તકિયા નીચે આ વસ્તુઓ રાખીને ઊંઘી જાવો તમે પણ, થશે એટલા બધા ફાયદાઓ કે તમને પણ લાગશે નવાઇ

આજકાલની આ ભાગદોડ ભરેલી જીંદગીના કારણે આપણી આસપાસ હંમેશા એક તણાવગ્રસ્ત વાતાવરણનું નિર્માણ થવા લાગે છે. ત્યારે આવા જ તણાવગ્રસ્ત વાતાવરણમાં કેટલાક વ્યક્તિઓ સારી ઊંઘ લેવા માટે કેટલીક દવાઓનું સેવન પણ કરવા લાગે છે. એવું પણ કહેવાય છે કે, જે વ્યક્તિઓ રાતના સમયે સારી ઊંઘ લે છે. તેઓનું પોતાના કામમાં વધારે ધ્યાન આપી શકે છે અને આવી વ્યક્તિઓનું સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહે છે. પરંતુ કેટલીક વ્યક્તિઓને રાતના સમયે જયારે સુતા હોય છે ત્યારે ઊંઘ નથી આવતી કે પછી ઊંઘ આવે છે તો ઘણીવાર ખરાબ સપનાઓ આવે છે. આજે અમે આપને કેટલાક એવા ઉપાયો વિષે જણાવીશું જેને અજમાવવાથી આપને ખરાબ સપના નહી આવે તેમજ આપને ગભરામણ અને ડરની ભાવના નહી આવે. સુતા સમયે આપે આપના તકિયાની નીચે આ વસ્તુ રાખી દેવાથી આપને ખાસ લાભ મળશે.

image source

-જો આપને માનસિક તણાવ, ખરાબ કે દુસ્વપ્ન આવે છે અને રાહુ ગ્રહ આપની પર અશુભ પ્રભાવ પાડી રહ્યા છે તો લાલ કિતાબમાં જણાવ્યા મુજબ, આપે સુતા સમયે આપની પથારીમાં તકિયાની નીચે મુળી રાખીને સુવું જોઈએ, ત્યાર પછી બીજી સવારે શિવ મંદિર જઈને તે મુળીને અર્પિત કરી દેવી જોઈએ.

image source

-હિંદુ ધર્મની કેટલીક ધાર્મિક માન્યતા અને અરોમા થેરપીમાં જણાવ્યા મુજબ, મંદિરમાં દેવી- દેવતાઓને અપર્ણ કરવામાં આવેલ ફૂલને આપ જયારે રાતે સુવા જાવ ત્યારે પથારીમાં તકિયાની નીચે આવા ફૂલ રાખીને સુવાથી વ્યક્તિને વધારે જલ્દી અને ખુબ જ સારી ઊંઘ માણવા મળે છે.

image source

-આપે સુતા સમયે દુર્ગા સપ્તશતીને આપની પથારીમાં તકિયા પાસે રાખવાથી ભય, ચિંતા અને તણાવથી છુટકારો મળે છે.

-એવી માન્યતા છે કે, લસણને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. લસણને આપે ખિસ્સામાં કે પછી સુતા સમયે તકિયાની નીચે રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

image source

-પરીક્ષાના સમયે ભય દુર કરવા માટે દરરોજ નિયમિત રીતે દેવી સરસ્વતીને દીવો પ્રગટાવવો અને પુસ્તકોને તકીયા પાસે રાખીને સુવાથી સફળતા જરૂરથી મળે છે.

image source

-જો આપને ખરાબ સપના આવે છે તો સુતા પહેલા આપે હનુમાન ચાલીસા કે પછી સુંદર કાંડનો પાઠ કરીને પછી તે હનુમાન ચાલીસા કે પછી સુંદર કાંડના પુસ્તકને તકિયા નીચે રાખીને સુઈ જવું. દરરોજ નિયમિત રીતે આમ કરવાથી આપના તણાવ અને માનસિક તકલીફો ખતમ થશે અને સકારાત્મકતાનો સંચાર થશે.

image source

-જો આપને રાતના સમયે ઊંઘમાં ખુબ જ ખરાબ સ્વપ્ન આવે છે તો આપે સુતા સમયે તકીયાની નીચે લોખંડની કોઇપણ વસ્તુ મૂકી રાખીને સુવાથી પણ નકારાત્મકતા આપનાથી કોસો દુર રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત