પીરિયડ્સ સમયે બહુ થાય છે દુખાવો? તો અપનાવો આ ઘરેલું ઉપચારો અને મેળવો આમાંથી રાહત

પીરિયડ્સના 5 દિવસના પ્રથમ બે-ત્રણ દિવસ મોટાભાગની સ્ત્રીઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. આ સમયગાળા દરમિયાન, સ્ત્રીઓ કમર અને નીચલા પેટમાં અસહ્ય પીડા, તેમજ ચીડિયાપણું અને મૂડ સ્વિંગ જેવી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે મોટાભાગની મહિલાઓ દવાઓનો આશરો લે છે જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો દવાઓના સેવનના બદલે તમે ઘરેલુ ઉપાય અપનાવશો તો તે તમારા માટે વધુ સારું રહેશે. ઘરેલુ ઉપાય તમને આ સમસ્યાઓથી રાહત તો આપશે જ સાથે તેની કોઈ આડઅસર પણ નહીં થાય. અહીં અમે તમને આવા જ કેટલાક ઘરેલું ઉપાયો જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે પીરિયડ્સ દરમિયાન થતી મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકો છો.

ગરમ પાણી પીવો

image soucre

પીરિયડ્સ દરમિયાન પેટના નીચલા અને કમરના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમારે હૂંફાળું પાણી પીવું જોઈએ. આ કરવાથી, તમને પીડામાંથી રાહત તો મળશે જ સાથે જ તમને ઉલટી અને ઉબકા જેવી સમસ્યાઓથી પણ રાહત મળશે.

ગરમ પાણીનો શેક

image source

પીરિયડ્સમાં થતી પીડાને દૂર કરવા માટે, તમે ગરમ પાણીથી નીચલા પેટ અને કમરમાં શેક કરી શકો છો. આ માટે, તમે હીટિંગ પેડ અથવા ગરમ પાણીની બોટલનો ઉપયોગ કરી શકો છો. આ કરવાથી, પીરિયડ્સમાં થતી પીડાથી તો રાહત મળશે જ સાથે તમને પીરિયડ્સની અનિયમિતતાઓની સમસ્યાથી પણ રાહત મળશે.

તલનું તેલ, નાળિયેર તેલ અથવા ઓલિવ તેલથી માલિશ કરો

image soucre

તલનું તેલ, નાળિયેર તેલ અથવા ઓલિવ તેલની માલિશ કરવાથી પીરિયડ્સ દરમિયાન પેટના નીચેના ભાગમાં અને કમરના દુખાવામાં રાહત મળે છે. ત્રણમાંથી કોઈપણ તેલને થોડું ગરમ કરીને પેટ અને કમરના ભાગ પર હળવા હાથથી માલિશ કરો. આ પીડાને દૂર કરશે અને સ્નાયુઓમાં થતું તાણ ઘટાડશે.

ગરમ પાણીથી સ્નાન કરો

image soucre

જ્યારે તમે પીરિયડ્સ દરમિયાન નહાતા હો ત્યારે આ માટે ગરમ પાણીનો ઉપયોગ કરો. આ પેટ અને પીઠના દુખાવાની સાથે આખા શરીરમાં થતા દર્દથી રાહત આપશે. તેમજ પીરિયડ્સમાં થતી અનિયમિતતામાં પણ રાહત મળશે.

આદુ અને મરી ચા

image soucre

પીરિયડ્સના આ પાંચ દિવસ તમે દુખાવા, ઉબકા અને સ્નાયુઓમાં થતા ખેંચાણથી રાહત મેળવવા માટે આદુ અને મરીની ચા પી શકો છો, પણ એક બાબતની કાળજી રાખજો કે આ ચામાં દૂધ ઉમેરવું જોઈએ નહીં.

જીરું, હળદર અને મધનો ઉકાળો

image source

જીરું, હળદર અને મધનો ઉકાળો પીવાથી પેટના નીચેના ભાગમાં અને કમરના દુખાવામાં રાહત મળે છે. આ માટે, તમે એક ગ્લાસ પાણીમાં બે ચમચી જીરું, એક ચમચી હળદર મિક્સ કરો અને આ પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. હવે આ પાણી ગાળી લો અને તેમાં મધ મિક્સ કરીને પીવો.
હળદરનું દૂધ લો

image source

પીરિયડ્સ દરમિયાન પીઠ, પેટ અને શરીરના દુખાવાથી રાહત મેળવવા માટે, તમે એક ગ્લાસ હળવા દૂધમાં અડધી ચમચી હળદર મિક્સ કરીને પી શકો છો.

વરિયાળી અને મધ

image soucre

એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળો. જો આ પાણી નવશેકું હોય તો તેમાં એક ચમચી મધ નાખીને પીવો. આ પીરિયડ્સ દરમિયાન થતી પીડા, ખેંચાણ અને અનિયમિતતામાં રાહત આપશે.

અળસીના બીજ

image soucre

અળસીના બીજ પીરિયડ્સમાં થતો દુખાવો ઘટાડે છે. તેમાં ફાઇબર, લિગ્નાન્સ, ઓમેગા -6 અને ઓમેગા -3 ફેટી એસિડ હોય છે. આ માટે અળસીના બીજને થોડો સમય પાણીમાં પલાળ્યા પછી તે પાણીને ગાળીને પી લો અથવા તેનો પાઉડર બનાવીને ખાઈ શકો છો. અળસીના બીજ સાદા પાણી સાથે પણ ખાઈ શકાય છે.

પાણી

પીરિયડ્સના દિવસોમાં લોકો આળસના કારણે ઓછું પાણી પીવે છે. આ તમારા માટે ખુબ જ નુકસાનકારક છે. આ દિવસોમાં તમારે દરરોજ ઓછામાં ઓછું 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ. પાણીની માત્ર બરાબર હોવાથી તમારું શરીર સારી માત્રા જળવાઈ રહેશે. આ તમારા લોહીના પ્રવાહને સુધારે છે અને પીરિયડ્સ દરમિયાન થતો તીવ્ર દુખાવો દૂર કરે છે.

કસરત કરો અને ચાલો

પીરિયડ્સ દરમિયાન તમને તીવ્ર દુખાવો થતો હોય તેથી ચાલવા જવું અને કસરત કરવી સરળ નથી. પરંતુ તમે ઘરની આસપાસ થોડું ચાલીને અને હળવી કસરતો કસરતો કરીને તમારા પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાને દૂર કરી શકો છો. કેટલાક યોગાસન છે જે નિયમિત કરવાથી પીરિયડ્સની પીડા ઘટાડવામાં મદદ કરે છે.

તજ

image socure

તજ સામાન્ય રીતે વિશ્વના દેશોમાં શિયાળા અને ઉનાળા બંને ઋતુમાં વપરાય છે. તેના એન્ટિસ્પાસોડિક ગુણધર્મોને કારણે, તે પીરિયડ્સ દરમિયાન થતા ખેંચાણને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. તે પીરિયડ્સ દરમિયાન થતો દુખાવો, વધુ રક્તસ્રાવ, ઉબકા અને ઉલ્ટી જેવી સમસ્યા દૂર કરવામાં પણ ફાયદાકારક છે.

એલોવેરા

image source

એલોવેરાને દરેક સ્ત્રીનો શ્રેષ્ઠ મિત્ર કહેવામાં આવે છે. કારણ કે તે મહિલાઓની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે અને તેમની ત્વચા અને વાળની સુંદરતામાં પણ વધારો કરે છે. પીરિયડ્સની પીડા અને ખેંચાણથી બચવા માટે તમારે સવારે ખાલી પેટ પર એલોવેરાનુ જ્યુસ પીવું જોઈએ. આ જ્યુસ તમારા પીરિયડ્સની પીડા દૂર કરવા માટે અને બીજા ઘણા બધા ફાયદા માટે ઉપયોગી છે.

મેથીના દાણા

image source

પીરિયડ્સના દુખાવામાં રાહત માટે મેથીના દાણા પણ ખૂબ અસરકારક છે. તમારા પીરિયડ્સના દુખાવામાં રાહત આપવા ઉપરાંત મેથીના દાણા ઘણા રોગો માટે ફાયદાકારક છે. તમે 1 ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. બીજે દિવસે સવારે તમે તેમાં કાળા મીઠું નાખો અને આ પાણી પીવો. આ પાણી પી ને મેથીનો દાણો ચાવો. આથી તમારો દુખાવો પણ ઓછો થશે અને ખેંચાણમાં ફાયદો પણ થશે.

અજમો

image source

તમારા પીરિયડ્સની પીડા અને ખેંચાણ દૂર કરવા માટે અજમો એ એક ખૂબ જ અસરકારક આયુર્વેદિક ઉપાય છે. તે તમારા પીરિયડ્સની પીડા ઘટાડવામાં અને પીરિયડ્સને વધુ સરળ બનાવવામાં મદદગાર છે. ખેંચાણ ટાળવા અથવા દુખાવો મટાડવા માટે તમે પીરિયડ્સ દરમિયાન અજમાની ચા પી શકો છો. તમે 1 કે 2 કપમાં 2-3 ચપટી અજમો નાખી દો અને પાણી અડધું થાય ત્યાં સુધી તેને ઉકાળો. તમે તેમાં મધ ઉમેરો અને દિવસમાં 2 વાર પીવો. આ રીતથી જરૂર તમારો દુખાવો ઓછો થશે.

પીરિયડ્સ દરમિયાન આ બાબતોની કાળજી લો –

– આ સમય દરમિયાન શરીરમાં ઘણી નબળાઇ અનુભવાય છે, આવી સ્થિતિમાં,ઉપવાસ કરવો અને ખોરાક છોડવો નુકસાનકારક થઈ શકે છે. પીરિયડ્સ દરમિયાન તમને વધારે આહારની જરૂર હોય છે.

image soucre

– આ સમય દરમ્યાન ખૂબ ચુસ્ત કપડાં ન પહેરવા. નહિંતર, તમારો સ્વભાવ ચીડિયો થઈ શકે છે.

– જો કે તમે હંમેશા તમારા પ્રાઇવેટ પાર્ટને પાણીથી બરાબર સાફ કરતા જ હશો, પણ તેને સાફ અને સૂકું રાખવું જોઈએ, પરંતુ પીરિયડ્સ દરમ્યાન તેની વધુ સફાઈ રાખવી જરૂરી છે. આ દિવસોમાં રક્તસ્રાવના કારણે તમારા પ્રાઇવેટ પાર્ટમાં ગંદકી થાય છે, જેને તમારે તરત સાફ કરવું જોઈએ. આ તમારામાં આવતી ગંધને પણ ઘટાડશે.

– જેમ કે તમે સ્નાન કરતી વખતે તમારા શરીરના સૂક્ષ્મજંતુઓને દૂર કરવા માટે સાબુનો ઉપયોગ કરો છો, તેથી આપણે તે સાબુ આપણા પ્રાઇવેટ પાર્ટ પર પણ ઉપયોગ કરીએ છીએ, પરંતુ તમારે તેનો ઉપયોગ ત્યાં ન કરવો જોઈએ. તે ત્વચા કોમળ હોય છે, તેથી તે સાબુ તે ત્વચા માટે સખત હોય છે, તે તમારા પ્રાઇવેટ પાર્ટના જરૂરી અને સારા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.

– વધુ થતા રક્તસ્રાવના કારણે વારંવાર પેડ્સ બદલવાની તકલીફને ટાળવા માટે, ઘણી સ્ત્રીઓ એક સાથે 2 પેડ લગાવે છે, આ પદ્ધતિ એકદમ ખોટી છે. એક પેડ જેટલું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે તેટલું શોષી લેશે અને 2 પેડ્સ એક સાથે લગાડવાથી, તે જગ્યા પર ગરમી વધશે, ત્યાં વધુ બેક્ટેરિયા થશે અને આના કારણે ત્યાં ગંધ પણ વધશે અને તમને ઘણી તકલીફ પણ પડશે.

image soucre

– પીરિયડ્સ દરમિયાન હંમેશાં વધારાના સેનિટરી પેડ, ટીશ્યુ પેપર, હેન્ડ સેનિટાઈઝર, એન્ટિસેપ્ટિક દવા તમારી બેગમાં રાખો, કારણ કે તમને કોઈપણ સમયે આ વસ્તુઓની જરૂર પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત