જાણો તમે પણ પિરીયડ્સ દરમિયાન પેડ બદલવાનો સાચો સમય અને સાચી રીત

પીરિયડ્સ, માસિકધર્મ, માહવારી કે મેન્સ્ટ્રુઅલ સાઇકલ એ એવી પ્રક્રિયા છે જે બધી જ સ્ત્રીઓના અડધાથી વધારે જીવનનો ભાગ છે. કારણ કે માસિકધર્મ સ્ત્રીઓ માટે કુદરત તરફથી મળેલી એક ભેટ છે. જેથી કરીને એ જાતે જ કુદરતની જેમ આ દુનિયાને આગળ વધારવાનું કામ કરે.આ વાતો હોવી જોઈએ સ્પષ્ટ..

image source

-માસિકધર્મ દરમિયાન હાઇજિનનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ? જેથી વજાઈના, યુરિનરી ટ્રેક્ટ, યીસ્ટ ઇન્ફેક્શન અને પ્રેગ્નન્સી દરમિયાન થતી તકલીફોથી બચી શકાય. આ વિશે અમે ગાઇનોકોલોજીસ્ટ અને લેપ્રોસ્કોપી સર્જન સાથે વાત કરી કે…
માસિકધર્મમાં વપરાતા પેડનો ઉપયોગ કરવાની રીત.

-આ વિશે ડોક્ટરનું કહેવું છે કે આપણા દેશમાં માસિકધર્મ વખતે વાપરવામાં આવતા પેડ્સની બહુ જ વધારે કિંમત છે. જો આપણે સારી ક્વોલિટીના પેડની વાત કરીએ તો એ દરેક વ્યક્તિને પોસાય એમ નથી.

image source

-આ એક મોટું કારણ છે કે મોટાભાગની છોકરીઓ અને સ્ત્રીઓ હલકી ગુણવત્તાના પેડનો ઉપયોગ કરવા લાગે છે કે પછી એક પેડનો ઉપયોગ 10 થી 12 કલાક સુધી કરે છે. અને આમ કરવું એ એમના વ્યક્તિગત હાઈજિન માટે યોગ્ય નથી.

પેડ બદલવાનો સાચો સમય.

image source

-કોઈ છોકરીને માસિકધર્મ દરમિયાન પેડ ક્યારે બદલવું જોઈએ એ એના પર આધાર રાખે છે કે બ્લીડીંગનો ફ્લો કેવો છે. જો બ્લીડીંગ વધારે પ્રમાણમાં થતું હોય તો દર 4 કલાકે પેડ બદલી નાખવું જોઈએ.
-જો બ્લીડીંગ ઓછું કે સામાન્ય હોય તો પણ દર 8 કલાકે પેડ બદલી નાખવું ઉચિત રહે છે. જો તમે ટ્રાવેલ કરી રહ્યા હોય અથવા કોઈ એવી જગ્યા પર છો જ્યાં તમને પેડ ચેન્જ કરવાની સુવિધા નથી મળી રહી તો એવી સ્થિતિમાં વધારેમાં વધારે 12 કલાક જ કોઈપણ પેડ તમારી ચામડીના સંપર્કમાં રહેવું જોઈએ.

રાત્રે શુ કરવું જોઈએ?

-સામાન્ય દિવસોમાં પણ સ્ત્રીઓએ રાત્રે સૂતા પહેલા વજાઈનાને પાણીથી જરૂર સાફ કરવી જોઈએ. તમે ફકત પાણીથી જ વજાઈના સાફ કરી શકો છો એના માટે કોઈ સાબુ કે વોશની જરૂર નથી.

image source

-પણ માસિકધર્મ દરમિયાન એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખો કે સુતા પહેલા તમારે વજાઈના ને કોઈ સારા અને મેડીકેટેડ વોશથી સાફ કરવાની છે. અને સાથે સાથે પેડ પણ બદલવાનું છે.

લાલચ પડી શકે છે મોંઘી.

-જો ક્યારેક બપોરના સમયે પેડ બદલ્યું હોય અને બ્લીડીંગ ઓછું થયું હોય, તો પમ રાત્રે સૂતા પહેલા ફ્રેશ પેડનો જ ઉપયોગ કરો. કારણ કે આખી રાત આ પેડ તમારી ચામડીના સંપર્કમાં રહેવાનું છે. એવામાં માઇક્રોબ્સ ને કારણે ઇન્ફેક્શન થવાનો દર રહે છે.

image source

-બીજા દીવસે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલુ કામ એ જ કરો કે આખી રાત લગાવેલું પેડ બદલી લો. પહેલા ઘરના બીજા કામ પતાવી લો અને એ રાતના પેડમાં જ બીજા ઘણા કલાકો વીતી જાય એવું ન કરો. સ્વાસ્થયથી વધુ કંઈ જ નથી એ વાતનું હંમેશા ધ્યાન રાખો.

સ્કિન રેસિસનું કારણ.

-માસિકધર્મ દરમિયાન સ્કિન રેસિસ થવા બહુ જ સામાન્ય સમસ્યા છે, જેનાથી સામાન્ય રીતે છોકરીઓ ત્રસ્ત હોય છે. ધ્યાન રાખો કે રેસિસ એ ઇન્ફેક્શનનું જ એક રૂપ છે. કારણ કે બ્લીડિંગના કારણે આજુબાજુની ચામડીમાં પણ ભીનાશ અને પહેલા કરતા વધારે સોફ્ટનેસ રહે છે.

image source

– ગરમીની ઋતુમાં આપણને પરસેવો થાય છે અને ટાઈટ કપડાના સતત ઘસારાને કારણે કે પછી ઘણીવાર ઇનરવેરના ઇલાસ્ટીક અને પેડના કારણે પણ ચામડી છોલાઈ જાય છે. જે પછીથી રેસિસ સ્વરૂપે સામે આવે છે અને ચાલવામાં તકલીફ પડવા લાગે છે.

ક્યાં કારણોસર થાય છે ઇન્ફેક્શન.

-માસિકધર્મ દરમિયાન લાંબા સમય સુધી પેડનો ઉપયોગ કરવો. અનહાઈજીનીક કપડાનો ઉપયોગ કરવો કે પછી સાફ સફાઈનું પૂરતું ધ્યાન ન રાખવું.. આ બધા જ ઇન્ફેક્શનના કારણો છે.

-જો માસિકધર્મમાં હાઈજિનની લાંબા સમય સુધી અવગણના કરવામાં આસ તો વજાઇનલ ઇન્ફેક્શન ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે કે પ્રેગ્નન્સીનું સુખ પણ છીનવી શકે છે. એટલે કે અજાણતા જ કોઈ સ્ત્રી ઇન્ફરટિલિટીનો ભોગ પણ બની શકે છે. એટલા માટે માસિકધર્મમાં હાઈજિનને ગંભીરતાથી લેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત