એક નહિં, પણ અનેક ફાયદાઓ છે ડુંગળી-લસણની છાલના, શું તમે જાણો છો આ વિશે?

સામાન્યરીતે મોટાભાગના લોકો શાક બનાવતા પહેલા ડુંગળી, લસણને સમારે છે અને તેમાંથી છાલને કાઢી નાખતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ છાલમાં વિટામિન એ, સી, ઈ અને એંટીઓક્સીડેંટ્સ જેવા પોષક તત્વો હોય છે. આવી જ ઉપયોગી હોય છે ડુંગળી અને લસણની છાલ પણ. તો ચાલો જણાવીએ તમને શાકભાજીમાં છાલનો ઉપયોગ કરવાની રીત જેથી તમારે તેને ફેંકવી પડે નહીં. ભાત બનાવવામાં આ છાલનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી ચોખાના પોષક તત્વોમાં પણ વધારો થશે. આ છાલને રાઈસ સાથે ખાવાની જરૂર નથી. પરંતુ રાઈસ તૈયાર થઈ જાય ત્યારબાદ તેને તેમાંથી કાઢી લેવી. આમ કરવાથી રાઈસમાં પણ ફ્લેવર વધી જશે. મોટાભાગના લોકો શાકભાજીની છાલ કાઢી અને તેને ફેંકી દેતા હોય છે. જો કે તેઓ જાણતા નથી હોતા કે આ છાલમાં વિટામિન એ, સી, ઈ અને એંટીઓક્સીડેંટ્સ જેવા પોષક તત્વો હોય છે. આવી જ ઉપયોગી હોય છે ડુંગળી અને લસણની છાલ પણ. તો ચાલો જણાવીએ તમને શાકભાજીની છાલનો ઉપયોગ કરવાની રીત જેથી તમારે તેને ફેંકવી પડે નહીં.

ડુંગળી, લસણની છાલ

image source

લસણ અને ડુંગળીની છાલમાં ફેનાઈલપ્રોપાનોઈડ એંટીઓક્સીડેંટ હોય છે. તે સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. આ તત્વ એજિંગની પ્રોસેસને ધીમી કરે છે અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

આ તત્વ કાર્ડિયોવસ્કુલર સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. જો તમે ડુંગળી, લસણની છાલ ઉપયોગી નથી તેવું વિચારી તેને ફેંકી દેતા હોય તો નીચે દર્શાવ્યા અનુસાર તેનો ઉપયોગ કરી શકો છો.

1. ભાત બનાવવામાં આ છાલનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી ચોખાના પોષક તત્વોમાં પણ વધારો થશે. આ છાલને રાઈસ સાથે ખાવાની જરૂર નથી. પરંતુ રાઈસ તૈયાર થઈ જાય ત્યારબાદ તેને તેમાં કાઢી લેવી. આમ કરવાથી રાઈસમાં પણ ફ્લેવર વધી જશે.

image source

2. આ છાલનો ઉપયોગ સૂપમાં પણ કરી શકાય છે. સૂપ બનાવતી વખતે તેમાં લસણ અને ડુંગળીની છાલ ઉમેરી દેવી. સૂપ તૈયાર થઈ જાય એટલે તેમાંથી છાલ કાઢી તેને સર્વ કરવું. તેનાથી સૂપનો સ્વાદ વધી જશે.

image source

3. લસણ અને ડુંગળીની છાલનો ઉપયોગ આ રીતે પણ કરી શકાય છે. આ છાલને શેકી અને તેને પાવડર કરી લો. આ પાવડરનો ઉપયોગ વાનગીનો સ્વાદ વધારવા માટે કરી શકાય છે. આ પાવડર પણ વાનગીમાં ડુંગળી અને લસણનો સ્વાદ લાવશે.

4. સાંધાનો દુખાવો દૂર કરવા માટે ડુંગળીની છાલ ઉપયોગી છે. એક પેનમાં એક કપ પાણી ઉકાળી તેમાં ડુંગળીની છાલ ઉમેરવી. તેને બરાબર ઉકાળી અને પાણી ગાળી લેવું. તેનું સેવન કરવાથી સ્નાયૂ અને સાંધાની તકલીફ દૂર થશે. આ પાણી કેન્સરને ફેલાતું પણ અટકાવે છે.

image source

5. ડુંગળીની છાલ પ્રાકૃતિક હેર ડાયનું કામ કરે છે. તેનાથી વાળ કુદરતી રીતે કાળા થાય છે અને ચમકીલા પણ થઈ જાય છે. તેના માટે ડુંગળીની છાલને ૪ થી ૫ કપ પાણીમાં ઉકાળવી. શેમ્પૂ કર્યાબાદ આ પાણીથી વાળને ધોઈ લેવા.

6. જે લોકોને ઊંઘ ન આવતી હોય તેમના માટે પણ ડુંગળીની છાલ ઉપયોગી સાબિત થાય છે. સૂતા પહેલા ડુંગળીની છાલને ઉકાળેલું પાણી પીવાથી સારી ઊંઘ આવે છે. તેનાથી મસ્તિષ્કને આરામ મળે છે અને ઊંઘ આવે છે.

image source

7. લસણ અને ડુંગળીમાં એંટી ફંગલ ગુણ હોય છે. તેનાથી ખંજવાળ, એથલીટ ફુટની તકલીફો દૂર થાય છે. તેનાથી ચામડીના અન્ય રોગ પણ દૂર થાય છે. પગમાં ચામડીની તકલીફ હોય તો 15થી 20 મિનિટ સુધી ડુંગળીની છાલ ઉકાળેલા પાણીમાં પગ રાખવા.

image source

8. આ છાલને તમે એરટાઈટ ડબ્બામાં ભરી સ્ટોર પણ કરી શકો છો.

લસણ અને ડુંગળીની છાલનો ઉપયોગ આ રીતે પણ કરી શકાય છે. આ છાલને શેકી અને તેને પાવડર કરી લો. આ પાવડરનો ઉપયોગ વાનગીનો સ્વાદ વધારવા માટે કરી શકાય છે. આ પાવડર પણ વાનગીમાં ડુંગળી અને લસણનો સ્વાદ લાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,