પેઢામાંથી નિકળે છે લોહી? મોંઢામાંથી આવે છે વાસ? દાંત પીળા પડી ગયા છે? તો આ ઘરેલું ઉપાયો છે જોરદાર અસરકારક

દરેક વ્યક્તિને ચમકદાર દાંત ગમે છે. ચમકદાર દાંત તમારા સ્વાસ્થ્યને તો સુધારે જ છે, સાથે તમારી સુંદરતામાં પણ વધારો કરે છે. ઘણા લોકો પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાને સામાન્ય માનતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ સામાન્ય સમસ્યા પાછળ ઘણા ગંભીર કારણો હોઈ શકે છે. પેઢામાંથી લોહી નીકળવાનું કારણ વિટામિન સીની ઉણપ, લીવરની સમસ્યા, દાંતની જાળવણી યોગ્ય રીતે ન થવી અથવા પેઢામાં કોઈ ઇજા હોય શકે છે. જો તમે પણ પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાથી પરેશાન છો, તો અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે તમારી સમસ્યાઓ દૂર કરી શકો છો.

મધ

image source

પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા દૂર કરવા માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. પેઢામાંથી લોહી નીકળવાનું એક કારણ બેક્ટેરિયા પણ હોય શકે છે. મધ આ બેક્ટેરિયાને દૂર કરીને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ માટે તમારી આંગળી પર થોડું મધ લો અને તેને ધીરે-ધીરે તમારા પેઢામાં લગાવો. થોડા સમય પછી સાદા પાણીથી કોગળા કરી લો. આ ઉપાય અપનાવવાથી તમારા પેઢામાંથી નીકળતા લોહી બંધ થઈ જશે.

નારિયેળ તેલ

image source

નારિયેળ તેલમાં એવા ગુણધર્મો છે, જે દાંત અને પેઢાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ માટે એક ચમચી નારિયેળ તેલ મોમાં નાખો અને તેને 10 મિનિટ સુધી મોમાં ફેરવો. ત્યારબાદ સાદા પાણીથી કોગળા કરી લો. આ ઉપાયથી તમારા દાંત અને પેઢા તો સ્વસ્થ થશે જ સાથે મોમાં થતી કોઈપણ સમસ્યા પણ દૂર થશે.

લવિંગ

image source

લવિંગ દાંત અથવા પેઢામાં થતી કોઈપણ સમસ્યા દૂર કરવામાં ફાયદાકારક છે. લવિંગમાં રહેલા ગુણધર્મો તમારા દાંત મજબૂત બનાવે છે અને પેઢામાંથી નીકળતું લોહી પણ બંધ કરે છે. આ માટે જયારે પણ તમારા પેઢામાંથી લોહી નીકળે ત્યારે એક લવિંગ મોમાં રાખો. આ ઉપાય લોહી બંધ કરશે, સાથે તમારા મોમાં આવતી તીવ્ર દુર્ગંધ પણ દૂર કરશે.

ત્રિફળા

image source

ત્રિફળાનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. ત્રિફળામાં એવા ગુણધર્મો છે જે પેઢામાંથી નીકળતા લોહીની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. આ માટે તમે ત્રિફળા પાવડર ચામાં ઉમેરીને પી શકો છો.

કોગળા કરો

image source

એક કપ ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખીને કોગળા કરવાથી પેઢામાંથી નીકળતા લોહીની સમસ્યા દૂર થાય છે. મીઠામાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે જે સોજા ઘટાડવા સાથે ચેપ ઘટાડવામાં પણ

મદદ કરે છે. પેઢામાંથી નીકળતા લોહીની સમસ્યા દૂર કરવા માટે દિવસમાં 3 થી 4 વખત મીઠાના પાણીથી કોગળા કરો.

હળદર અને સરસવના તેલથી માલિશ કરો

એક બાઉલ લો. તેમાં થોડી હળદરમાં એક ચમચી સરસવ તેલ અને એક ચપટી મીઠું નાખો, ત્યારબાદ આ ત્રણેય ચીજોને બરાબર મિક્સ કરી લો. હવે તમારી આંગળીઓની મદદથી આ ચીજોને તમારા પેઢામાં હળવા હાથે લગાવીને મસાજ કરો. હળદરમાં ઘણા એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે સોજા અને ચેપને ઘટાડવામાં મદદ કરે છે.

નારંગી

image source

નારંગીમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. થોડો નારંગીનો રસ, એક ચમચી ખાંડ અને એક ચપટી જીરુંના બી આ ત્રણેય ચીજો મિક્સ કરીને પેઢામાં લગાવવાથી પેઢામાંથી નીકળતા લોહી બંધ થાય છે. સાથે પેઢા અથવા દાંતની કોઈપણ સમસ્યા પણ દૂર થાય છે.

દૂધ

image source

દૂધમાં હાજર કેલ્શિયમ એ એક એવું તત્વ છે જે ખાસ કરીને આપણા દાંત અને પેઢા માટે જરૂરી છે. પેઢામાં નીકળતા લોહી અથવા ઘણી તકલીફો સંબંધિત સમસ્યાઓ પાછળ કેલ્શિયમની અછત હોય શકે છે. આ સ્થિતિમાં દૂધનું સેવન કરવાથી કેલ્શિયમની સમસ્યાને દૂર કરી શકાય છે.

બેકિંગ સોડા

image source

જો તમને પેઢાથી સંબંધિત સમસ્યા છે, તો બેકિંગ સોડાનો ઉપયોગ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. બેકિંગ સોડામાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે, જે મોંને સાફ કરે છે, સાથે સાથે મોંની ગંધ પણ દૂર કરે છે.

ફુદીનાનું તેલ

image source

ફુદીનાના તેલના નિયમિત ઉપયોગથી આપણે પેઢાના ચેપથી પણ બચી શકીએ છીએ. ફુદીનાના તેલનો ઉપયોગ કરવા માટે તમારી આંગળી પર થોડું ફુદીનાનું તેલ લો અને તેનાથી તમારા દાંત અને પેઢાની મસાજ કરો. ત્યારબાદ આ તેલ થોડીવાર માટે મોમાં રહેવા દો પછી સાફ પાણીથી કોગળા કરી લો. આ ઉપાયથી દાંત અને પેઢા બંને મજબૂત બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત