Post Covid: કોરોનામાંથી રિકવર થયા પછી ખાસ રાખો આ ધ્યાન, નહિં લાગે નબળાઇ અને થાક

કોરોનાની બીમારીની સારવાર કરવાથી તે દુર થાય છે, પરંતુ થાક અને નબળાઈ સાજા થયા પછી પણ ઘણા દિવસો સુધી ચાલુ રહી શકે છે. તે માટે એ જરૂરી છે કે રીપોર્ટ નેવિગેટ આવ્યા પછી શું ખાવું અને સંપૂર્ણ પણે સ્વસ્થ જીવનશૈલી કેવી રીતે અપનાવવી તેના પર તમારે વધુ ધ્યાન આપવું. ઝડપીથી સજા થવા અને સામાન્ય રૂટિનમાં પાછા ફરવા માટે સારું પોષણ લેવું ખુબ આવશ્યક છે.

કોવિડ-૧૯ પછી થાકને કેવી રીતે દૂર કરવો?

image source

ડોકટરોના કહેવા પ્રમાણે, રક્ષણાત્મક પ્રોટોકોલનું પાલન કરતી વખતે, પોષણ, તંદુરસ્તી અને એકંદર સ્વાસ્થ્યનું પાલન કરવાની ખાસ જરૂર છે. તમારે સરળતાથી કસરત કરવી. ધીમી ચાલ, શ્વાસ લેવાની કસરતો અને ધ્યાનથી તેની શરૂઆત કરવી. તમારા શરીરને આરામની ખાસ જરૂર છે. કડક વર્ક આઉટ કરવાનું ટાળો. દરરોજ સવારે ત્રીસ મિનિટ સુધી સૂર્યપ્રકાશ લો. એક ખજુર , થોડી કિશમિશ, બે બદામ, બે અખરોટ આખી રાત પાણીમાં પલાળેલા રાખી તેને સવારે ખાવા. હલકા અને ખોરાક ને પચાવવામાં સરળ હોય તેવા ખોરાકનું સેવન કરવું.

image source

જેમ કે દાળનો સૂપ અને ચોખા જેવી અનેક વસ્તુનો ઉપયોગ કરવો. વધુ પડતી ખાંડ, તળેલી વસ્તુ અથવા જંક ફૂડનો ઉપયોગ કરવાનું ટાળો. વૈકલ્પિક દિવસ પર પૌષ્ટિક ખીચડી ખાવી. અઠવાડિયામાં બે થી ત્રણ વખત સહજન મોરિંગાનુ સૂપ પીવો. જીરુ, કોથમીર, વરિયાળીની ચા દિવસમાં બે વાર જમ્યાના એક કલાક પછી પીવો. રાત્રે વહેલા સુવાની ટેવ પાડો. તમે જેટલી સારી નીંદર કારશો તેટલા જડપથી તમે સજા થઈ શકશો.

રોગપ્રતિકારક શક્તિ સુધારવા માટેના કેટલાક ઉપાયો :

image source

સવારે વહેલા ઊઠીને સવારનો સૂર્યનો તડકો લેવાથી તે તમને ઊર્જાવાન, હકારાત્મક અને જીવંત તાણની અનુભૂતિ કરાવે છે. સવારે કસરત કરવાથી તમે આખો દિવસ ઊર્જાવાન હોવાનો અનુભવ થાય છે. તે ઉપરાંત તેનાથી તમારો મૂડ પણ સુધરે છે. શારીરિક અને માનસિક રીતેથી તે તમને લવચીક બનાવે છે.

image source

અનુલોમ વિલોમ, ભમારી, કપાલભાટી, ભસ્ટ્રીકા જેવા પ્રાણાયામ રોજ કરી શકાય છે. તમે ઘરે હર્બલ ચા પણ પી શકો છો જે તમારી રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં તમારી મદદ કરે છે. ગેજેટના ઉપયોગને મર્યાદિત કરો. સમાચાર જુઓ પરંતુ દરરોજ એક કલાકથી વધુ નહીં. જ્યારે પણ તમારે બહાર નીકળવું પડે છે, ત્યારે માસ્ક પહેરો અને સામાજિક ડિસ્ટન્સિંગને અનુસરો.

image source

હળદરનું દરરોજ સવારે સેવન કરો અને તમે કઈ ખાવ તેની પહેલા ઓછામાં ઓછા એક કલાક સુધી તેને પેટમાં રહેવા દો. આનાથી તમને અદ્ભૂત ફાયદા થશે. તેમાં કુદરતી હળદર સારામાં સારી રહેશે. દિવસમાં ચારથી પાંચ વાર ગરમ પાણી પીવો. તે સાદું ગરમ પાણી હોઈ શકે કે પછી તમે થોડા પ્રમાણમાં કોથમીર કે ફૂદીનો કે ચપટી હળદર કે લીંબુના રસ સાથે પણ તેને લઇ શકો છો અને તેનું નિયમિત સેવન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત