજના ખર્ચને અસર કરે છે. આ જ રીતે લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ વધારો થયો છે અને તે જ રીતે પેકેજિંગના કિસ્સામાં પણ વધારો થયો છે. આ દબાણોને કારણે માર્ચ મહિનામાં દૂધના ભાવમાં 1 થી 2 રૂપિયાનો વધારો થયો છે.

પ્રોફિટ બુકિંગ એ સહકારીનો મુખ્ય ઉદ્દેશ્ય નથી

સોઢીએ જણાવ્યું હતું કે રોગચાળા દરમિયાન દૂધમાંથી ખેડૂતોની આવકમાં લિટરે 4 રૂપિયાનો વધારો થયો છે. તે જ સમયે, ઘણી સમસ્યાઓના કારણે કંપનીના નફામાં ઘટાડો થયો છે. પરંતુ અમૂલ આવા દબાણોથી ડરતું નથી કારણ કે પ્રોફિટ-બુકિંગ એ સહકારીનો મુખ્ય ઉદ્દેશ્ય નથી. અમૂલ દ્વારા કમાતા એક રૂપિયામાંથી 85 પૈસા ખેડૂતોને જાય છે. એટલે કે અમૂલના નફામાં ખેડૂતોને મહત્તમ મહત્વ આપવામાં આવ્યું છે.

Advertisement
Advertisement
Exit mobile version