આજે જ આરંભી દો પાલકનું ભોજન, છે ગુણોનો ભંડાર

પાલકનું (Spinach) શાક ખાવાનું સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે પાલકમાં આયર્ન મોટી માત્રામાં જોવા મળે છે. આયર્ન મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે તે લાલ રક્તકણોને વધારે છે અને તે શરીરના દરેક અવયવોમાં ઓક્સિજનનું વહન કરે છે, જેથી શરીરના દરેક અવયવો યોગ્ય રીતે કાર્ય કરવા માટે સક્ષમ બને છે. આટલું જ નહીં, પાલક એક દવા જેવું કામ કરે છે, ચાલો જાણીએ કેવી રીતે –

લોહીની ઉણપ (એનિમિયા) દૂર કરે છે

image source

ડૉક્ટર્સના કહેવા મુજબ પાલકમાં આયર્નની માત્રા વધારે હોવાને કારણે તેના સેવનથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. જે લોકો એનિમિયાથી પીડિત છે તેઓએ તેમના આહારમાં પાલકનો સમાવેશ કરવો જ જોઇએ.

ડાયાબિટીઝ માટે ફાયદાકારક:

image source

પાલકમાં ખૂબ ઓછી માત્રામાં કેલરી હોય છે, તેથી તેની ડાયાબિટીસના દર્દીઓ પર કોઈ ખરાબ અસર થતી નથી. આ ઉપરાંત પાલકમાં કેટલાક એવા તત્વો હોય છે જે લોહીમાં ગ્લુકોઝના પ્રમાણને નિયંત્રિત કરે છે, જે સુગરનું સ્તર વધાવા દેતું નથી.

સગર્ભા સ્ત્રીઓ માટે આરોગ્યપ્રદ:

image source

સગર્ભા સ્ત્રીઓને તેમની ગર્ભાવસ્થાના પ્રારંભમાં આયર્નની ઉણપ હોય છે, તેથી સગર્ભા સ્ત્રીઓએ નિયમિતપણે પાલકનું સેવન કરવાનું કહેવામાં આવે છે. જ્યારે ગર્ભાશયમાં ગર્ભ વિકાસ પામે છે, ત્યારે શરીરને તેના ઉત્પાદનમાં લોહીની પણ જરૂર હોય છે, આ કિસ્સામાં પાલક શરીરમાં લાલ રક્તકણોની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શરીરને મજબૂત બનાવવામાં મદદ:

image source

પાલકમાં ફ્લેવોનોઇડ એન્ટીઓકિસડન્ટ હોય છે, જે શરીરની પ્રતિરક્ષા ક્ષમતા વધારે છે. આ સિવાય આ તત્વ હૃદય સંબંધિત રોગો સામે લડવામાં પણ મદદગાર છે. પાલકમાં બીટા કેરોટિન અને વિટામિન સી પણ હોય છે, જે શરીરને થતા કોઈપણ નુકસાનથી બચાવે છે.

પાચન શક્તિને મજબૂત બનાવે છે:

image source

પાલકમાં ભરપુર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા હોય, તો પાલક ઉકાળી અને તેમાં 100 મિલી પાણી ઉમેરીને પીવાથી, આ સમસ્યામાં રાહત થાય છે. ડૉક્ટર્સના કહેવા મુજબ પાલક વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે તે પાલકના નાસ્તા બનાવીને ખાઈ શકે છે.

પાલક વાળ ખરતા અટકાવે છે:

image source

પાલકમાં આયર્ન અને વિટામિન સી હોય છે, તેના ઉપયોગને કારણે વાળ ખરવા જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે. એનિમિયાથી પીડિત લોકોને વાળ ખરવા જેવી સમસ્યાઓ વધારે હોય છે, તેથી તેમણે પાલકનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ.

ત્વચા માટે પણ ફાયદાકારક:

image source

પાલકમાં હાજર એન્ટીઓકિસડન્ટસ શરીરના ટોક્સિનને દૂર કરીને શરીરને શુદ્ધ કરે છે, જેના કારણે લોહી સાફ થતાં ચામડી પરના ડાઘ-ધબ્બા અને પિમ્પલ્સ દૂર થાય છે.

સ્નાયુઓ મજબૂત બનાવે છે:

સ્નાયુઓને મજબૂત કરવા માટે, તમારા આહારમાં પાલકનો જરૂર સમાવેશ કરો. એક સંશોધન મુજબ પાલકમાં કેટલાક અજૈવિક નાઇટ્રેટ હોય છે, જે સ્નાયુઓને મજબૂત બનાવે છે.

સંધિવાને લગતી સમસ્યામાં ફાયદાકારક:

સંધિવા રોગ એ શરીરના સાંધાને લગતા રોગ છે, જેમાં વ્યક્તિ સાંધામાં સોજો અને દુખાવો અનુભવે છે. આર્થરાઇટિસના દર્દીઓએ દરરોજ સ્પિનચ, ટામેટા અને કાકડીનો કચુંબર ખાવું જોઈએ, આનાથી તેમની સમસ્યામાં રાહત મળશે.

હૃદયરોગમાં ફાયદા:

image source

અડધો ચમચી ચોલાઈનો રસ (અમરાંથનો રસ), એક ચમચી પાલકનો રસ અને એક ચમચી લીંબુનો રસ, સવારે ખાલી પેટે નિયમિત પીવાથી હૃદય સંબંધિત તમામ રોગોમાં ફાયદો થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત