Site icon Health Gujarat

પહેલાના સમયમાં મહિલાઓ આ કામ માટે કરતી હતી ડુંગળીનો ઉપયોગ

ડુંગળીને ગરીબનો ખોરાક કહેવામા આવતો હતો પણ આજકાલ ડુંગળીનો ભાવ એટલો વધી ગયો છે કે એક ગરીબ તો તેને લેવાનું પણ ન વિચારી શકે. ડુંગળીનો ઉપયોગ આપણે વિવિધ જાતના શાક તેમજ અન્ય વાનગીઓમાં તેનો સ્વાદ વધારવા માટે કરતા હોઈએ છીએ. છોકરીઓ ડુંગળીનો ઉપયોગ વાળ લાંબા કરવા અને વાળમાંથી ખોડો દૂર કરવા તેમજ વાળને કાળા બનાવવા માટે કરતી હોય છે. પણ પહેલાના જમાનામાં મહિલાઓ ડુંગળીનો ઉપયોગ એવું કામ કરવા માટે કરતી હતી કે જે જાણી તમે ચકીત રહી જશો.

મહિલાઓ માટે કરવામા આવતો હતો ડુંગળીનો ઉપયોગ

Advertisement
image source

ડુંગળીનો ઉપયોગ એ મહિલાઓ માટે કરવામાં આવતો હતો જે ક્યારેય માતા નહોતી બની શકતી. જે સ્ત્રીઓને માતા બનવામાં મુશ્કેલીઓ આવતી હતી તે મહિલાઓને ડુંગળીમાંથી બનતી દવા આપવામાં આવતીહતી. પહેલા મહિલાઓ ડુંગળીનો ઉપયોગ પુજા તેમજ અંતિમ સંસ્કાર કરવા માટે કરતી હતી. પાંચ હજાર વર્ષો પહેલાં કરવામાં આવેલા ખોદકામમાં સંશોધકોએ જણાવ્યું હતું કે મિસ્રના રાજાની માતા ના મમીમાંથી ડુંગળીના અવશેષો મળી આવ્યા હતા. આ ઘટના ખરેખર ચોંકાવનારી છે.

ડુંગળી વિષી આ બાબતો પણ તમે નહીં જાણતા હોવ

Advertisement

એક માહિતી પ્રમાણે ડુંગળીનો ખોરાક તરીકે ઉપયોગ માણસ જાતી 7000 વર્ષોથી કરતી આવી છે. પુરાતનવીદોને ડુંગળીના ઇ.સ પૂર્વે 5000 વર્ષો પહેલાના પગેરા પણ મળ્યા છે.

image source

પવિત્ર ડુંગળી, હા પુરાણકાળમાં ઇજીપ્તના લોકો ડુંગળીની પુજા કરતા હતા, તેના ગોળ આકાર અને તેમાં રહેલા વર્તુળો એક પ્રકારના અનંતકાળના સિમ્બોલ તરીકે તેને ગણવામાં આવતું. અને ડુંગળીને હંમેશા ઇજીપ્તના ફેરોના મકબરામાં દાટવામાં આવતું, કારણ કે તે લોકો ડુંગળીને મૃત્યુ પછીના જીવનમાં સમૃદ્ધિ લાવનારી માનતા હતા.

Advertisement
image source

લોકો એવું માનતા હોય છે કે એક દિવસ જુની કાપેલી ડુંગળી ઝેરી બની જાય છે. કાપ્યા બાદ તેમાં કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે જેના કારણે તે ઝેરી બની જાય છે. પણ તેવું નથી હોતું. આ એક ખોટી માન્યતા છે ડુંગળીમાં બેક્ટેરિયલ સંક્રમણ સામાન્યરીતે નથી થતું.

image source

મધ્ય કાળમાં ડુંગળીનો ઉપયોગ નાણા તરીકે કરવામા આવતો હતો. જેનો ઉપયોગ લોકો ભાડુ ચુકવવા માટે કે પછી સામાનના બદાલમાં કે પછી કોઈ સેવાના બદલામાં અવેજ તરીકે કરતા હતા. અને ક્યારેક ક્યારેક તો ભેટ તરીકે પણ આપતા હતા.

Advertisement
image source

જો તમે તમારા ઘરમાં કૂતરાને પાળતા હોવ તો આ વાતને ખાસ વાંચો. તમારે ક્યારેય કૂતરાને ડુંગળી ન ખવડાવવી જોઈએ. કારણ કે ડુંગળી તમારા કૂતરામાં રહેલા લાલ રક્તકણોને એક્ટિવ કરે છે, જે તેને એનિમિયા તરફ દોરી જાય છે, અને જો ગંભીર મામલો હોય તો કૂતરાનું મૃત્યુ પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version