એક્સપર્ટ ઓપિનિયનઃ રોજ તમારે પીવું જોઈએ આ ખાસ દૂધ, હેલ્થ રહેશે સારી

આપણએ સૌ રોજ દૂધ તો પીએ જ છીએ. પરંતુ આપણે એ જાણતા નથી કે કયું દૂધ પીવું સ્વાસ્થ્યને માટે સારું હોય છે. ન્યૂટ્રિઅન્ટ્સની વાત કરીએ તો ગાયના દૂધમાં ફેટ ઓછી હોય છે. ગાયના દૂધમાં 3-4 ટકા ફેટ હોય છે તો ભેંસના દૂધમાં 7-8 ટકા ફેટ હોય છે. આ સિવાય ગાયનું દૂધ ભેંસના દૂધની સરખામણીએ પ્રોટીન વધારે એટલે કે 10-11 ગણું વધારે પ્રોટીન ધરાવે છે.

image source

દૂધ પીવું હેલ્થને માટે ફાયદારૂપ માનવામાં આવે છે. તેમાં અનેક ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. આ કારણે પણ દરેકે દૂધ પીવું જોઈએ એમ કહેવામાં આવે છે. જો કે એ વાત પર કાયમ ચર્ચા અને અસમંજસ રહે છે કે કયું દૂધ સારું છે. ગાયનું દૂધ કે ભેંસનું દૂધ. આમ તો કેટલીક જગ્યાઓએ બકરીનું દૂધ પણ પીવાય છે. પરંતુ અનેક લોકો ગાય કે ભેંસનું દૂધ પીવે છે.

ગાય અને ભેંસના દૂઘની વચ્ચે છે આ ફરક

image source

ઉલ્લેખનીય છે કે ગાયનું દૂધ ભેંસના દૂધથી હળવું હોય છે. તેમાં ફેટ ઓછી હોય છે. તે સરળતાથી પચી પણ જાય છે. આ કારણે બાળકોને પણ ગાયનું દૂધ પીવડાવવામાં આવે છે. ગાયના દૂધનું સેવન 1-2 દિવસમાં કરી લેવું. જ્યારે ભેંસનું દૂધ લાંબા સમય સુધી રાખી શકાય છે. ગાયના દૂધમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. તેમાં ઠોસ પદાર્થ ઓછા હોય છે. આ સાથે 90 ટકા ગાયનું દૂધ પાણીથી બને છે. જ્યારે ભેંસના દૂધમાં ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા મિનરલ્સ વધારે હોય છે.

ન્યૂટ્રિઅન્ટ્સના આધારે કયું દૂધ સારું રહે છે

image source

ન્યૂટ્રિઅન્ટ્સની વાત કરીએ તો ગાયના દૂધમાં ફેટ ઓછી હોય છે. ગાયના દૂધમાં 3-4 ટકા, જ્યારે ભેંસના દૂધમાં 7-8 ટકા ફેટ હોય છે. આ સિવાય ગાયના દૂધની સરખામણીએ ભેંસના દૂધમાં પ્રોટીન 10-11 ટકા વધારે હોય છે. ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું હોય છે. આ માટે હાઈપરટેન્શન, કિડનીની બીમારી અને સ્થૂળતાની સમસ્યાથી લડી રહેલા લોકોને ભેંસનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.

image source

બંને દૂધમાં કેલેરીની વાત કરાય તો ગાયના દૂધની તુલનામાં ભેંસના દૂધમાં કેલેરી વધારે હોય છે. ભેંસના એક કપ દૂધમાં 237 કેલેરી હોય છે. જ્યારે ગાયના દૂધમાં 148 કેલેરી હોય છે. તમે શરીરની જરૂરિયાત અનુસાર નિર્ણય કરી શકો છો કે તમારે કયું દૂધ પીવું જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત